શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી

બનાસકાંઠા આવાસ 

બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાએ પ્રજાના પૈસા વેડફી માર્યા....વર્ષ 2016માં ભાજપ શાસિત પાલિકાએ રાજીવ આવાસ યોજના અંતર્ગત 45.37 કરોડના ખર્ચે 1 હજાર 392 મકાનો તૈયાર કર્યા...પણ પ્રશાસનની બેદરકારીના પાપે 45 કરોડ 37 લાખના આવાસ ખંડેર બની ગયા....પહેલા તો પાલનપુર પાલિકાએ શહેરી વિસ્તારમાં આવાસ તૈયાર કરવાના બદલે શહેરની બાજુમાં ગ્રામિણ વિસ્તારમાં ગૌચરની જમીન પર આવાસો બનાવી દીધા....અને એ પણ પરવાનગી લીધા વગર... પાલિકાએ હરીપુરા વિસ્તારમાં આવાસ બનાવવાની પરવાનગી લીધી હતી .. અને બનાવી માર્યા સદરપુરા ગામની ગૌચર જમીન પર.. સૂત્રોના મતે આ ગૌચરની જમીન પાલનપુર શહેરના ગંદા પાણીના નિકાલ માટે ફાળવવામાં આવી હતી... પણ પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર બનાવી દેવાયા આવાસો...અને 9 વર્ષથી વિવાદોના કારણે આ આવાસો ધૂળ ખાઈ રહ્યા છે....શાસકો બદલાયા પણ સમસ્યા ન બદલાઈ અને એક પણ લાભાર્થીને આવાસનો લાભ પણ ન મળ્યો...પાલનપુર નગરપાલિકાના વર્તમાન ચીફ ઓફિસરના મતે આવાસ યોજના સરકારના ધારા ધોરણ મુજબ બનાવવામાં આવી છે.. હાલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મેળવવાની કામગીરી હાથ ધરી છે....સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મળી ગયા બાદ ફિનિશિંગ કરી આ આવાસ ફાળવી દેવાશે...હવે સવાલ એ છે કે, સરકારી ધારા ધોરણ મુજબ આવાસ બન્યા હોય તો 9 વર્ષથી કોના મૂહુર્તની રાહ જોવાતી હતી....
============
બનાસકાંઠા ST ક્વાટર્સ

હવે વાત કરી લઈએ ઉત્તર ગુજરાતના સૌથી મોટા પાલનપુર બસપોર્ટ નજીક ધૂળ ખાતા ST ક્વાટર્સની....ગુજરાત વાહન વ્યવહાર વિભાગે એસટી કર્મચારીઓ તેમજ અધિકારીઓને રહેવાની સુવિધા મળે તે હેતુથી પાલનપુર નવા બસ સ્ટેન્ડ નજીક વર્ષ 2022માં 152 જેટલા ST ક્વાર્ટર બનાવ્યા...જેને ત્રણથી ચાર વર્ષ જેટલો સમય વીતી જવા છતાં આ ક્વાર્ટર આજદિન સુધી કર્મચારીઓને ફાળવવામાં નથી આવ્યા...જેને કારણે એસટીના કર્મચારીઓ અન્ય વિસ્તારોમાં ભાડાના મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે....તો બીજી તરફ ક્વાર્ટર પડ્યા રહેવાને કારણે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા છે....ખાલી દારૂ-બિયરની બોટલો પડેલી જોવા મળી રહી છે....આ મુદ્દે બનાસકાંઠા એસટી વિભાગના અધિકારી જે.એસ. સોલંકીનું કહેવું છે કે, 2022માં આવાસનું સિવિલ કામ પૂર્ણ થઈ ગયું હતું...પરંતુ ત્યારબાદ ફાયર NOC, ગટર લાઈન સહિતની વિવિધ પરમિશન માટે રાહ જોવાઈ રહી હતી....આ તમામ મંજૂરીઓ બિલ્ડરને નવેમ્બર 2025માં મળી ગઈ છે....હવે બાકી રહેલું નાનું-મોટું કામ પૂર્ણ કરીને બિલ્ડર આવાસનો કબજો સોંપશે....સમગ્ર પ્રક્રિયામાં હજુ અંદાજે એક મહિના જેટલો સમય લાગી શકે છે, ત્યારબાદ એસટી કર્મચારીઓને આ ક્વાર્ટર ફાળવવાની કાર્યવાહી હાથ ધરાશે.... 
============
આણંદ આવાસ 

આણંદનો સલાટીયા વિસ્તાર....અહીં વર્ષ 2013-14માં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ અંદાજે 10થી 12 કરોડ રૂપિયાના ખર્ચે 308 આવાસ બનાવવામાં આવ્યા હતા...પરંતુ ઈજનેર અને નિષ્ણાતોની તપાસ,તથા કેટલીક તકનીકી ખામીઓના કારણે આ આવાસો છેલ્લા 10 વર્ષોથી બિનઉપયોગી હાલતમાં ખાલી પડ્યા છે…તો બીજી તરફ મહાનગરપાલિકાએ ટીપી-10 વિસ્તારમાં આવેલી તલાવડી પાસેની વસાહતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મકાન ખાલી કરવાની નોટીસ પાઠવી છે....ત્યારે બેઘર થનારા ગરીબ પરિવારોને આ આવાસોનો લાભ મળી શકશે કે નહીં તે સવાલ છે....
============
ખેડા પાર્કિંગ શોપિંગ સેન્ટર 

પ્રશાસનના પાપે ડાકોરમાં આધુનિક પાર્કિંગ અને શોપિંગ સેંટર ખાઈ રહ્યું છે ધૂળ....ગુજરાત પ્રવાસન વિભાગે 2015-16માં આશરે 16 કરોડના ખર્ચે ડાકોર મંદિરથી માત્ર 250 મીટર દૂર આધુનિક પાર્કિંગ બનાવ્યું હતું...પહેલા 6 મહિના આ પાર્કિંગ કોન્ટ્રાક્ટર મારફતે ચલાવવામાં આવ્યું...પરંતુ એકા એક કોન્ટ્રાક્ટરે આ પાર્કિંગ બંધ કરી દીધું...જેના કારણે ડાકોર મંદિર આવતા શ્રદ્ધાળુઓ રૂપિયા ખર્ચી પાર્ક કરવા મજબૂર બન્યા....આ મુદ્દે ઠાસરા પ્રાંત અધિકારીનું કહેવું છે કે, પ્રાઇવેટ પાર્કિંગને લઈ અહીં કોઈપણ પાર્કિંગ માટે ટેન્ડર ભરવા તૈયાર નથી...અગાઉ ત્રણ વખત આ પાર્કિંગનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું હવે ચોથી વખત ટેન્ડર બહાર પડાયું છે....તો બીજી તરફ શોપિંગ સેન્ટરનું ટેન્ડર બહાર ન પડાતા ધૂળ ખાઈ રહ્યું છે...લોકો રોજગારી માટે દબાણ કરી બહાર લારી-ગલ્લા ઉભા રાખે છે ત્યારે આ શોપિંગ સેન્ટરમાં 32 કરતા વધુ દૂકાનો આવેલી છે જે ધૂળ ખાઈ રહી છે....હવે શોપિંગ સેન્ટરનું ટેન્ડર ક્યારે બહાર પડાશે..અને ક્યારે શરૂ થશે તેને લઈને સવાલ છે....
============
સુરત સ્પોર્ટસ કોમ્પલેક્સ

રાજ્ય અને કેન્દ્રની ગ્રાન્ટમાંથી વિકાસ કાર્યો કરી સુરત મહાપાલિકા આવકના નવા સ્ત્રોત ઉભા કરવાના ભલે દાવા કરે પરંતું સ્થિતિ વિપરીત છે..... કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટ પર યોગ્ય દેખરેખના અભાવે પાલિકાને આવક ગુમાવવાની સાથોસાથ મેઈન્ટેનન્સનો વધારાનો બોજ પણ સહન કરવો પડી રહ્યો છે...દ્રશ્યો જોજો, વરાછા ઝોનમાં સ્મીમેર હોસ્પિટલની પાછળ આવેલું આ છે સરદાર સ્પોર્ટસ કોમ્પલેક્ષ...પાંચ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ છેલ્લા બે વર્ષથી છે બંધ હાલતમાં છે... લાંબા સમયથી ઉપયોગ ન થવાના કારણે સંકુલની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થાય છે.....હાલ તો આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય તેવા હાલ છે.... સુરતના શહેરીજનોને રમત-ગમતની સાથોસાથ આરોગ્ય સુવિધાઓ મળી તે માટે કોમ્પેલક્ષનું સંચાલન PPP ધોરણે એમપી ફિટનેસ ક્લબને સોંપાયું હતું.. જોકે કોન્ટ્રાકટ પૂર્ણ થાય તે પહેલા જ પાલિકા અને કોન્ટ્રાકટ એજન્સી વચ્ચે મિલકતવેરા અને પાણીના બિલની ચૂકવણી મુદ્દે વિવાદ થતા એજન્સીએ સંચાલન છોડી દીધું.... હાલ તો મનપાએ બાકી ટેક્સની વસૂલાત માટે પ્રયાસ શરૂ કર્યા... 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'બાપુ' મોડા કેમ જાગ્યા ?
Hun To Bolish | હું તો બોલીશ | 'બાપુ' મોડા કેમ જાગ્યા ?
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'બાપુ' મોડા કેમ જાગ્યા ?
Hun To Bolish | હું તો બોલીશ | ગાય, ભેંસનું નહીં, યુરિયાનું દૂધ
Rivaba Jadeja: મંત્રી રિવાબા જાડેજા બાળકો સાથે ખો-ખો રમ્યા, વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન લીધું
Shankersinh Vaghela: સાણંદમાં દારૂની મહેફિલ પર દરોડા મુદ્દે શંકરસિંહના બેબાક બોલ
Bagdana Assault Case: નવનીત બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીરને મળ્યા જામીન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
T20 WC 2026: સૂર્યાની કેપ્ટન ઇનિંગ્સ અને સિરાજનો તરખાટ; ભારતે USA ને 29 રનથી હરાવ્યું
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
Rajkot News: રાજકોટમાં 'હું નથુરામ ગોડસે' નાટકમાં તોડફોડ; કોંગ્રેસે શો અટકાવ્યો, 40 કાર્યકરોની અટકાયત
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs USA: સૂર્યકુમાર યાદવે અમેરિકાને બોલરને એવો ધોયો કે 19 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
હરિયાણાના ‘સૂરજકુંડ મેળામાં' રાઈડ ધડામ દઈને નીચે પડી, પોલીસ ઇન્સ્પેક્ટરનું મોત, 15 ઘાયલ; જુઓ લાઈવ Video
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
કાજુ ખરીદતા પહેલા આ 4 બાબતો તપાસજો! અમદાવાદમાં 3000 કીલો સડેલો જથ્થો પકડાયા બાદ ફૂડ વિભાગની સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! 8માં પગાર પંચની વેબસાઈટ લોન્ચ, પગાર વધારા માટે માંગ્યા સૂચનો
Owaisi vs Himanta:
Owaisi vs Himanta: "તમે 2 રૂપિયાના ભિખારી છો..." મંચ પરથી સિક્કો ઉછાળી ઓવૈસીનો આસામ CM પર કર્યા આકરા પ્રહાર
IND vs USA: બુમરાહને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કર્યો ખુલાસો
IND vs USA: બુમરાહને ટીમમાં કેમ ન મળ્યું સ્થાન? સૂર્યકુમાર યાદવે ટોસ સમયે કર્યો ખુલાસો
Embed widget