શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : જળબંબાકાર

Hun To Bolish : હું તો બોલીશ : જળબંબાકાર

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસથી જે રેડ એલર્ટ દર્શાવાયું હતું તે પ્રમાણે જ આજે ધોધમાર વરસાદ વરસ્યો.. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.... ગ્રામીણ હોય કે શહેરી વિસ્તાર ઠેર-ઠેર પાણી ભરાયા... સૌથી વધુ વરસાદ વાળા જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, તાપી, વલસાડ, ગાંધીનગર અને નવસારી જિલ્લામાં વરસાદ નોંધાયો.... રાજ્યના 19 તાલુકામાં ત્રણથી લઈને 11 પોઈન્ટ 93 ટકા સુધીનો વરસાદ વરસ્યો.... એકસાથે વરસેલો સાંબેલાધાર વરસાદ કેટલાક તાલુકા અને જિલ્લા માટે આફતરૂપ પણ સાબિત થયો... જોકે આ આફતનો ચિતાર જોઈએ એ પહેલા હજુ આવતીકાલે વરસાદની શું સ્થિતિ છે તેની વાત કરી લઈએ.... 
==================
આવતીકાલ હજુ પણ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 102 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે... ત્યારે રાજ્યના હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની કરી છે આગાહી.... હવામાન વિભાગના મતે પશ્ચિમ દિશામાં સક્રિય થયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફના કારણે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.... હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ અપાયું છે... તો દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે..... 
==================
આજે રાજ્યમાં કેટલો વરસાદ વરસ્યો

આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ નોંધાયો.... સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના સૂઈગામમાં વરસ્યો... સૂઈગામમાં સાંજે 6 વાગ્યા સુધીમાં જ 303 મીમી એટલે કે 11.93 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો.... 19 તાલુકામાં ત્રણથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો... તો 85 તાલુકામાં એકથી લઈને પોણા ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો.... આજે દિવસ દરમિયાન એકંદરે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા દક્ષિણ ગુજરાતના તાપી,વલસાડ,ડાંગ અને નવસારી તો મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, પાટણ સહિતના જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો... આ જિલ્લાઓમાં પાણીએ મચાવેલી તબાહીનો ચિત્તાર જોઈએ... 
==================
બનાસકાંઠામાં ઓવરઓલ વરસાદ

રેડ એલર્ટની વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ બોલાવી બધડાટી.. 11.93 વરસાદથી સુઈગામ પાણી પાણી થયું.. તો વાવ અને ભાભરમાં પાંચ ઈંચ, થરાદમાં ચાર, દિયોદરમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો.. તો દાંતામાં પણ અઢી ઈંચ વરસાદ વરસતા જળબંબાકારના દ્રશ્ય સર્જાયા.. લાખણીમાં વરસેલા ચાર ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.. મુખ્ય બજારોમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.. વાત હવે ધાનેરાની.. ધોધમાર વરસાદથી ધાનેરાના ખેતરોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું.. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા અને મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો.. સતત ત્રણ દિવસથી વરસાદ વરસતા હવે ખેડૂતોને પણ પાક નુકસાનની ચિંતા સતાવા લાગી છે..  આ તરફ થરાદના માંગરોળ નજીક સર્વિસ રોડ પણ વરસાદી પાણીથી જળબંબાકાર થયો.. ભારતમાલાના બંન્ને બાજુના સર્વિસ રોડ પર ઘુંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોની સાથે માંગરોળ દર્શનાર્થે આવતા લોકો પણ અટવાયા.. થરાદ ચાર રસ્તાથી વાવ જવાના હાઈવે પર ઘુંટણસમા પાણી ભરાયા.. એક જ વર્ષ અગાઉ બનાવેલા ફોર લેન હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પણ રોંગ સાઈડ વાહન ચલાવવા માટે મજબુર બન્યા.. થરાદના બુઢણપુર નજીક ભારત માલાના ઓવરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી.. બ્રિજ નીચે કેડસમા પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા મજબુર બન્યા.. 
==================
વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની દે ધનાધન.. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત.. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ ચાર ઈંચ, જ્યારે વલસાડ તાલુકામાં પોણા ચાર ઈંચ, ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ, ઉમરગામમાં સવા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો.. વાપી અને પારડીમાં પણ બે ઈંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સર્જાા.. વલસાડ શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી તિથલ રોડ વિસ્તાર જળબંબાકાર થયો.. જજીસ બંગલો વિસ્તાર, હાલર રોડ, તિથલ રોડ ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાયા.. જ્યારે એમજી રોડ પર વરસાદી પાણી દુકાનોમાં ઘુસી ગયા..છીપવાડ અંડરબ્રિજ અને મોગરાવાળી અંડરબ્રિજમાં પણ વરસાદી પાણી ભરાતા બંન્ને તરફ બેરીકેટ મુકીને વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી.. નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણીમાં વાહન ડુબતા જોવા મળ્યા.. વલસાડ નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો.. કોસંબા રોડ પર રસ્તા પર ઘુંટણસમા પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું.. ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાની સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે.. પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદી તોફાની બની.. નદીના પાણીમાં લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો.. કોઝવે બંધ થતા સ્થાનિકોને 10 કિલોમીટર ફરીને જવા મજબુર બનવું પડ્યું.. કોઝવે અને લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા ધરમપુરના 68, કપરાડાના 54, પારડીના 42 અને વલસાડના 26 રસ્તા પરનો વાહન વ્યવહાર ઠપ્પ થયો છે.. પારડી હાઈવે પર પાણી ભરાતા ઉદવાડાથી પાલરી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.. 
==================
સાબરકાંઠા જિલ્લામાં વરસાદ

પવનના સુસવાટા સાથે સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ.. પ્રાંતિજ અને ઈડરમાં સવા બે ઈંચ વરસાદ ખાબક્યો.. તો હિંમતનગરમાં બે ઈંચ, વિજયનગરમાં પોણા બે ઈંચ, તો વડાલી, ખેડબ્રહ્મા,તલોદમાં એક ઈંચથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો.. હિંમતનગરમાં વરસેલા બે ઈંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા.. સગુન સોસાયટી પાસેથી પસાર થતા ટીપી રોડ પર વરસાદી પાણી ભરાતા 20 જેટલી સોસાયટીના રહિશોને હાલાકી ભોગવવી પડી.. દર વર્ષે વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં પણ પાલિકાની કામગીરીને લઈને રોષ જોવા મળ્યો.. હિંમતનગરના મોતીપુરાથી પસાર થતા ખેડ તસીયા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાતા.. રામેશ્વર મંદિર નજીક સ્ટેટ હાઈવેના એક તરફના ભાગે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.. દર વર્ષે ચોમાસામાં સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા નજીકની સોસાયટીના રહિશોને મુશ્કેલી વેઠવી પડે છે.. સ્થાનિકનો આરોપ છે કે અનેકવાર રજૂઆત કર્યા છતા હજુ સુધી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.. ભારે વરસાદથી સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં પણ પાણીની ભારે આવક થઈ છે.. હાથમતી ડેમમાંથી પાણી છોડાતા હાથમતી નદી તોફાની બની.. હાથમતી નદીના પાણી ન્યાયમંદિરથી મહેતાપુરા અને પરબડાને જોડતા કોઝવે પર ફરી વળ્યુ.. ત્રણેય કોઝવે પર પાણી ફરી વળતા હાલ વાહન વ્યવહાર બંધ કરીને કોઝવેની બંન્ને છેડે બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું.. હાથમતી નદીના પાણીથી રામપુરથી કાણીયોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોનો રસ્તો પણ બંધ થયો.. 
==================
મહેસાણા જિલ્લામાં વરસાદ

વીજળીના કડાકા ભડાકા સાથે મહેસાણાના કડીમાં વરસ્યો ધોધમાર વરસાદ.. ધોધમાર વરસાદથી કડીના કરણનગર રોડ અને આસપાસની સોસાયટીમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું.. તો કડી-નંદાસણ રોડ પણ વરસાદી પાણીથી જળમગ્ન બન્યો.. ઉટવા ગામ પાસે મુખ્ય રસ્તા પર બે ફુટ જેટલા પાણી ભરાતા વાહન ચાલક મુશ્કેલી વેઠતા જોવા મળ્યા.. બે ઈંચ વરસાદથી યાત્રાધામ બહુચરાજી પણ પાણી પાણી થયુ.. હાઈવેથી મંદિર તરફ જતા રસ્તા અને શંખલપુર પાલખી રોડ પર વરસાદી પાણી ભરાતા યાત્રિકો મુશ્કેલી વેઠતા જોવા મળ્યા.. વિજાપુરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા.. ધોધમાર વરસાદથી વિજાપુરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા.. ભારે વરસાદને કારણે મહેસાણા જિલ્લાના ખેતરો પણ બેટમાં ફેરવાયા.. બહુચરાજી તાલુકાના ખેતરોમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવતા પાક પાણીમાં ગરકાવ થયો.. કઠોર, બાજરી, દિવેલા સહિતના પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની ચિંતા વધી છે..  
==================
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

રેડ એલર્ટની વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસ્યો ધોધમાર વરસાદ.. અરવલ્લીના ભિલોડા, મોડાસા, શામળાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ.. ભારે વરસાદથી ભિલોડાના વાશેરા કંપામાં જનજીવન પ્રભાવિત થયું.. તો સુનોખ સહિતના વિસ્તારમાં પણ બોરકુવા છલકાયા.. આસપાસના કોતરો જળમગ્ન થતા ખેતરમાં ઉભેલ પાકને પણ નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવવા લાગી...મોડાસાના ફુટા ગામનું તળાવ ઓવરફ્લો થતા આસપાસના ખેતરો બેટમાં ફેરવાય ગયા.. ભારે પવન સાથે વરસેલા વરસાદથી તળાવ ઓવરફ્લો થયું.. તળાવના પાણીથી આસપાસના 10 વીઘાના વાવેતર કરેલ મગફળી અને સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો.. મેશ્વો ડેમ સંપૂર્ણ ભરાતા પોણ શામળાજી નજીકના કોઝવે પર ફરી વળ્યા પાણી.. કોઝવે પરથી પાણી વહેતા થતા આસપાસના 17 જેટલા ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. શાળા, કોલેજ, આઈટીઆઈ,  હોસ્પિટલ જવામાં સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે.. 
==================
સાબરકાંઠાના રતનપુરમાં રેસ્ક્યુ

ભારે વરસાદથી રાજ્યની મોટા ભાગની નદીઓ તોફાની બની છે.. સાબરકાંઠા જિલ્લાના રતનપુરા ગામમાં સાબરમતી નદીમાં ફસાયેલા મહિલા સહિત બાળકોનું કરાયું રેસ્ક્યુ.. નદીના તેજ પ્રવાહમાં બે પુરૂષ, ચાર મહિલા અને ત્રણ બાળકો ફસાયા હતા. લોકો ફસાયા હોવાની માહિતી મળતા NDRFની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. સ્પીડ બોટની મદદથી NDRFની ટીમે ફસાયેલા બાળકો સહિત તમામ નવ લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા.. 
==================
સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં રેસ્ક્યુ

સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં હરણાવ નદીનું જળસ્તર વધતા અમદાવાદના છ યુવકો ફસાયા.. નદીમાં પાણીની આવક થતા છ યુવકો નદીના સામેકાંઠે ફસાયા હતા.. વિજયનગર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને જંગલના રસ્તેથી તમામ યુવકોને સલામતરીતે બહાર કાઢ્યા..  
==================
બનાસકાંઠાના અમીરગઢમાં રેસ્ક્યું

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક બનાસ નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવકનું કરાયું રેસ્ક્યુ.. શનિવારે નદી પસાર કરતા સમયે અચાનક જળસ્તર વધતા ત્રણ લોકો ફસાયા હતા.. જો કે ગઈકાલે જ ત્રણ પૈકી બે લોકો બહાર નીકળી ગયા.. પરંતુ એક યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો હતો.. ઘટનાની જાણ થતા વહીવટી પ્રશાસનની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ.. SDRFની ટીમે 16 કલાકની જહેમત બાદ દિલધડક રેસ્ક્યુ પાર પાડીને યુવકને સહીસલામત પાણીના તેજ પ્રવાહમાંથી બહાર કાઢ્યો.. 
==================
ભાવનગરમાં ઈકો કારનું રેસ્ક્યું

ભાવનગર જિલ્લાના નસીતપુરમાં કાર સાથે પાણીના પ્રવાહમાં ફસાયેલા બે લોકોનું ગ્રામજનોએ કર્યું રેસ્ક્યુ.. ઈકો કારમાં સવાર બે લોકોએ પાણીના પ્રવાહમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કરતા કોઝવે પર કાર તણાવા લાગી હતી.. જો કે ગ્રામજનોએ તાત્કાલિક કોઝવે પર પહોંચી પહેલા દોરડાની મદદથી બંન્ને યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.. બાદમાં જેસીબીની મદદથી ઈકો કારને પાણીના તેજ પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવી.. 
==================
મોરબીમાં બાઈક તણાયું

મોરબી જિલ્લાના ચરડવા ગામ પાસે તણાયું બાઈક.. ખારીના વોકળામાંથી પસાર થતા સમયે બાઈક તણાવા લાગ્યુ હતુ.. જો કે ચાલકે બાઈક છોડીને પોતાનો જીવ બચાવ્યો હતો.. બાદમાં સ્થાનિકોએ ઘટનાસ્થળ પર પહોંચીને પાણીના તેજ પ્રવાહમાંથી બાઈકને બહાર કાઢ્યું.. તો હળવદના વાકીયા ગામે ખેડૂતો જીવના જોખમે ધોડાધ્રોઈ નદી પાર કરતા કેમેરામાં કેદ થયા.... ખેત શ્રમિકો વોકળામાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે જોખમી રીતે પસાર થતા કેમેરામાં કેદ થયા... 
==================
છોટાઉદેપુરમાં જીવના જોખમે મોજ કરતા યુવા

છોટાઉદેપુર નજીક ઝેર ગામે જીવના જોખમે પર્યટકો ન્હાવા માટે ઉમટ્યા... ઝેર ગામે આવેલા ડેમ પર લોકો જીવને જોખમમાં મૂકી ન્હાવાની મજા માણતા જોવા મળ્યા.... એબીપી અસ્મિતા પણ અપીલ કરી છે કે ચોમાસા દરમિયાન સલામતીનું ખાસ ધ્યાન રાખું... જરા પણ બેદરકારીથી તમારે જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.... 
==================
ખેડામાં ભેંસ તણાઈ

ખંભાતની સાબરમતી નદીમાં 50 જેટલી ભેંસો પાણીમાં તણાતી હોવાનો વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલ.. ઉપરવાસમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે.. ત્યારે નદીના પાણીના તેજ પ્રવાહમાં અલગ અલગ ગામોની ભેંસો તણાતી હોવાનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો.. 
==================
વડોદરામાં પાણી- પાણી

વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર પણ વધ્યું.. વિશ્વામિત્રી નદીના પાણી કાંઠા વિસ્તાર એવા જાંબુઆ, કોટેશ્વર, વડસર, બાજવા, ઉંડેરા, કરોડીયામાં પાણી ભરાવાના શરૂ થયા છે.. જામ્બુવ ગામ નજીક કાર પાણીના વહેણમાં ફસાતા ફાયર બ્રિગેડની મદદ લેવાની ફરજ પડી.. તો વડસર-કોટેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા પર પણ વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે.. વિશ્વામિત્રી નદીના પાણીથી કેટલીક સોસાયટીઓ સંપર્ક વિહોણી બની.. સ્થાનિક પ્રશાસન તરફથી પણ જાહેરાત કરીને સ્થાનિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.. 
==================
અમદાવાદમાં છેલ્લા 30 કલાકમાં ચાર ઈંચ વરસાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ અમદાવાદ શહેરમાં છેલ્લા 30 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો.. આ સાથે જ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 110 ટકા જેટલો વરસાદ શહેરમાં વરસ્યો... શનિવાર રાતથી અમદાવાદ શહેરમાં શરૂ થયેલો વરસાદ રવિવારના પણ દિવસભર યથાવત રહ્યો.... સાંજથી અમદાવાદ શહેરમાં વરસાદે થોડો વિરામ લીધો..... ક્યારેક મુશળધાર તો ક્યારેક ધીમીધારે વરસાદથી શહેરના રોડ-રસ્તાઓ તો જાણે નદી બની ગયા... મણીનગરના ભૈરવનાથ ચાર રસ્તાથી સાલમ સુધીનો રસ્તો પાણીમાં ગરકાવ થયો.. વાહનોના પૈંડા ડુબી જાય તેટલા પાણી ભરાયા.. મુખ્ય રસ્તાની બાજુમાં BRTS રૂટ પણ પાણીમાં ગરકાવ થયો.. 
==================
અમદાવાદ સિવિલ નજીક પાણી

હવે આ દ્રશ્યો જુઓ.. વોરાના રોજા પાસેના તમામ રસ્તાઓ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું.. રસ્તા પર કમરસુધીના પાણી ફરી વળતા રખિયાલથી સિવિલ હોસ્પિટલ જવાનો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થો.. ચામુંડા બ્રિજના છેડા સુધીના તમામ રસ્તાઓ જળમગ્ન થયા.. આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘુસી જતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી.. 
==================
અમદાવાદ કોતરપુર માર્ગ

અવિરત વરસાદથી કોતરપુરથી એરપોર્ટ જવાનો એક બાજુનો રસ્તો આખો પાણીમાં ગરકાવ થયો.. પાણી ભરાયેલ રસ્તા પર એક બસ પણ ફસાતી એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થઈ.. ઠેર-ઠેર પાણી ભરાતા લોકો હેરાન- પરેશાન થઈ ગયા....  
==================
અમદાવાદ મકરબા પોલીસ હેડ ક્વાર્ટર નજીક પાણી

આ તરફ મકરબા ગ્રામ્ય પોલીસ હેડ ક્વાર્ટરના પાછળના ભાગમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી.. હેડ ક્વાર્ટર પાસેના બંન્ને મુખ્ય રસ્તાઓ પાણીથી લબાલબ જોવામળ્યા.. વરસાદી પાણીની સાથે ડ્રેનેજનું પાણી પણ રસ્તા પર ફરી વળતા વિસ્તારમાં દુર્ગંધથી ફેલાઈ.... 
==================
અમદાવાદનો ચાણક્યપુરી વિસ્તાર જળમગ્ન

ભારે વરસાદથી ચાણક્યપુરી વિસ્તારમાં પણ પાણી પાણી થયો.. રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા.. સ્થાનિકોનો આરોપ છે કે ચાણક્યપુરીમાં પાણી ભરાવાની વર્ષો જુની સમસ્યા છે.. અધિકારીઓ અને નેતાઓને રજૂઆત કર્યા છતા સમસ્યાનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.. એસજી હાઈવેના સર્વિસ રોડ પર તો નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.. થલતેજ અંડર બ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો.. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત
JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Embed widget