Hun To Bolish : હું તો બોલીશ : બે લાખ યુવાનોને રોજગારી ?
Hun To Bolish : હું તો બોલીશ : બે લાખ યુવાનોને રોજગારી ?
મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિધાનસભામાં માહિતી આપી કે આગામી 10 વર્ષમાં GPSC 2.10 લાખ ઉમેદવારોની ભરતી કરશે. 2033 સુધી 2.10 લાખ જગ્યા પર સીધી ભરતીનું આયોજન છે. ગયા વર્ષે 30 હજાર ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા હતા.. હાલ વર્ગ 1ની મંજૂર 13 હજાર સામે 7 હજાર જગ્યા ભરાયેલી છે.. હાલ વર્ગ 2ની મંજૂર 34 હજારમાંથી 22 હજાર જગ્યા ભરાયેલી છે.. પણ અહીં સવાલ એ છે જે વિભાગ ભરતી કરે છે તે ગુજરાત જાહેર સેવા આયોગમાં મહત્વની 6 જગ્યા ખાલી છે.. મંજૂર થયેલી 7 પૈકી 6 જગ્યા ખાલી હોવાનો ખુલાસો થયો છે. સરકારી અધિકારીની ભરતી કરતા આયોગમાં મહત્વના પદ જ ખાલી છે.. ધારાસભ્ય કિરીટ પટેલના સવાલના જવાબમાં સરકારે આંકડા આપ્યા છે.. ખાલી જગ્યા ભરવાની બાબત વિચારણાધિન હોવાનો સરકારે જવાબ રજૂ કર્યો..























