Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી ભગવાન ભરોસે!
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી ભગવાન ભરોસે!
ક્યારેક દારૂના નશામાં તો ક્યારેક બેદરકારીપૂર્વક વાહન હંકારીને અન્યોના જીવ જોખમમાં મૂકવાના કિસ્સા વધી રહ્યા છે.....અનેક એવા બનાવો બને છે જેમાં નિર્દોષોનો જીવ પણ જતો રહે છે....કોઈની નિષ્કાળજી કોઈ માટે બે છે જોખમ....ત્રણ દ્રશ્યો જુઓ.....પહેલા દ્રશ્યો છે મહીસાગરના હાલોલ-શામળાજી હાઈવેના...જેમાં દારૂડિયા શિક્ષકે બાઈકચાલકને ટક્કર મારી લગભગ ત્રણથી ચાર કિલોમીટર સુધી ઢસડ્યો....જેનો ભયાવહ વીડિયો આવ્યો સામે...બીજા દ્રશ્યો છે અમદાવાદના...જ્યાં 15 વર્ષના સગીર કારચાલકે બાળકીને કચડી નાંખી...જે ઘટના સીસીટીવીમાં થઈ કેદ.....અને ત્રીજા દ્રશ્યો છે ગાંધીનગરના....જ્યાં થોડા દિવસ પહેલા ઘ-0 સર્કલ પાસે મોપેડ ચાલકનેટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો...ઘટના બાદ એક મહિલાએ પોલીસ સમક્ષ હાજર થઈને અકસ્માત પોતે કર્યો હોવાની કબૂલાત આપી.. પરંતુ ભોગ બનનારનો આરોપ છે કે અકસ્માત કરનાર મહિલા નહીં પણ પુરૂષ હતો....
સૌપ્રથમ વાત કરીએ મહીસાગરમાં દારૂડિયા શિક્ષકે કરેલા અકસ્માતની....આ દ્રશ્ય આપ જુઓ....હાલોલ-શામળાજી હાઈવે પર ગ્રે કલરની કાર પૂરપાટ ઝડપે દોડી રહી છે....બાજુમાંથી પસાર થતી કારમાંથી મુસાફરે લીધેલા વીડિયોમાં અચાનક કારના બોનેટ પર બાઈકચાલક બાઈક સાથે લટક્યો છે....ચીસાચીસ ત્યારે થઈ ગઈ જ્યારે ચાલુકારમાં બૉનેટ પર લટકેલો બાઈકચાલક સ્તા પર પડી ગયો..પણ બાઈક કારની આગળ જ લટકતું રહ્યું....અન્ય વાહનચાલકોએ કારને રોકી..તપાસ કરતા તેમાંથી બે શખ્સો અને દારુની બોટલ મળી આવી....બંનેને પોલીસને સોંપતા ખુલાસો થયો કે અકસ્માત કરનાર છે જરોદમાં પ્રાથમિક શાળાનો શિક્ષક મનીષ પટેલ અને તેનો ભાઈ મેહુલ પટેલ...દારુડિયા શિક્ષકે અકસ્માત કરી બાઈકચાલકને ચારથી પાંચ કિલોમીટર ઢસેડ્યો...તેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે...સાથે શિક્ષણ વિભાગે ખાતાકિય તપાસના પણ આદેશ આપ્યા છે....તો બે લોકો ઈજાગ્રસ્ત છે...જેમને સારવાર માટે ખસેડાયા....ઘટનાને લઈને પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું એ સાંભળી લઈએ....
હવે વાત અમદાવાદની....નોબલનગર વિસ્તાર,જ્યાં 15 વર્ષના સગીરે બાળકીને કચડી..સદનસીબે બાળકીનો ચમત્કારિક બચાવ થયો....ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈશું.....શિવ બંગલોના કૉમલ પ્લોટમાં ત્રણ વર્ષની બાળકી રમતી હતી...અચાનક કાળા કાચ અને નંબરપ્લેટ વિનાની કાર આવી...જેને જોઈને બાળકી ભાગવા જાય છે પણ કારચાલક તેની ઉપર કાચ ચડાવી દે છે...ભયાવહ દ્રશ્યો છે ઘટનાના.. પણ દિકરીના નસીબ કે તેને સામાન્ય ઈજા થઈ...આસપાસથી લોકો દોડી આવ્યા...સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક-પોલીસે કારચાલક સગીર વિરુદ્ધ ગુનો નોંધી કારમાલિક વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી...આથી ઘટનાને બાળકીના પાડોશમાં રહેતા પ્રિતેશભાઈએ વર્ણવી,શું કહ્યું તેમણે એ સાંભળી લઈએ...
19 ઑક્ટોબરે ગાંધીનગરના ઘ-0 સર્કલ પર બની હતી હિટ એન્ડ રનની ઘટના.... મોપેડ ચાલક રાહુલ મુલચંદાણીને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો.. જો કે હિટ એન્ડ રનની ઘટના બાદ જ્યોતિ જૈન નામની મહિલા પોલીસ સમક્ષ હાજર થઈને અકસ્માત પોતે કર્યો હોવાની કબૂલાત આપી હતી.. પરંતુ ફરિયાદી અને ભોગ બનનાર રાહુલ મુલચંદાણીનો આરોપ છે કે અકસ્માત કરનાર મહિલા નહીં પણ પુરૂષ હતો.. જે નશાની હાલતમાં હતો.. 120 કે તેથી વધુ સ્પીડ પર કાર ચલાવતો હતો.. NIFTના સિક્યોરિટી ગાર્ડએ પણ કહ્યુ કે કાર ચાલક પુરૂષ જ હતો.. પોલીસ સીસીટીવી ચેક કરે તો હકિકત સામે આવી શકે છે..મામલો મીડિયામાં આવતા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી NIFTના ડાયરેક્ટરના ઘરે આવેલા મહેમાનનો સગીર પુત્ર છે... ધરપકડ કરવાની જગ્યાએ પોલીસ આરોપી સગીરને નોટીસ આપી રહી છે...અત્યારસુધીમાં બે વાર નોટીસ આપી છતાં સગીર હાજર ન રહ્યો..આરોપી સગીર ફરાર હોવા છતાં પોલીસ તેની સામે કોઈ નક્કર કાર્યવાહી નથી કરી શકી....જો આરોપી ગુરુવાર એટલે કે આવતીકાલે હાજર નહીં થાય તો હવે પોલીસ ત્રીજી નોટીસ આપવાની તૈયારી કરી રહી છે....
ભાવનગરના કલેક્ટર મનીષ બંસલે સોશલ મીડિયા મારફત વાલીઓને અપીલ કરી હતી કે લીગલ ઉંમર ન થાય ત્યાં સુધી વાહન બાળકોને ચલાવવા ન આપવું અને જો આ પ્રકારે કોઈ અકસ્માત થશે ભાવનગરમાં તો વાલીઓ ઉપર સખત કાર્યવાહી થશે....





















