Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા ફેંક' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા ફેંક' રાજનીતિ
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી એકવાર થયો જુતુ ફેંકવાનો પ્રયાસ....16 જાન્યુઆરીએ જૂનાગઢ જિલ્લાના ગડુ ગામે રાત્રે ખેડૂત સન્માન સભામાં અચાનક માહોલ ગરમાયો.. ગોપાલ ઈટાલિયા સંબોધન કરી રહ્યા હતા.. ત્યારે જ અજાણ્યા શખ્સે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો.. જો કે, આ ઘટના બનતાની સાથે જ ત્યાં હાજર રહેલા કાર્યકર્તાઓ અને પોલીસ સ્ટાફે તાત્કાલિક એ વ્યક્તિને દબોચી લીધો....જો કે જ્યારે આ વ્યક્તિને પકડવામાં આવ્યો ત્યારે ગોપાલ ઈટાલિયા શું કહેતા સાંભળવા મળ્યા જોઈ લો....
------------------
ઘટના અંગે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ શાબ્દિક પ્રહાર કરીને ભાજપ પર અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવ્યો...સાથે કહ્યું 30 વર્ષની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ હુમલા કરાવે છે....
-------------------
ગોપાલ ઈટાલિયાના આરોપ પર ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું કે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે....
=============
જામનગર જૂતા ફેંક
ગત 5 ડિસેમ્બરે જામનગરના ટાઉનહોલમાં યોજાયેલા આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાયું હતું....ઈટાલિયા ભાષણ આપી રહ્યા હતા અને કોંગ્રેસના કાર્યકર્તા છત્રપાલસિંહ જાડેજાએ જૂતું ફેંક્યું....ત્યારે પણ તેમણે આ ઘટનાને ભાજપના કહેવાથી પોલીસે આયોજિત કરેલી કરતૂત ગણાવી હતી....જો કે, આ મુદ્દે જૂતું ફેંકનાર છત્રપાલસિંહે સ્પષ્ટતા કરી હતી કે, તેમણે આ કૃત્ય પોલીસ કે રાજકીય ઈશારે નહોતું કર્યું....ગોપાલ ઈટાલિયાએ જે તે વખતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જુતુ ફેંક્યુ હતું તેનો ગુસ્સો હતો અને તેમના પર જૂતું ફેંક્યું હતું....
=============
ગોપાલ થપ્પડ મારવા દો
ગોપાલ ઈટાલિયાએ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે મૃતકો માટે જાહેર કરેલી સહાયનો હવાલો આપી સરકાર પર ઓક્ટોબર મહિનામાં પ્રહાર કર્યા હતા...અને ત્યાં સુધી કહી દીધું હતું કે, સહાયના 4-4 લાખ રૂપિયા આપી મજાક કરો છો....તો સરકારના કેબિનેટ મંત્રીને મને થપ્પડ મારવા દો તો હું 10 લાખ રૂપિયા આપીશ....
=============
ગોપાલ પટ્ટાવાળી
જો કે, આ અગાઉ ગોપાલ ઈટાલિયાએ પોતે જ પોતાના પર પટ્ટાવાળી કરેલી...ગત જાન્યુઆરી મહિનામાં અમરેલીમાં પાટીદાર દીકરીની પોલીસે ધરપકડ કરી હતી....આ મુદ્દે સુરતના મીની બજારમાં આમ આદમી પાર્ટીની જાહેરસભા યોજાઈ....જે સભામાં ગોપાલ ઈટાલિયાએ પોતાના પર જ પટ્ટાવાળી કરી અને કહ્યું હતું કે, ગુજરાતના લોકોનો આત્મા જગાડવા આવ્યો છું....અનેક ગુનાની ઘટનામાં લડાઈ લડ્યા....પરંતુ ન્યાય ન અપાવી શક્યા....અને તેની માફી માગતા માગતા ઈટાલિયાએ સ્ટેજ પર પોતાને જ પટ્ટાથી માર માર્યો હતો...