શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર 

રસ્તે રખડતુ મોત.... એટલે કે જીવલેણ ડમ્પરો... મહાનગરો સહિત નાના શહેરોમાં પણ ડમ્પરનો ત્રાસ એ હદે વધ્યો છે...  છાશવારે ડમ્પરથી થતા અકસ્માાતની ઘટનાઓ સામે આવે છે... લોકો જીવ ગુમાવવો પડે છે... તેમ છતા કોઈ નક્કર કાર્યવાહી ન થતા તે ઘટના વારંવાર બનતી રહે છે.... 

આજે અમદાવાદમાંથી ડમ્પરનો કહેર સામે આવ્યો... અમદાવાદમાં ડમ્પરને કારણે અકસ્માકની સંખ્યામાં પણ વધારો થયો છે... એસજી હાઈવે પર જગતપુર ચાર રસ્તા પાસેથી બેફામ સ્પીડે ડમ્પર ચલાવી પસાર થઈ રહેલા ડમ્પરના ચાલકે એક મહિલા કાર ચાલકને ટક્કર મારી.... જે બાદ લોકોથી બચવા માટે પૂર ઝડપે એસ.જી હાઈવે પર ડમ્પર દોડાવ્યું હતું..... ત્યારે બાદ ચાલક ડિવાઈડર કુદી સામેની બાજુ ડમ્પર લાવ્યો.... બેફામ ડમ્પર હંકાર્યું.... અને ફરીથી સામેની બાજુ ડિવાઈડર કૂદી ડમ્પર હંકાર્યું... હદ તો ત્યાં થઈ ગઈ કે, આગળ જતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો.. તો ડમ્પર ચાલક ત્યા પણ ન રોકાયો અને હાઈવે પર આતંક મચાવતા મચાવતા તે આગળ જતો રહ્યો.... 

 ડમ્પર ચાલકે મચાવેલા આતંકથી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં ડરનો માહોલ ફેલાવો.. હાઈવે પરથી ભાગીને ડમ્પર ચાલક એક સાઈટ પર પહોંચ્યો.. જો કે પોલીસ અને સ્થાનિકોએ સતત પીછો કરીને આરોપી ડમ્પર ચાલક વેલારામ કલાસુઆને ઝડપી પાડ્યો.. ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ ડમ્પરમાં પણ તોડફોડ કરી.. તો એસજી હાઈવે એક ટ્રાફિક પોલીસે આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી BNS અને એમવી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી..  SG હાઈવે પર ધોળેદિવસે સર્જાયેલા ફિલ્મી દૃશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે....
----------
સુરતમાં કાળભુખો ડમ્પર બે લોકોને ભરખી ગયો..... માંગરોળ તાલુકાના વેલાછા ગામ પાસે અકસ્માત સર્જાયો.... ડમ્પર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધા.. જ્યાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું... જ્યારે ગંભીર ઈજાને કારણે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.... 
-------------
તો બે દિવસ અગાઉ આણંદમાં પણ અકસ્માત સર્જાયો.... જ્યાં ડમ્પર ચાલકને કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે....  શહેરના ભાલેજ રોડ પર ડમ્પરે મોપેડને ટક્કર મારી.... મોપેડ પર સવાર 65 વર્ષીય વ્યક્તિનું કચડાઈ જવાથી મોત નીપજ્યું.... જ્યારે આઠ વર્ષીય બાળકનો આબાદ બચાવ થયો છે.... થોડા દિવસ અગાઉ પણ ડમ્પરની અડફેટે મહિલા કચડાઈ હોવાની ઘટના બની હતી.... 
-----------------
હવે જૂનાગઢના પણ દ્રશ્યો જોજો... જ્યા વંથલી સંતલપુર પાસે રેતી ભરેલા ડમ્પરે મોટરસાયકલને ટક્કર મારી.... મોપેડ પર દંપતી સહિત બાળક પણ સવાર હતું.... જેમાં મહિલાને માથેના ભાગે ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું... ઘટના બાદ ચાલક ડમ્પર મૂકી ફરાર થયો.... ઘટનાને પગલે લોકોએ આક્રોશીત થઈ મહિલાના મૃતદેહને છકડો રીક્ષામાં લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા... જ્યા ઉગ્ર રજૂઆત કરી... ઘટના બાદ ડમ્પર મૂકી ફરાર થયેલા ડ્રાઈવરનો એક વીડિયો પણ સામે આવ્યો... જેમાં તે પોતાનાથી ભૂલ થઈ હોવાનો સ્વીકાર કરતો દેખાયો.... 

ગીર સોમનાથના ઉનાના કેસરિયા–માઢ ગામ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો.... જ્યાં રસ્તા પર ચાલી રહેલા રિપેરિંગ કામ દરમિયાન ઉભેલી ટ્રકને ડમ્પર ચાલકે હડફેટે લીધો... અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક અને ડમ્પર બંનેના ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી... બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા... 

 આ અગાઉ પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે.... સુરતના હજીરા L&T કંપનીમાં ડિઝાઇનર એન્જિનિયર તરીકે કામ કરતા 28 વર્ષીય જયેશ રાજેન્દ્ર બોરસેનું ડમ્પરની ટક્કરે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું....અલથાણ શ્યામ મંદિર પાસે પૂરપાટ ઝડપે આવતા બેફામ ડમ્પરે એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી. હેલ્મેટ પહેરેલો હોવા છતાં યુવક બચી શક્યો નહીં... 

માંગરોળ તાલુકાના કોસંબા ગામે નેશનલ હાઈવે-48 પર બેફામ ડમ્પરે બે બાઈકને અડફેટે લીધા બાદ કન્સ્ટ્રક્શન સાઈટમાં ઘૂસીને અકસ્માત કર્યો...આ ઘટનામાં પિતા અને પુત્રી સહિત કુલ ત્રણ લોકોના મોત થયા...જ્યારે બે વ્યક્તિને ઇજા પહોંચી... 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Embed widget