શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા?  બુરા ન માનો હોલી હૈ

વિસનગર - ઋષિકેશ પટેલ

વિસનગર.. મહેસાણા જિલ્લાનું ઐતિહાસિક શહેર. અહીં ધુળેટીના દિવસે ખાસડા હોળીનું જબરદસ્ત મહત્વ.. જુનુ વાસણ બજાર આ શહેરની ઓળખ.. એવી જ ઓળખ ખાસડા હોળી.. જોકે જમાનો બદલાયો.. હવે એકબીજાને ખાસડાના સ્થાને શાકભાજી મારવામાં આવે.. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોએ એકબીજા પર શાકભાજીનો વરસાદ કર્યો.. 

વરસતા શાકભાજીના વરસાદમાં વિસ્તારના ધારાસભ્ય અને સરકારના મંત્રી ઋષિકેશ પટેલ જોડાયા.. લોકો એકબીજાને સડક પર શાકભાજી મારીને મજા લેતા હતા તો ઋષિકેશભાઈએ પહેલા માળેથી.. શરૂ શરૂમાં તો ઋષિકેશભાઈએ ઉપરથી શાકભાજી વરસાવી પણ પછીથી લોકોએ જ્યારે શાકભાજીનો મારો કર્યો તો ઋષિકેશ ભાઈએ બારી બંધ કરી દીધી.. 

-------------------------------------
 હર્ષ સંઘવી 
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદના વૃદ્ધાશ્રમમાં રંગોના પર્વની ઉજવણી કરી.. વૃદ્ધોના આશીર્વાદ મેળવી તેમની સાથે હર્ષ સંઘવી રંગોથી રમ્યા..

આ જ હર્ષ સંઘવી ગયા વર્ષે ગૃહમાં રંગોની છોળો ઉડાવતા અને સાથી મંત્રીઓ તેમજ ધારાસભ્યોને પકડી પકડીને રંગતા જોવા મળ્યા હતા.. 

------------------------
હીરા સોલંકી
રાજુલા જાફરાબાદના ભાજપના નેતાઓ રંગોત્સવના રંગે રંગાયા..   
ધૂળેટીના પર્વ પર ધારાસભ્ય હીરા સોલંકી અલગ અંદાજમાં જોવા મળ્યા..હીરા સોલંકીએ પોતાના નિવાસસ્થાને ઢોલ વગાડ્યો.
ઢોલીઓના સંગે ઢોલ વગાડીને હીરા સોલંકીએ રંગોત્સવ પર્વની ઉજવણી કરી.
----------------------------
ડી.જી. વણઝારા, કે.જી. વણઝારા

ડી.જી. વણઝારા અને કે.જી. વણઝારાએ તેમના પરિવાર સાથે ગાંધીનગરમાં ઉજવણી કરી.. હંમેશાની જેમ પરંપરાગત રીતે.. બન્ને ભાઈઓ પૂર્વ ઉચ્ચ અધિકારીઓ.. આખુય શિક્ષિત પરિવાર છે. પૂર્વ મંત્રી ચંદ્રિકા ચુડાસમા પણ તેમની સાથે જોડાયા.. 

-------------------------------
અર્જુન મોઢવાડિયા
પોરબંદર ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીએ ધુળેટી પર્વની કરી ઉજવણી.. સમર્થકો અને પરિવાર સાથે તેમજ વિસ્તારના લોકો સાથે અબિલ-ગુલાલથી હોળી રમ્યા.. 

------------------------------
હીતુ કનોડિયા - મોના 
2017 થી 2022માં ઈડર વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપના નેતા કમ અભિનેતાએ ગાંધીનગરમાં હોળીની ઉજવણીમાં ભાગ લીધો. તેમની પત્નિ મોના થીબા અને તેમનો દીકરા રાજવીર સાથે જોડાયા.

----------------------------------------
રીટાબેન પટેલ, કેતન પટેલ

ગાંધીનગરના પૂર્વ મેયર અને ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે હોળીના ઉત્સવનું આયોજન કર્યું. પરિવાર અને કાર્યકર્તાઓ સાથે તેઓ હોળી રમ્યા..

જોકે અહીં કનૈયાના રોલમાં તેમના પતિ કેતન પટેલ પણ હતા.. હાથમાં મોટી પિચકારી લઈને તેઓ બધાની ઉપર રંગોની છોળો ઉડાવતા જોવા મળ્યા..

----------------------

ધવલસિંહ ઝાલા, ધારાસભ્ય

ધવલસિંહે બાયડના માલપુરના અણીયોર ગામ પરંપરાગત લઠ રાસ હોળી ઉજવાય છે. ધવસસિંહ આ ઉજવણીમાં જોડાયા.. તેમણે ઢોલ પણ વગાડ્યો અને રાસ પણ રમ્યા.. 

------------------------
જયેશ રાદડિયા
 જયેશ રાદડિયાએ પણ ફૂલો અને રંગો સાથે ધુળેટીની ઉજવણી કરી.. પત્નિ અને પરિવાર સાથે ઉજવણી કરતા જોવા મળ્યા..
------------------------

અનિકેત ઠાકર - ધારાસભ્ય

પાલનપુરના  ધારાસભ્ય અનિકેત ઠાકરે પોતાના નિવાસ્થાને  ભાજપના કાર્યકરો અને શહેરવાસીઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી.રંગ-ગુલાલ અને ઢોલ-નગારા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિકો સાથે રંગોત્સવ ઉજવ્યો..

--------------------
રમેશ ટીલાળા - ધારાસભ્ય

રાજકોટના નાના મોવામાં આવેલા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ધુળેટીના રંગે રંગાયા..સોસાયટીના લોકો તેમજ રાજકીય આગેવાનો અને જાણીતા ઉદ્યોગકારો સાથે તેઓ હોળી રમ્યા..

----------------------------
મનસુખ વસાવા, દર્શનાબેન દેશમુખ

નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખભાઇ વસાવાએ તેમના નિવાસસ્થાને પરિવારજનો અને રાજકીય આગેવાનો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી. તેમણે સૌને ખજૂર-કોપરા ખવડાવી અને રંગની છોડ ઉડાવી આનંદ વ્યક્ત કર્યો. સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતાં તેમણે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
તે જ રીતે ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે પણ તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ અને કુટુંબીજનો સાથે રંગોત્સવની ઉજવણી કરી. ગુલાલ ઉડાવી અને મીઠાઈ વહેંચી તેમણે કાર્યકર્તાઓ સાથે આનંદ વહેંચ્યો..

--------------------------
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી

જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તહેવારની ઉજવણી પરિવારના સભ્યો સાથે  તેમજ મુક બધીર બાળકો સાથે કરી.. બાળકો પણ ખુશખુશાલ જોવા મળ્યા..સતત ચોથા વર્ષ ધુળેટીનું પર્વ દિવ્યાંગ બાળકો સાથે ઉજવી સંતોષ વ્યક્ત કર્યો..

---------------------
અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા

રાજસ્થાન સમાજે ગૈર મહોત્સવનું ભવ્ય આયોજન કર્યું હતું. અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાએ પણ ગૈર મહોત્સવમાં ભાગ લઈ લાઠીઓ સાથે નૃત્ય કરી ઉત્સાહ વધાર્યો.ખાડિયા વોર્ડ વિસ્તારમાં આ આયોજન થયું હતું.. ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા..
------------------
પ્રવિણ માળી - ઘેર નૃત્ય
 ડીસાના માલગઢમાં પરબડી ખાતે મારવાડી ઘેર નૃત્ય રમતા જોવા મળ્યા પ્રવિણ માળી.. પરંપરા પ્રમાણે મારવાડી માડી સમાજના લોકો સાથે રંગોત્સવ મનાવ્યો..
------------------------
ગોપાલ ઈટાલિયા
આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા હોળીના રંગે રંગાયા.. સંગીતના તાલે ઝૂમતા જોવા મળ્યા.. આપના મહિલા કાર્યકરો સાથે ધુળેટીનો આનંદ માણ્યો..
----------------------------
 મયંક નાયક, સાંસદ, મુકેશ પટેલ - ધારાસભ્ય

મહેસાણાના પરા વિસ્તારમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પોતાના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે હોળી રમવા નીકળ્યા. શહેરના વિવિધ વિસ્તારોમાં આ નેતાઓએ અબીલ-ગુલાલની છોળો વચ્ચે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

------------------------------
કિરીટ પટેલ - ધારાસભ્ય

પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈ સહિત કાર્યકરોએ ધુળેટીની ઉજવણી કરી.  કિરીટ પટેલ ડીજેના તાલે ગરબે ઝુમી એકબીજા પર રંગોની છોળો ઉડાડી સાથે પાટણ કોંગ્રેસ ધારાસભ્યએ સરકાર પર કર્યા પ્રહાર.. 

સરસ્વતી તાલુકાના રખાવ ગામમાં દારૂના અડ્ડા પર તેઓ ગ્રામ જનો સાથે રેડ કરવા ગયા.. ધારાસભ્ય કિરીટ પટેલની આગેવાનીમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ 50 થી વધુ દારૂના કેરબા સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી ભારે હોબાળો મચાવી દારૂબંધી કરાવી અને જવાબદાર પોલીસ કર્મી વિરોધ કાર્યવાહી કરવા માંગ કરી.
કિરીટ પટેલ - અપસાઉન્ડ (પોલીસ સ્ટેશનમાં)
---------------------
ધવલ પટેલ, સાંસદ

વલસાડના સાંસદ ધવલ પટેલ તેમના નિવાસ્થાને ભાજપના હોદ્દેદારો ધારાસભ્ય તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્ય અને પ્રમુખો અને કાર્યકર્તાઓ સાથે હોળી રમ્યા.. બધા રંગોમાં ધવલ ભાઈને કેસરીયો રંગ વધારે પ્રભાવી લાગે છે.. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
Embed widget