Hun To Bolish : હું તો બોલીશ : બંધારણનું પાલન નહીં, તો સમાજની બહાર
Hun To Bolish : હું તો બોલીશ : બંધારણનું પાલન નહીં, તો સમાજની બહાર
બનાસકાંઠાના ડીસાના જાબડીયામાં ઠાકોર સમાજના બંધારણ તોડનાર ત્રણ લોકોને નાત બહાર કરવાનો નિર્ણય કરાયો... લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાને લઈને લહેરાજી ઠાકોર, કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરને એક વર્ષ માટે સમાજમાંથી બહાર કરવામાં આવ્યા.. આ ત્રણેય પરિવારને સહકાર આપનારને પણ દોષિત ગણવામાં આવશે તેવો ઠાકોર સમાજે નિર્ણય કર્યો... આ ત્રણેય પરિવારને કોઈપણ પ્રકારનો સામાજિક, આર્થિક કે ધંધાકીય સહકાર આપવામાં આવશે નહીં.. સમાજના સભ્યોને ગબ્બર અને અર્જૂન ઠાકોરને સોશલ મીડિયા પ્લેટફોર્મ પર અનફોલો કરવાની અપીલ કરી...
ઠાકોર સમાજે કરેલા નિર્ણયનો અર્જૂન ઠાકોર અને ગબ્બર ઠાકારે પણ વિરોધ કર્યો.. આખુ ગામ તેમના સમર્થનમાં હોવાનું કહીને એક બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો.. બેઠકમાં ન બોલાવવાનો અને ખોટો નિર્ણય લઈને ડીજે સંચાલકોની રોજગારી પર તરાપ મારી હોવાનો આરોપ લગાવ્યો.. સાથે જ સમાજના આ નિર્ણયને ખોટો ગણાવીને ડીજે તો વાગશે જ તેવો હુંકાર પણ કર્યો..






















