Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ગુજરાતે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 

૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ‘નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ નિમિત્તે નવી દિલ્હી ખાતે યોજાયેલા ‘૧૬મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ સમારોહમાં ગુજરાતને ત્રણ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.

* અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે દેશભરમાં અગ્રણી સ્થાન ધરાવતી IKDRC સંસ્થાને "Excellence in Leading Government Hospital in Organ Transplantation" એવોર્ડ,
* મૃત દાતાઓમાંથી સફળતાપૂર્વક અંગોના રીટ્રીવલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલને *"Best Non-Transplant Organ Retrieval Centre (NTORC)"*નો એવોર્ડ 
* બ્રેઇન સ્ટેમ ડેથની સમયસર ઓળખ, સ્વજનોનું સંવેદનશીલ કાઉન્સેલિંગ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલને *"Best Brain Stem Death Team"*નો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

ગુજરાતના આરોગ્ય વિભાગને મળેલી આ ગૌરવસિદ્ધિના એવોર્ડ્સ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રસ્તુત કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને સમગ્ર મંત્રી મંડળે આરોગ્ય વિભાગની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતાં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola