Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
સમાજ જીવનમાં અનેક એવા લોકો છે, જેમના વિશે આપણે જાણવું હોય છે, જેમના અનેક સત્યો અને તથ્યો આપણે નથી જાણતા. બસ એ જ સત્યો અને તથ્યો જાણવા માટે આપની ચેનલ, એબીપી અસ્મિતાએ 'ધિ રોનક પટેલ શો' નામથી પોડકાસ્ટની સિરીઝ શરૂ કરી છે. પહેલો કાર્યક્રમ સ્વરાજ આશ્રમથી હતો, બીજો કાર્યક્રમ પણ, બીજો એપિસોડ પણ સ્વરાજ આશ્રમ, બારડોલી પર જ રેકોર્ડ કરાયો છે. આપણે તમામ લોકો નિતિન જાની, જેને આપણે ખજૂર તરીકે ઓળખીએ છીએ, તેમના વિશે એટલું જાણીએ છીએ કે કલાકાર છે, કોમેડિયન છે, સમાજ સેવા કરે છે, કોમેડી વિડીયો બનાવે છે, યુટ્યુબર પણ છે. અનેક એવા તથ્યો છે જે જાણવા જરૂરી છે, જે જાણવામાં આપણને રસ છે. વચ્ચે વાત એ પણ તો આવેલી ને કે ખજૂરભાઈ રાજનીતિમાં જોડાવાના છે. તમામના દિલ દિમાગ પર સવાલ છે, કયા પક્ષમાં જોડાવાના છે, ક્યારે જોડાવાના છે? આવા અનેક સવાલો તમારા વતી, તમારા આ રોનક પટેલે ખજૂરભાઈને પૂછ્યા છે. ખજૂરભાઈના જીવનનું પહેલું પોડકાસ્ટ આવતા રવિવારે સાડા ત્રણ વાગે એબીપી અસ્મિતાના ટેલિવિઝન સ્ક્રીન ઉપર જોવા મળશે, સાથે જ એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલ પર પણ જોવા મળશે. એક ઝલક જોઈ લો ખાલી એની. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. પોતાના મનગમતા કલાકાર વિશે જાણવાની ઈચ્છા હરેક ચાહકની હોય છે અને મેં મારા જીવનમાં ક્યારેય પોડકાસ્ટ ઇન્ટરવ્યુ કોઈ સાથે નથી કર્યું. આમ તો તમે કહી શકો કે મારા જીવનનું આ પહેલું પોડકાસ્ટ, એટલે મારા જીવનનું આ પહેલું પોડકાસ્ટ ઇન્ટરવ્યુ રોનકભાઈ સાથે કરવા જઈ રહ્યો છું. નિતિનભાઈના ગમતી રાજકીય પાર્ટી એબીપી અસ્મિતા, રવિવારે બપોરે સાડા ત્રણ વાગે, એટલે જે પણ મારા ચાહકો છે, મારા વિશે જાણવું હોય, તો તમે એબીપી અસ્મિતામાં આ રવિવારે બપોરે સાડા ત્રણ વાગે જોઈ શકશો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.