શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ગઈકાલે રાત્રે લગભગ લગભગ આ જ સમયે જામનગરના ટાઉનહોલમાં યોજાયેલા આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાયું....ઈટાલિયા ભાષણ આપી રહ્યા છે તેની સાથે મંચ પર બેઠેલા વ્યક્તિઓમાંથી કેટલાક એક બે દિવસ પહેલા કોંગ્રેસમાંથી જોડાયેલા નેતાઓ પણ છે....મંચની નીચે એક વ્યક્તિ અલગ રોમાં બેઠેલો છે....એ ખુલ્લું પડેલું જૂતું ઉપાડી ગોપાલ ઈટાલિયા પર સીધું ઘા કરે છે....આમ આદમી પાર્ટીના સમર્થકો આ વ્યક્તિને પકડી લે છે....પોલીસ પણ તેને પકડે છે....અફરાતફરીનો માહોલ થાય છે....આ જ દરમિયાન ગોપાલ ઈટાલિયા પ્રવચન ચાલું રાખે છે....અને આ ભાજપના કહેવાથી પોલીસે આયોજિત કરેલું કરતૂત ગણાવી આરોપ લગાવે છે....આવો સાંભળી જોઈ લઈએ અવાજ સાથેની તસ્વીર

ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાયાના સમાચાર વહેતા થતા જ સોશલ મીડિયા પર 2 માર્ચ 2017નો એ વીડિયો વાયરલ થાય છે જેમાં ગોપાલ ઈટાલિયા તત્કાલિન ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વિધાનસભા પરિસરમાં પત્રકાર પરિષદ કરતા હતા....તે જ સમયે જૂતું માર્યું હતું....કેટલાક લોકોએ કહ્યું જેવી કરણી તેવી ભરણી....જોઈ લઈએ તે સમયના દ્રષ્યો...
-----------------
ગોપાલ ઈટાલિયા પર જે વ્યક્તિએ જૂતું માર્યું તે વ્યક્તિનો વીડિયો સંદેશ વહેતો થયો જેમાં તેણે પ્રદિપસિંહ જાડેજા પર ગોપાલ ઈટાલિયાએ ફેકેલા જૂતાનો બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું....

આ દરમિયાન એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે, જૂતું ફેંકનાર વ્યક્તિ કોંગ્રેસનો જામનગરનો સ્થાનિક કાર્યકર્તા છત્રપાલસિંહ જાડેજા છે....છત્રપાલસિંહના સોશલ મીડિયા પ્રોફાઈલમાં પણ તે જામનગર શહેર મંત્રી હોવાનો દાવો પણ કરે છે....જો કે, આ જ મુદ્દે આમ આદમી પાર્ટી તરફથી આરોપ લગાવાયો કે, આ કોંગ્રેસ અને ભાજપનું સંયુક્ત કૃત્ય છે....જૂતાકાંડની ગૂંજ તરત દિલ્લી પહોંચી ગઈ....અને અરવિંદ કેજરીવાલે સોશલ મીડિયા પોસ્ટ કરી...કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાવ્યા....ગુજરાતમાં AAPની લોકપ્રિયતાએ BJP અને કોંગ્રેસને હચમચાવી દીધા છે...અમે ભાજપની નિષ્ફળતા પર સવાલ ઉઠાવીએ તો કોંગ્રેસને દર્દ થાય છે...કેમ ?...ગોપાલ પર હુમલો દર્શાવે છે કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સાથે મળી AAP વિરુદ્ધ લડી રહ્યા છે...AAPના નેતા ન ડરે છે, ન ઝૂકે છે....

અરવિંદ કેજરીવાલે શરૂ કરેલા સોશલ વોર પર કોંગ્રેસના અમિત ચાવડાએ સોશલ મીડિયા પર જ પલટવાર કર્યો અને આમ આદમી પર પ્રહાર કર્યા...સાથે જ જૂતું મારનારો છત્રપાલસિંહની આમ આદમી પાર્ટીના હેમંત ખવા સાથેની પોસ્ટ પણ વાયરલ કરી....છળ, છેતરપિંડી અને વિશ્વાસઘાતને આમ આદમી પાર્ટીના લક્ષણો ગણાવ્યા...એટલું જ નહીં, જૂતા ફેંકવાની સંસ્કૃતિ બીજેપી અને આપનું હોવાનું જણાવ્યું....સાથે જ જૂતું ફેંકનાર વ્યક્તિને આપની ટિકીટ મળી જતી હોવાનો પણ આરોપ લગાવ્યો....
-----------------
પટ્ટાવાળી 

જો કે, આ અગાઉ ગોપાલ ઈટાલિયાએ પોતે જ પોતાના પર પટ્ટાવાળી કરેલી...ગત જાન્યુઆરી મહિનામાં અમરેલીમાં પાટીદાર દીકરીની પોલીસે ધરપકડ કરી હતી....આ મુદ્દે સુરતના મીની બજારમાં આમ આદમી પાર્ટીની જાહેરસભા યોજાઈ....જે સભામાં ગોપાલ ઈટાલિયાએ પોતાના પર જ પટ્ટાવાળી કરી અને કહ્યું હતું કે,  ગુજરાતના લોકોનો આત્મા જગાડવા આવ્યો છું....અનેક ગુનાની ઘટનામાં લડાઈ લડ્યા....પરંતુ ન્યાય ન અપાવી શક્યા....અને તેની માફી માગતા માગતા ઈટાલિયાએ સ્ટેજ પર પોતાને જ પટ્ટાથી માર માર્યો હતો...
-----------------
ગોપાલ ઈટાલિયાએ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે મૃતકો માટે જાહેર કરેલી સહાયનો હવાલો આપી સરકાર પર ઓક્ટોબર મહિનામાં પ્રહાર કર્યા હતા...અને ત્યાં સુધી કહી દીધું હતું કે, સહાયના 4-4 લાખ રૂપિયા આપી મજાક કરો છો....તો સરકારના કેબિનેટ મંત્રીને મને થપ્પડ મારવા દો તો હું 10 લાખ રૂપિયા આપીશ....

થપ્પડકાંડ

એપ્રિલ 2019માં થપ્પડકાંડ સામે આવ્યો હતો....જાહેર સભામાં હાર્દિક પટેલને એક વ્યક્તિએ થપ્પડ મારી હતી....હાર્દિક પટેલ ત્યારે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા....સુરેન્દ્રનગરમાં જન આક્રોશ રેલીને સંબોધન કરી રહ્યા હતા...તે દરમિયાન એક યુવકે સ્ટેજ પર આવી થપ્પડ મારી દીધી....યુવકે થપ્પડ મારવા પાછળનું કારણ કહ્યું હતું કે, હાર્દિક પટેલ વારંવાર ગુજરાત બંધ અને રસ્તા બંધ કરાવતા હતા...પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે તેમની પત્ની પ્રેગ્નેટ હતી અને તેમને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો...આમ અંગત કારણોના લીધે તરૂણ ગજ્જર નામના શખ્સે ભરેલી સભામાં હાર્દિકને થપ્પડ મારી હતી....
--------------------
શાહીકાંડ

નવેમ્બર 2022માં શાહી કાંડ સામે આવ્યો હતો....કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી પર કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર જ કાળી શાહી ફેંકવામાં આવી હતી...કારણ એ હતું કે, 2022ની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરતા વિરોધનો સૂર ઉઠ્યો....અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદારી કરનાર રશ્મિકાંત સુથારને ટિકિટ ના મળતા તેમના પુત્ર રોનીલ સુથારે ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકી વિરોધ દર્શાવ્યો....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Embed widget