Hun To Bolish : હું તો બોલીશ : મોતની રેસ
Hun To Bolish : હું તો બોલીશ : મોતની રેસ
યુવાઓ જોશમાં હોશ ખોઈ બેસે છે... સાથે સાથે જીવ પણ... આમાંથી તરુણો પણ બાકાત નથી.... જવાનીનો જોશ હોય... ઉકળતું લોહી હોય.. જેમાં પોતાની સાથે અન્યના જીવ પણ જોખમમાં મૂકતા તેઓ ખચકાતા નથી... તેના વધુ બે પુરાવા સામે આવ્યા.... સુરત અને વડોદરાથી....
સૌ પ્રથમ વાત સુરતની... જ્યાં 'ઝડપની મજા, મોતની સજા' આ ઉક્તિ ફરી એકવાર સાચી સાબિત થઈ... ભીમપોર પાસે શનિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો... એ શનિવારનો દિવસ બે બાળકો માટે કાળ સાબિત થયો... આખી ઘટના એવી છે કે, મગદલ્લા બંદર પાસે રણછોડ નગરમાં રહેતો 15 વર્ષીય તુષાલ શેટ્ટી તેના મિત્રો પરેશ અને મગીયા સાથે શનિવારે સાંજે ઘરેથી નીકળ્યો... તેઓ તેમના મિત્ર અમિતના જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયા હતા... કેક કાપ્યા બાદ ત્રણેય મિત્રો એક જ સ્પોર્ટ્સ બાઈક (KTM) પર સવાર થઈને પરત ફરી રહ્યા હતા.... ખુશીનો માહોલ પળવારમાં માતમમાં ફેરવાઈ જશે તેની કોઈને કલ્પના પણ નહોતી.... ગવિયર ગામ પાસે ભાટિયા ફાર્મના ગેટ સામે બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો... આ ગમખ્વાર અકસ્માતનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.. જે રૂંવાડા ઉભા કરી દે તેવો છે... બાઈકની ઝડપ 100 કિમી પ્રતિ કલાકથી વધુ દેખાઈ રહી હતી... રસ્તા પર અન્ય વાહનોને જોખમી રીતે કટ મારીને તેઓ જોરજોરથી બૂમો પાડી મોજ મસ્તી કરી રહ્યા હતા... આ 'રીલ' બનાવવાની અને સ્પીડ બતાવવાની ઘેલછા જ અંતે તેમના કાળનું કારણ બની... ઘટના બાદ ત્રણેયને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.... જ્યાં ફરજ પરના તબીબોએ પરેશને મૃત જાહેર કર્યો... જ્યારે તુષાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું... બાઈક ચાલક મગીયાને હાથના ભાગે ઈજા થઈ હતી, જેને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે...
મોટા વરાછામાં પણ બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો... ધડાકાભેર બાઈક અથડાતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું... સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ...
--
તો આ તરફ વડોદરાની ઘટના... જ્યા આ બાઈક ચાલકે પોતાના બાપનો રોડ હોય તે સમજી બાઈક હંકારી.... કલાલીથી દરબાર ચોકડી સુધીના માર્ગ પરનો વીડિયો છે... એક સ્થળેથી નીકળ્યા બાદ ફૂલ રેસ આપે છે.... આ જ સ્પીડ સાથે તે મેઈન રોડ પર બાઈક ચલાવે છે... ગણતરીની મીનિટોમાં તો તે પૂલ પર ચડી જાય છે... ચાલકે પોતાના મોબાઈલથી શૂટિગ કરી રહ્યો છે... તેની સ્પીડ અંદાજે 100થી 120 દેખાઈ રહી છે... રસ્તા પર તે ધડામ આગળ જતા મોપેડ સવાર સાથે અથડાય છે... અકસ્માત થયા બાદ અન્ય વાહનચાલકોએ આ શખસને ઘેરી વળ્યાં હતા.. અકસ્માત બાદ આ યુવાન પોતાના મિત્રોને ફોન કરે છે અને જણાવે છે કે, દરબાર ચોકડી નજીક હું પડ્યો છું. વાગ્યું છે તમે જલ્દી આવો.
2 ફેબ્રુઆરીએ પણ આ રફતારનો કહેર સામે આવ્યો... દાંડિયા બજાર વિસ્તારના લકડીપુલ પાસે બેફામ સ્પીડમાં જતા બાઈકચાલક મોપેડ પર જતી ત્રણ વિદ્યાર્થિનીઓને ટક્કર મારીને ફરાર થઈ ગયો.. સીસીટીવીમાં કેદ થયેલ રફ્તારના આ દ્રશ્યો જુઓ.. મોપેડ પર ત્રણ વિદ્યાર્થિનીઓેએ રસ્તો ઓળંગી રહી છે.. ત્યારે જ સામેથી ફુલ સ્પીડમાં આવતા બાઈક ચાલકે જોરદાર ટક્કર મારી.. ટક્કર એટલી ભયાનક હતી કે એક વિદ્યાર્થિની હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાઈ હતી.. રસ્તા પર પટકાયેલ વિદ્યાર્થિનીના પગ પર રિક્ષાનું પૈંડુ ફરી વળતા ફેક્ચર થયુ છે.. અકસ્માતની ઘટના બાદ હાજર લોકો મદદે દોડી આવ્યા..ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે..






















