Hun To Bolish : હું તો બોલીશ : ગુંડો ગોટી રોડ પર આવ્યો !
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડો ગોટી રોડ પર આવ્યો !
સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં સોમવાર, 16 ફેબ્રુઆરી 2026 ના રોજ ત્યારે હિંસક દ્રશ્યો સર્જાયા જ્યારે સુરત એસઓજી (SOG) પોલીસ કુખ્યાત ગુનેગાર ચિરાગ ગોટીને રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ ગઈ હતી. ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવાના ગંભીર ષડયંત્ર અને નિર્દોષોને 'તાલિબાની' સજા આપી ત્રાસ ગુજારનાર ચિરાગ ગોટી સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા દરમિયાન હજારો સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સુરક્ષા વચ્ચે જ ચિરાગ ગોટી પર હુમલો કરી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ ભીડના ચુંગાલમાંથી માથાભારે શખ્સને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો.
આ ઘટનાની તપાસમાં ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે. આશરે 10 મહિના પહેલા સિંગણપોર પોલીસે ઓઈલના વેપારી અલ્પેશ મિયાણીને 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે પકડ્યો હતો. જોકે, ઊંડી તપાસમાં બહાર આવ્યું કે ચિરાગ ગોટીએ પોતાના ભાગીદાર અલ્પેશ સાથેની અંગત અદાવતમાં તેને ફસાવવા માટે જ તેની કારમાં ડ્રગ્સ મૂક્યું હતું અને પોતે જ બાતમીદાર બની પોલીસને જાણ કરી હતી. ગુનો નોંધાતા જ શાતિર ચિરાગ પોલીસને થાપ આપી નેપાળ ભાગી ગયો હતો અને ત્યાં અલગ અલગ હોટલોમાં રોકાઈને ધરપકડ ટાળતો રહ્યો હતો. અંતે દબાણ વધતા તેણે સુરત કોર્ટમાં સરન્ડર કર્યું હતું.























