Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
આવતીકાલે જગદીશ વિશ્વકર્માનો રાજકોટનો કાર્યક્રમ નિર્ધારિત છે ત્યારે ગુરૂવારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પ્રબળ શક્યતા છે.. વિસ્તરણ બાદ ગુરૂવારે સાંજે કેબિનેટની બેઠક મળવાની પણ અટકળો છે.....ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં હાલ કૂલ મંત્રીઓની સંખ્યા 17ની છે.....તે પૈકી દસથી અગિયાર મંત્રીઓને પડતા મુકાય તેમજ 14થી 16 ધારાસભ્યોને મંત્રી તરીકેના શપથ લેવડાવાય તેવો પણ સૂત્રોનો દાવો છે.. હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયા જેવા રાજ્ય મંત્રીઓને પ્રમોશન મળે તેમજ અન્ય મંત્રીઓના ખાતા બદલાય તેવી પણ શક્યતા છે.. જો કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને શપથવિધી માટે રાજ્યપાલનો સમય મગાયો હોય તેવા કે વિસ્તરણ અંગે સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી....રાજ્યપાલ હાલ હરિયાણા કુરુક્ષેત્ર છે.....નવા મંત્રીમંડળમાં જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયેશ રાદડીયા, ઉદય કાનગડ, સંજય કોરડીયા, પી.સી.બરંડા, પ્રદ્યુમન વાજા, દર્શનાબેન, ચૈતન્યસિંહ ઝાલા, અનિરુદ્ધ દવે અને અર્જૂન મોઢવાડીયાનો સમાવેશ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે....જો કે કુબેર ડિંડોર, ભાનુબેન બાબરીયા, કનુ દેસાઈ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, જગદીશ વિશ્વકર્મા સહિતના મંત્રીઓની બાદબાકીની પણ ચર્ચા છે....જ્યારે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બનતા તેમની જગ્યાએ પણ કોઈ મંત્રી લેવાશે....
દક્ષિણ ગુજરાતથી કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી, પ્રફૂલ પાનસેરિયા, મુકેશ પટેલ, કુંવરજી હળપતિ મંત્રી આ પૈકી કોણ રહેશે...શું જયરામ ગામિતનો સમાવેશ થશે....
સૌરાષ્ટ્રથી હાલ મંત્રીમંડળમાં રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા, મુળુભાઈ બેરા, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી મંત્રી છે....આ પૈકી કોણ રહેશે....શું જીતુભાઈ વાઘાણી, અર્જૂનભાઈ મોઢવાડિયા, રીવાબા જાડેજા, જયેશભાઈ રાદડિયા, સંજયભાઈ કોરડિયા, ઉદયભાઈ કાનગડ , પ્રદ્યુમનભાઈ વાજાનો સમાવેશ થશે....
ઉત્તર ગુજરાતથી હાલ મંત્રીમંડળમાં ઋષિકેશભાઈ પટેલ, બળવંતસિંહ રાજપૂત, ભીખુસિંહ પરમાર મંત્રી છે....આ પૈકી કોણ રહેશે....શું પી.સી. બરંડા, લવિંગજી ઠાકોરનો સમાવેશ થશે....





















