Hun To Bolish : હું તો બોલીશ : 16 હજાર ગામોમાં માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : 16 હજાર ગામોમાં માવઠાનો માર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની સ્થિતિના નિરીક્ષણ માટે અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા.. ખેડૂતો પર આવી પડેલી કુદરતી આફતમાં તેમની પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદનશીલતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ ગામે પહોંચ્યા.. મુખ્યમંત્રીની સાથે મંત્રી અર્જૂન મોઢવાડીયા અને પ્રદ્યુમન વાજા પણ પહોંચ્યા.. કડવાસણ ગામમાં ખેડૂતો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંવાદ કર્યો.. સાથે જ ખેડૂતોની સાથે ઉભા રહીને શક્ય તેટલી જરૂરી સહાય ચૂકવવાની ખાતરી આપી..
તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યના 249 તાલુકાના 16 હજારથી વધુ ગામોમાં ખેતી પાકોમાં નુકસાન થયું છે.. આ નુકસાનની સામે હાલની સ્થિતિએ 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે...નુકસાનીનો સર્વે પૂર્ણ થતાની સાથ જ રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ રાહત સહાય પેકેજ જાહેર કરશે..





















