Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
અમરેલી જિલ્લાના દામનગરમાં 8 માર્ચ એટલે કે ગઈકાલે એક સરાકરી કાર્યક્રમ રક્તરંજિત બન્યો..લાઠી તાલુકાના દામનગરમાં ઠાસા રોડ પર બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ભાજપના શહેર મહામંત્રી પ્રકાશ તજા પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો...આ ઘટના એ સમયે બની જ્યારે ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા પોતે કાર્યક્રમમાં હાજર હતા...8 માર્ચે સવારે 10:30 વાગ્યે જ્યારે બ્રિજ નિર્માણની ખાતમુહૂર્ત વિધિ ચાલી રહી હતી, ત્યારે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ નવાપરાએ પાછળથી આવી અચાનક પ્રકાશ તજા પર હુમલો કર્યો... ધારાસભ્યની હાજરીમાં જ બનેલી આ ઘટનાને પગલે સ્થળ પર ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત મહામંત્રીને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...તેમને માથે 25 ટાંકા લેવા પડ્યા...
હુમલાખોર હીરા નવાપરાને પોલસે ઝડપી પાડ્યો છે...ફરિયાદમાં જે કારણ દર્શાવવામાં આવ્યુ છે એ અનુસાર હુમલો કરનાર હીરાભાઈ નવાપરા જેના દીકરાના પત્ની સાથે દોઢ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા...આ જ મહિલાના લગ્ન ભોગ બનનાર પ્રકાશભાઈ તજાના નાના ભાઈ સાથે થતા મનદુખ રાખી હુમલ કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે
હુમલા અંગે ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે, હીરાભાઈ ઠાસા ગામના વતની છે અને આ હુમલો કોઈ રાજકીય કારણોસર નહીં પરંતુ અંદાજે દોઢ વર્ષ જૂના ફેમિલી પ્રોબ્લેમ અને વ્યક્તિગત અદાવતને કારણે થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
આ જ મુદ્દે કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલ ઉઠાવ્યા
તો 20 ફેબ્રુઆરીએ વાહનને સાઈડ આપવા જેવી નજીવી બાબતે યુવાનની હત્યાને અંજામ આપવામાં આવ્યો..મોરબીના સોની પરિવારના યુવક જતીન સોની રાજકોટથી તેમની બહેનને તેડીને મોરબી પરત ફરી રહ્યા હતા. શનાળા રોડ પર સાઈડ આપવા જેવી સામાન્ય બાબત તેમની અજાણ્યા યુવકો સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ આવેશમાં આવી ગયેલા યુવાનોએ કારનો કાચ નીચે ઉતારી પરિવારની હાજરીમાં ગાળાગાળી કરી હતી. અને જતીનભાઈને કારમાંથી ખેંચી નીચે ઉતારી છરીના ઘા મારી દીધા હતા. 15 મિનિટ સુધી જતીનભાઈ તરફડિયાં માર્યા બાદ પરિવાર સામે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. સૌથી આઘાતજનક વાત છે કે હવે તેમની 11 માસની માસૂમ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી....આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતના સોની સમાજમાં પડ્યા..મોરબીમાં અનેક જગ્યાએ સોની બજારોમાં બંધ પાળવામાં આવ્યુ હતુ...તો અમરેલી જિલ્લા સુવર્ણકાર સંઘે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી
મોરબીમાં જ 19 ફેબ્રુઆરીએ તાજ મહમદ ભટ્ટી નામના વ્યક્તિની જમીન વિવાદમાં હત્યા કરવામાં આવી....19 ફેબ્રુઆરીએ તાજભાઈ ઘરેથી નીકળ્યા જે બાદ પરત ના આવ્યા..તપાસ કરતા જાણ થઈ કે રસ્તામાં તાજ મહમદ ભટ્ટીને જમીનને લઈ કેટલાક લોકો સાથે બોલાચાલી થઈ હતી..એ દરમિયાન જ તેમના પર ધોકા પાઈપથી હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા...આરોપીની પૂછપરછ કરતા ખુલાસો થયો કે તેમણે મૃતદેહને બંધ ફેક્ટરીમાં જઈ ખાડો ખોદી મૃતદેહ ફેંકી દીધો અને કોઈ ઓળખી ના શકે તે માટે ડીઝલ નાખી સળગાવી દીધો
આ તમામની વચ્ચે એક મેજર ઓપરેશન બાદ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ 8 માર્ચ તેમના જન્મદિવસ પર એક વીડિયો જારી કર્યો...અને કહ્યું કે એકાદ મહિનામાં હું મોરબી પરત આવીશ...અને વધી રહેલા હત્યા અને દાદાગીરીના બનાવોને અટકાવી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
હવે આ અમદાવાદના દાણીલીમડાના દ્રશ્યો જુઓ..છૂટ્ટાહાથની મારામારી...નઈમ નામના વ્યક્તિ પત્નીને માર માર્યો અને પુત્રને છરી મારી દીધી....દાણીલીમડામાં પતિએ બીજી પત્ની અને તેના પુત્રો સાથે મળી પહેલી પત્નીના ઘરની બહાર લાકડીઓ અને છરી વડે મારામારી કરી... જેમાં મહિલા અને તેના સગીર પુત્રને ઇજા થતાં બંનેને સારવાર માટે દાખલ કરાયા..આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે..
અમદાવાદમાં Gls કોલેજ બહાર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો...બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય નશાની હાલતમાં આવ્યો અને કોલેજની બહાર પડેલી દાડીમાં તોડફોડ કરી... પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી
હવે અમદાવાદના જ આ દ્રશ્યો જુઓ...ઘટના ઈસનપુરની છે...જ્યાં 5 માર્ચે સામાન્ય બોલાચાલીમાં હિંસક ઝપાઝપી થઈ...કાર વોશિંગ દરમિયાન પાણીના છાંટા ઉડતા વિવાદ શરૂ થયો જેમાં એક વ્યક્તિ છરી વડે હુમલો કર્યો..જેમાં ઈરફાન પઠાણ નામનો વ્યક્તિ અને તેના પુત્રને ઈજા થઈ...સીસીટીવીની મદદથી પોલીસે હુમલો કરનારને ઝડપી પાડ્યો
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના પ્લાઝામાં નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ આતંક મચાવ્યો...ઘટના 5 માર્ચની છે.. વોચમેને સિગારેટ પીવાની ના પાડતા લુખ્ખા તત્વોએ તેની મોટરસાઈકલ સળગાવી દીધી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું
રાજકોટ ગોંડલ કૈલાસ કોમ્પ્લેક્સ બની મારામારી ઘટના...ધૂળેટીની રાત્રે આશરે 9.30 વાગ્યે 2 થી 3 શખ્સો દ્વારા બે થી ત્રણ લોકો પર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો...જેમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા દાખલ કરવા પડ્યા હતા
ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા..ઘટના 3 માર્ચે શહેરના ખેડૂતવાસ માનભાઈ ચોક વિસ્તારમાં બની...જૂની અદાવતમાં પાંચ જેટલા લોકો તીક્ષ્ણ હથિયાર સાથે આવ્યા અનેક એક ઘરમાં ઘૂસી તોડફોડ કરી






















