શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !

Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !

ફિલ્મ લાલો જેનું પહેલેથી નામ લાલો જ હતું....પણ રાજ્યના નાગરિકોએ આશીર્વાદ આપ્યા અને ફિલમ ચાલવા નહીં દોડવા લાગી....એટલે જ લાલોની સાથે જોડવામાં આવ્યું કૃષ્ણ સદા સહાયતે....એટલે કે લાલો ફિલ્મને કૃષ્ણ સાથે જોડી અને એ જ કારણ રહ્યું કે, આ ફિલ્મ 100 કરોડને પણ પાર થઈ....જો કે, અત્યારસુધી ફિલ્મને મારા સહિત તમામે આવકારી અને આવકારવી જ જોઈએ....કોઈ પણ ગુજરાતી ફિલ્મ હિટ અને સુપર હિટ થતી હોય તો ગુજરાતના દીકરા તરીકે તેનો આનંદ નહીં પણ હરખ હોય...પણ ફિલ્મની અંદર કૃષ્ણના નામનો ઉપયોગ કરતા હોય....ભગવાન દ્વારકાધીશના આશીર્વાદની વાત કરતા હોય...સાથે ભગવાન શ્રી કૃષ્ણના કર્મના સિદ્ધાંતોની વાત કરતા હોય તો....રિલ જેવું રિયલમાં હોવું જોઈએ....આ હું એટલે કહી રહ્યો છું કારણ કે છેલ્લા 48 કલાકમાં લાલો ફિલ્મ સાથે જોડાયેલા સ્ટારકાસ્ટ અને ફિલ્મના પ્રોડ્યુસર, નિર્માતા નિર્દેશકો બે અલગ અલગ પ્રકારના વિવાદમાં આવ્યા છે....

બે દ્રશ્યો જોજો....એક દ્રશ્ય રાજકોટનું છે તો બીજું જ્યાં ફિલ્મનું શૂટીંગ થયું હતું તે જૂનાગઢના ઘરના છે....

1. રાજકોટ

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં 2 ડિસેમ્બરના આ દ્રશ્યો જુઓ....ફિલ્મના પ્રમોશન માટે એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટ પહોંચ્યા....કોઈપણ પ્રકારની પૂર્વમંજૂરી વિના જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વચ્ચે સ્ટેજ રાખ્યું....કલાકારોને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા અને અફરાતફરી સર્જાઈ....ઓવર ક્રાઉડમાં બાળકો પણ ફસાયા.....અને એક બાળકી તો એસ્કેલેટરના પગથિયે પટકાઈ અને તેનો જીવ માંડ માંડ બચ્યો હતો....આ મુદ્દે યુનિવર્સિટી પોલીસ મથકના PSI ફરિયાદી બન્યા....અને 3 ડિસેમ્બરે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી સામે ફરિયાદ દાખલ કરીને પૂછપરછ કરી....ત્યારે હવે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ફિલ્મના મુખ્ય કલાકારો, પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પણ પૂછપરછ માટે બોલાવ્યા....
------------------
2. જુનાગઢ

જુનાગઢનું આ ઘર યાદ આવ્યું....આ એ જ ઘર જ્યાં લાલો રહેતો હતો અને જ્યાંથી પિક્ચરની આખી કહાની શરૂ થઈ હતી....આ ઘર જૂનાગઢના ઉપરકોટ રોડ નજીક ફુલ્યા હનુમાનજી મંદિર સામે આવેલી 'વાણંદ ડેલી'માં આવેલું છે.....હાલ આ ઘર 'લાલાની ડેલી' તરીકે પ્રખ્યાત બન્યું છે....પરંતુ આ ઘરના મકાનમાલિક વૃદ્ધ મહિલા ભાવનાબેન વાજાએ આંખમાં આંસુ સાથે વેદના વ્યક્ત કરી છે કે, શૂટિંગ માટે કંઈ આપ્યું નથી....ફિલ્મના શુટિંગ સમયે માત્ર બે દિવસ શુટિંગ માટે ઘર આપવા વાત કરી હતી...પરંતુ બે દિવસના બદલે આ ફિલ્મનું શૂટિંગ પંદર દિવસ સુધી ચાલ્યું....આટલું લાંબું શૂટિંગ ચાલ્યું અને ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની જંગી કમાણી કરી હોવા છતાં મકાનમાલિક પરિવારને હજુ સુધી એક રૂપિયો પણ ચૂકવવામાં આવ્યો નથી... એ સમયે ફિલ્મમાં હીરો-હિરોઈન સહિત અન્ય લોકો તેમને 'માસી' 'માસી' કહીને બોલાવતાં હતા....અને કહેતાં હતાં કે માસી દુઆ કરો, અમારી ફિલ્મ સારી જાય અને બધાને ખૂબ પસંદ આવે....ફિલ્મને આટલી દુઆઓ મળી છે....અને ફિલ્મે કરોડો રૂપિયા કમાઈ લીધા... કરોડોની કમાણી બાદ ફિલ્મની ટીમ જૂનાગઢમાં ફરી આવી હતી, પરંતુ તેમણે આ વૃદ્ધ મહિલાના ઘરની મુલાકાત લેવાની કે તેમને એક વખત ફોન કરવાની પણ તસદી લીધી નથી....મકાનમાલિકના આરોપ પર નિર્માતા અને નિર્દેશકે મૌન સેવી લીધું છે... ફિલ્મ પ્રોડ્યુસર અજય પાદરિયાએ પ્રતિક્રીયા આપવાથી ઈન્કાર કરી દીધો...

લાલો ફિલ્મનું જ્યાં શૂટિંગ થયું તે મકાનમાં રહેનારાને નિયત રકમ ચૂકવાઈ તે કહેવું તો મુશ્કેલ છે પરંતુ પ્રસારિત થયેલા અહેવાલોને લઈ સામાજિક કાર્યકર્તા કાજલ હિંદુસ્તાનીએ સોશલ મીડિયા પર પોસ્ટ કરી છે.....અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી જેમની ફિલ્મ સફળ થઈ તે નિર્માતાએ ભગવાન શ્રીકૃષ્ણની જેમ જ મકાનમાં રહેનાર ગરીબ પરિવારની વહારે આવવા આગ્રહ કર્યો છે....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Accident: અક્ષયકુમાર સિક્યૂરિટી કારનો મુંબઇમાં થયો અકસ્માત, રિક્ષા સાથે ટકરાઈને પલટી
Accident: અક્ષયકુમાર સિક્યૂરિટી કારનો મુંબઇમાં થયો અકસ્માત, રિક્ષા સાથે ટકરાઈને પલટી
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Accident: અક્ષયકુમાર સિક્યૂરિટી કારનો મુંબઇમાં થયો અકસ્માત, રિક્ષા સાથે ટકરાઈને પલટી
Accident: અક્ષયકુમાર સિક્યૂરિટી કારનો મુંબઇમાં થયો અકસ્માત, રિક્ષા સાથે ટકરાઈને પલટી
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
Embed widget