Hun To Bolish : હું તો બોલીશ : તમાશો
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો
અલ્પેશ કથિરીયા મારામારી
PAAS નેતા અલ્પેશ કથિરીયા ફરી વિવાદમાં આવ્યા છે...પોલીસની હાજરીમાં જ તેમણે મારામારી કર્યાનો આરોપ લાગ્યો છે...વાત એમ છે કે, ભરતનગર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવક ચંદ્રેશ ભાલિયા 14 જાન્યુઆરીએ તેના બે મિત્રો સાથે પતંગની ખરીદી કરવા નીકળ્યો હતો...તેઓ કિરણ ચોક પાસે આવેલા પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ પર પહોંચ્યા હતા....ખરીદી દરમિયાન પતંગના ભાવ તાલ બાબતે ગ્રાહક ચંદ્રશ અને સ્ટોલ સંચાલક એટલે કે અલ્પેશ કથિરીયાના ભાઈ વચ્ચે રકઝક થઈ...આ સામાન્ય બોલાચાલી ઝઘડામાં ફેરવાઈ ગઈ...અલ્પેશ કથિરીયાના ભાઈએ અલ્પેશ કથિરીયાને સ્થળ પર બોલાવ્યા...આરોપ મુજબ, અલ્પેશ કથિરીયા ત્યાં પહોંચતા જ મામલો વધુ ગંભીર બન્યો...અલ્પેશ કથિરીયા, તેના ભાઈ સહિત ત્રણ શખ્સોએ ચંદ્રેશ ભાલીયા અને તેના મિત્રોને અપશબ્દો બોલીને માર માર્યો....સરથાણા પોલીસે પણ ચંદ્રેશ ભાલીયાની ફરિયાદના આધારે અલ્પેશ કથિરીયા, તેના ભાઈ સહિત કુલ ત્રણ શખ્સો વિરૂદ્ધ BNSની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો....સાથે જ સીસીટીવી ફુટેજ અને આસપાસના સાક્ષીઓના નિવેદનોના આધારે આગળની તપાસ શરૂ કરી છે....
----------------
લીંબડી મારામારી
સુરેન્દ્રનગરના લીંબડીમાં યુવકની સરા જાહેર હત્યા થઈ....જુના બસ સ્ટેન્ડ પાસે પાંચથી છ જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના વાર કરીને યુવકને મોતને ઘાટ ઉતારી નાંખ્યો.. મંગળવારે બનેલી આ ઘટનાના દ્રશ્યો પણ વાયરલ થયા....દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, પાંચથી છ જેટલા શખ્સો છરી, ધોકા જેવા હથિયારોથી એક યુવક સાથે મારામારી કરી રહ્યા છે....ઢોર માર મારતા હિતેશ સરેલા નામનો યુવક ગંભીર ઈજાગ્રસ્ત થયો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.....ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને 6 આરોપીઓની ધરપકડ કરી છે....અને આરોપીનું રિકંસ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું...
----------------
જૂનાગઢમાં અસામાજિક તત્વો બન્યા બેફામ....ક્રાઈમબ્રાંચ પોલીસ સ્ટેશનની સામે જ બે લુખ્ખાઓએ આતંક મચાવી દીધો....પેટ્રોલ પમ્પ પર સ્કૂટર સાથે થોડી રિક્ષા શું અડી ગઈ...બે લુખ્ખાઓેએ ધોકાથી રિક્ષા ચાલકને જ ઢીબી નાંખ્યો.. નદીમ હિંગોરા નામના રિક્ષા ચાલકને ઢોર માર મારીને દાદાગીરી કરી.. પેટ્રોલ પમ્પ પર હાજર કર્મચારીઓેએ રોકવાનો પ્રયાસ કર્યો.. પણ લુખ્ખાઓ તો રિક્ષા ચાલક પર ધોકાથી વાર પર વાર કરતા રહ્યા.. ઢોર માર મારતા ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.. તો પોલીસે નવાઝ પઠાણ અને સુલતાન કટારીયા નામના બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી....
----------------
8 જાન્યુઆરીએ જમીન વિવાદમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો....મોડી રાત્રે અસામાજિક તત્વોએ જમીન ખાલી કરાવવા માટે હુમલો કરીને વેપારીને ઈજાગ્રસ્ત કર્યો....કોર્ટના હુકમના વિરોધમાં જમીન ખાલી કરાવવા માટે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો આતંક મચાવતા હોવાની વેપારીઓની ફરિયાદ છે....અગાઉ પણ ગુંડાતત્વોએ જેસીબીની મદદથી ત્રણ જેટલી દુકાનોમાં તોડફોડ કરી હોવાનો સ્થાનિક વેપારીઓએ આરોપ લગાવ્યો હતો....
----------------
9 જાન્યુઆરી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અસામાજીક તત્વોએ યુવકને જાહેરમાં માર્યો માર....છ્યા વગર બેઝમેન્ટમાં કેમ ગયો કહીને આકાશ ઠક્કર, હિરેન સોલંકી અને ક્રિષ્ના બોરાણાએ મયંક નામના યુવકને લાતો અને ઘુસાથી માર માર્યો....આટલેથી ન અટકતા આરોપીઓએ યુવકનું ટી-શર્ટ ખેંચીને રસ્તા પર ઢસડીને માર માર્યો.. યુવકની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે આકાશ ઠક્કર અને તેના બે મિત્રોની ધરપકડ કરી હતી.....
----------------
9 જાન્યુઆરીએ સુરતના અમરોલીની કોલેજમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો.....જે.ઝેડ.શાહ કોલેજના કેમ્પસમાં ઘુસી અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારોથી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો....અસામાજિક તત્વોએ કરેલા હુમલામાં એક વિદ્યાર્થીને માથા અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી....અસામાજિક તત્વોએ કોલેજ કેમ્પસમાં ઘુસી આવી દાદાગીરી કરતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો....
----------------
7 જાન્યુઆરીએ સુરત જિલ્લાના પીપોદરા ગામમાં હિંસક મારામારી થઈ....સંભાળીને બાઈક ચલાવવાનું કહેતા જ મારામારી થઈ....જેમાં રાજા પાંડે નામના શખ્સે અન્ય ત્રણ સાગરિતો સાથે મળીને ઠપકો આપનારના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો...ઘરમાં ઘુસીને યુવક પર લાકડાના ફટકા મારીને લોહીલુહાણ કરી દીધો.. સીસીટીવી ફુટેજ અને ફરિયાદના આધારે કોસંબા પોલીસે ફરિયાદ નોંધી હતી....
-----------------
4 જાન્યુઆરીએ વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં બે જૂથ વચ્ચે જોરદાર મારામારી થઈ....બે જુથો સામસામે લાકડી અને ડંડા સાથે એકબીજા પર હુમલો કરતા વીડિયો વાયરલ થયા.. કોઈ વાતને લઈને જાહેર રસ્તા પર જ બે જૂથ સામસામે હિંસક મારામારી કરતા પોલીસે બંન્ને પક્ષના છ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી....
-----------------
5 જાન્યુઆરીએ ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં ટોળાએ 8 પરપ્રાંતિય યુવકને બનાવ્યા નિશાન...બાઈક ચલાવવા બાબતે પહેલા તો બબાલ થઈ... પછી પથ્થરમારો થયો અને પછી કરાયો જીવલેણ હુમલો...
-----------------
6 જાન્યુઆરીએ જુનાગઢના માંગરોળમાં જુની અદાવતમાં જાહેરમાં બે જૂથ વચ્ચે જોરદાર મારામારી થઈ....નાંદરખી ગામમાં લાકડી-ધોકા સાથે બે જૂથ સામસામે આવી ગયા.. એકબીજા પર લાકડીથી વાર કરતા દ્રશ્યો જોવા મળ્યા....મારામારીની આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલા સહિત ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત થયા...બે જૂથ વચ્ચે થયેલી મારામારીની ઘટનાથી ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાય..
=============
સુરત અગ્નિસ્નાન
સુરતમાં પતિની નજર સામે જ પત્નીએ અગ્નિસ્નાન કરી લીધું....પત્નીને બચાવવાના બદલે આરોપી પતિ વીડિયો બનાવતો રહ્યો...સમગ્ર મામલે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી...ઇચ્છાપોરની જયરાજ સોસાયટીમાં રહેતી પ્રતિમાના તેના પતિ રંજિત સાથે અવારનવાર ઝઘડા થતા....મકાનના ધાબા પર પડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા હતા, જે વેરવિખેર થઈ જતા આરોપી પતિએ પત્ની અને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી....આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતા પતિએ આવેશમાં આવી પ્રતિમાએ મરી જવાની વાત કરી.ઘરમાં તેલ પડયું છે, તે લઇ સળગી જા એવી ઉશ્કેરણી કરતા પત્નીએ શરીરે ડીઝલ છાંટી પોતાને આગ લગાવી....આ દરમિયાન આરોપી રંજિત પત્નીને બચાવવાને બદલે વીડિયો ઉતારતો રહ્યો...જ્યારબાદ ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાદેવીને સારવાર માટે ખસેડવામાં આવી, જ્યાં તેનું મોત નીપજ્યું....