Hun To Bolish : હું તો બોલીશ : તૂટેલા રસ્તા, સૌ કોઈનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : તૂટેલા રસ્તા, સૌ કોઈનું દર્દ
રાજ્યમાં બિસ્માર રસ્તાઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફરી એકવાર અધિકારીઓને કરી ટકોર.. ગાંધીનગરમાં આયોજીત નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહ અને સ્વચ્છ ભારત મિશનની ચિંતન શિબિર હતી જેમાં મુખ્યમંત્રીએ સવાલ કર્યો કે દિવાળી પહેલા રસ્તાઓ પૂરા થઈ જશે ને?....રોડનું રિપેરિંગ કરવા પુરતુ નહીં....પણ ગુણવત્તાવાળુ કામ કરવાની અને ખાડા વ્યવસ્થિત રીતે પૂરવાની મુખ્યમંત્રીએ સૂચના આપી..
બીજી તરફ રાજ્યના બિસ્માર રસ્તા તેમજ ટ્રાફિકની સમસ્યાની હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લીધી...લોકોને બહાન બતાવવાના બદલે તૂટેલા રસ્તા મુદ્દે કામ કરવા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી...ભરૂચથી સુરત જવાનો રસ્તો ભયાનક અને પીડાદાયક હોવાનો ખુદ ચીફ જસ્ટિસને થયો અનુભવ....ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સવાલ પૂછ્યો કે, જો જજ તરીકે આ સમસ્યાનો ભોગ બનતા હોઈએ તો સામાન્ય નાગરિકોએ કેટલું વેઠવું પડતું હશે?'....હાઇકોર્ટે ભરૂચ-સુરત હાઈવેની ખસ્તા હાલત ટીકા કરી કે, ખાડા-ખરબચડાથી ભરેલા આ હાઈવે પર વાહનો આગળ વધી શકતા નથી અને ટ્રાફિક જામ થાય છે.....અહીંનો એક બ્રિજ ક્રોસ કરવામાં લોકોના કલાકો વેડફાઇ જાય છે....હાઇકોર્ટે આ તમામ મુદ્દે NHAIને જવાબ આપવા આદેશ કરી કેસની સુનાવણી 2 અઠવાડિયા બાદ રાખી છે....હાઇકોર્ટે વધુમાં નોંધ્યું કે, ભરૂચ-સુરત અને સુરત-દહિસર હાઇવેની પરિસ્થિતિ અત્યંત બિસ્માર છે. રોડ પર મોટામોટા ખાડા છે. આવા બિસ્માર રોડ માટે ઓથોરિટી ટોલ લઈ શકે નહીં....





















