Hun To Bolish: હું તો બોલીશ : ખેડૂતોના માથે દેવાનો ડુંગર?
Hun To Bolish: હું તો બોલીશ : ખેડૂતોના માથે દેવાનો ડુંગર?
કમોસમી વરસાદનો માર સતત યથાવત છે....હજુ પણ એકાદ બે દિવસ છૂટો છવાયો વરસાદ વરસે તે નક્કી છે....આ વરસાદે ખેડૂતની કમર તોડી નાખી છે....રાજ્યના 50 ટકા કરતા વધુ તાલુકામાં ખેતી પાકને ભારે નુકસાન છે....કેટલાક તાલુકામાં તો 100 ટકા સુધીનું નુકસાન છે....આ તમામની વચ્ચે સરકારે આજે ગાંધીનગરમાં બેઠક યોજી....મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, કૃષિ-મહેસૂલ અને નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ....મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ આ બેઠકમાં હાજર રહ્યા....સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી વીડિયો કોન્ફરંસથી જોડાયા....સરકારે માન્યું કે બે દશકમાં ક્યારેય ન થયું હોય તેટલું ખેતીને વ્યાપક નુકસાન થયું છે....સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે ત્રણ દિવસમાં કામકાજ પૂર્ણ કરી અહેવાલ રાજ્ય સરકારને મોકલવા આદેશ અપાયો છે....એનો મતલબ એ થયો કે, સર્વેની કામગીરી કેટલી ચાલશે તેને લઈ સ્પષ્ટતા થઈ ચૂકી છે....
બીજી તરફ સર્વેનો વિરોધ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામડાઓમાં થયો છે....અમરેલી જિલ્લાના ખાંભા, દાઢીયાળી, ભાવરડી, જામકા સહિતના ગામોએ ઓનલાઈન સર્વેની કામગીરીનો વિરોધ કર્યો...100 ટકા ખેતીપાક નષ્ટ થયા હોય ત્યારે ડિઝિટલ સર્વે નહીં કરવાની અને દેવુ માફ કરવાની માગ કરી....ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને કોડીનારના ફાફણી ગામના ખેડૂતોએ પાક નુકસાન સર્વેની પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો...ગીર ગઢડા તાલુકાના ખેડૂતો અને તમામ ગામોના સરપંચોએ મામલતદારને આવેદન આપ્યું... અને કોઈપણ પ્રકારના સર્વે વગર ખેડૂતોને સમાન રીતે રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરી...ભાવનગરના તળાજા તાલુકાના ત્રાપજ ગામે પણ ગ્રામજનો પંચાયત કચેરીએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો....અને માંગ કરી કે, સરકાર તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે બંધ કરી તમામ ખેડૂતોના દેવા માફ કરે....
ગાંધીનગર જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસી ઢોલ વગાડતા કલેક્ટર કચેરીએ પહોંચ્યા...અને પાક નુકસાનીનું વળતર આપવા માગ કરી....ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો કે, સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે તો સર્વેની શું જરુર...બનાસકાંઠાના ધાનેરાના દેઢા ગામે ખેડૂતોએ ખેતરમાં હવન કરી વિરોધ કર્યો...અને ઢોલ વગાડી ખાતર, બિયારણ, ખેડના પૈસા ડૂબ્યા હોવાનો સરકારને અહેસાસ કરાવ્યો....દેઢા ગામની 1800 વિઘા જમીનમાં પાકને મોટું નુકસાન થયું હોવાનો દાવો છે....
================
પ્રતાપ દુધાત V/S યજ્ઞેશ દવે
================
ભારતીય કિસાન સંઘે માંગ કરી છે કે, સરકારને ધીરાણ જેટલું વળતર આપવા માંગ કરી છે....ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે, ધીરાણ માફ કરવાની વાત હોય તો જે ખેડૂતોએ લોન નથી લીધી એનું શું ?
જો કે, આ મુદ્દે આરોપ પ્રતિ આરોપની રાજનીતિ પણ જબરદસ્ત શરૂ થઈ છે....કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સરકારી સર્વેને ત્રિકડમ ગણાવી ખેડૂતોનું દેવું માફ કરવા કહ્યું તો ભાજપ તરફે કોંગ્રેસ પર રાજનીતિના આરોપ લગાવાયા....
કોંગ્રેસ જ નહીં ભાજપના ધારાસભ્યએ પણ દેવામાફીની માંગ કરી...વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ બિનજરુરી ખર્ચા પર કાપ મુકી ખેડૂતોનું દેવું માફ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો...કુમાર કાનાણીની રજૂઆત છે કે, ખેડૂત અને ખેતીને બચાવવા તેમજ વ્યાપક નુકસાની હોવાથી દેવું માફ કરવા તરફ પ્રયાસ કરવો જોઈએ...





















