Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભાંજગડ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભાંજગડ?
ડભોઈ APMCની ચૂંટણી શું આવી....વડોદરા જિલ્લા ભાજપમાં પણ શરૂ થઈ ગઈ ભાંજગડ...10 નવેમ્બરે ડભોઈ APMCની 16 બેઠકો માટેની ચૂંટણી થવાની છે...બીજેપી દર વખતની જેમ અહીંયા પણ મેન્ડેટ પ્રથા પ્રમાણે મેન્ડેટ મોકલાવ્યું...પણે મેન્ડેટની સામે પણ કેટલાક લોકોએ ઉમેદવારી નોંધાવી...અને સ્વાભાવિક રીતે જ ભાજપ સમર્થકો પણ હશે...કદાચ એ જ કારણ છે ગૂંચવણતામાં પડશે...પણ ભાંજગડ કંઈ હદ સુધી પહોંચે છે તે જુઓ તમે...કાર્યક્રમ છે દિવાળીના સ્નેહ મિલનનો...કાર્યકર્તાઓનું સ્નેહ મિલન...ત્યાં સ્નેહની વાત થવી જોઈએ ને...પણ સ્નેહની વાત નથી થતી...અહીં જુઓ સતત બે ટર્મથી ડભોઈ બેઠક પરથી જીતતા આવતા ભાજપના જ નેતા અને ધારાસભ્ય એવા શૈલેષભાઈ મહેતા...સ્નેહ મિલનમાં શૈલેષભાઈએ કહી દીધું કે, આપણા પક્ષમાં કેટલાક લોકો પાડવા માટે ફરે છે..કેટલાક લોકો ગદ્દારી કરી રહ્યા છે...કોણ કોણ છે, અને પાર્ટી વિરુદ્ધ કોણ કામ કરે છે તેમના નામ પણ તેમની જોડે છે...વાત એટલે નથી અટકતી શૈલેષભાઈ તો એ પણ કહી દીધું કે ગમે તેટલી સડીઓ કરો 2032 સુધી તો હું જ ધારાસભ્ય છું....સાંભળી લઈએ ને શૈલેષભાઈને એકવાર...
સાંભળ્યા શૈલેષભાઈને...હવે શૈલેષભાઈ તમે તમારા પક્ષની સો ટકા વાત હશે...અમે નથી જાણતા તમારા પક્ષે તમને ગેરંટી આપી કે નથી આપી.... કે 27ની ચૂંટણી આવશે એટલે તમને ટિકીટ મળશે કે નહીં મળે...પણ તમારો પક્ષ જાણું છું કે, તમને તો ભરોસો છે તમારા પક્ષની પાર્લામેન્ટ્રી બોર્ડ હોય આ બધુ હોય...પણ તમને ભરોસો છે એટલે કોઈકે તો વચન આપ્યું હશે....તો જ તમે કેતા હોય ને...પણ તમે ટિકિટ સુધી કહો તો બરોબર છે...તમને એવું તો કોણે કહી દીધું કે તમે જ ધારાસભ્ય રહેશો...ઉમેદવાર બનો પણ જનતા પર તો થોડું છોડો...તમારા પક્ષનું જે પણ હોય મેન્ડેટ હોય જે હોય તે...
હવે જુઓ એક બાજુ આ આવું કહી રહ્યા હતા..એ જ રીતે તેમના જિલ્લા ભાજપના પ્રમુખ એ આજ જિલ્લાની અંદર પેલા છેડે એટલે, ડબકા અને જાસપુરના સ્નેહમિલન કાર્યક્રમમાં કહી રહ્યા હતા કે, APMC સમરસ ન થાય તેવા કેટલાક લોકોના પ્રયાસ છે....પાર્ટીના કાર્યકર્તાને કેટલાક લોકો ગેરમાર્ગે દોરે છે....ભાજપના જ કોઈ નેતા ખેલ પાડતા હોવાનો તેમણે સંકેત કર્યો....તેમને જ સાંભળી લઈએ...
સાંભળ્યા...વડોદરા જિલ્લાના અધ્યક્ષ સાહેબ છે....સવાલ એ છે કે, કંઈકના કંઈક તો ગડબડી છે....એટલે જ લાગ્યું પ્રમુખ જોડે તો વાત કરવી પડે આપણે...રાજકીય પક્ષ છે, જિલ્લા પ્રમુખ છે...તે પણ જાણે છે કે, અહીં ખેલ તો કંઈક છે...આવો તેમને જ સાંભળી લઈએ ને...આપણે શું કરવા કહીએ તેમના પક્ષમાં શું હોય...આપણ ને શું ખબર પડે કે તેમના પક્ષમાં શું ભાંજગડ ચાલતી હોય તે..હવે પ્રમુખ સાહેબને સાંભળી લઈએ
===============
અમરેલી જિલ્લાની ભાજપ શાસિત ચલાલા નગરપાલિકા...જ્યાં ભાજપના જ 20 સભ્યોએ પ્રમુખ નયનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી..ચલાલા પાલિકાના સભ્યોની અવગણના, ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર, અસભ્ય વાણી વર્તન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો...કાઉન્સિલરોએ પ્રમુખને નિયમો અનુસાર 15 દિવસની અંદર ચલાલા નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવા માટે અલ્ટીમેટમ આપ્યું....અને જો સભા નહીં બોલાવવામાં આવે તો અધિકારીઓ પાસે આગળની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી...આવો સાંભળી લઈએ, અવિશ્વાસની દરખાસ્ત મૂકનાર મુક્તાબેન પરમારનું શું કહેવું છે અને સ્થાનિક ધારાસભ્ય જે.વી કાકડિયાનું શું કહેવું છે...
===============
મહીસાગર
ભાજપ શાસિત મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકામાં ભાજપનો આંતરિક જુથવાદ સામે આવ્યો...ભાજપના જ 11 સભ્યોએ પાલિકાના પ્રમુખ કીર્તિ પટેલ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા...સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં જર્જરિત સ્વિમિંગ પુલમાં 40 લાખ 69 હજાર જેટલી રકમ પાલિકા પ્રમુખ કીર્તિ પટેલે કોન્ટ્રાક્ટર સાથે મળી ઉપાડી લીધી હોવાનો આરોપ લાગ્યો..પાલિકાના સભ્યોએ લેખિતમાં રજૂઆત કરતા કહ્યું કે, અગાઉ લુણાવાડાના આઝાદ મેદાનમાં અંદાજે 1 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં કોન્ટ્રાક્ટરે સ્વીમીંગ પુલ બનાવ્યો હતો...અને તેના પૈસા પણ ચૂકવી દેવામાં આવ્યા હતા....હવે તે સ્વીમીંગ પુલ ચાલુ કરવાના નામે ટેન્ડર પાડી અને માત્ર પાઈપો અને નાની મોટરો નાખવાના નામે 40 લાખ 69 હજાર રૂપિયાની રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી...દિવાળી પહેલા LED અને ટાઈમર સ્વિચમાં પણ કૌભાંડ બહાર આવ્યું હતું...તેમાં પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આરોપ પ્રમુખ પર લાગ્યો હતો...નારાજ સભ્યોએ માત્ર આક્ષેપો જ નથી કર્યા,પરંતુ ટેન્ડર સહિતના લેખિત પુરાવાઓ સાથે આ ભ્રષ્ટાચારની રજૂઆત ભાજપના મોવડી મંડળ તેમજ શહેર પ્રમુખને કરી...આ ઘટનાથી લુણાવાડા ભાજપમાં ભારે ગરમાવો આવ્યો છે....આ મુદ્દે આરોપ પ્રત્યારોપ સાંભળી લઈએ





















