Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!

હારીજ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ મહિલા છે કારોબારી ચેરમેન પણ મહિલા છે પરંતુ પ્રમુખ ઉપપ્રમુખની ચેમ્બરમાં બેસી તેમના પતિદેવો કેવી રીતે કમાન સંભાળી રહ્યા છે તેનો વીડિયો અમે ગઈકાલે રજૂ કર્યો હતો...ગઈકાલના વીડિયોમાં અમે નગરપાકિલાના પ્રમુખ એવા ધરતીબેનના પતિ અને ઉપપ્રમુખ કીંજલબેન મહેતાના પતિદેવ ચક્ષુ મહેતા દ્રશ્યમાન થયા હતા જો કે ચક્ષુભાઈનું કહેવું એમ હતુ કે એ તો માત્ર પત્રકાર પરિષદ હોવાના કારણે આવ્યા હતા...ત્યારે અમે જાણતા હતા કે આ ખેલ ઘણો મોટો છે..અને સાચા અર્થમાં પતિદેવો જ વહીવટ કરે છે...ત્યારે અમને હાથ લાગ્યો આ વીડિયો જેમાં થવાનો મોટો ખુલાસો

જુઓ આ નગરપાલિકાના પ્રમુખની ઓફિસ છે અને ખુરશી પ્રમુખ ઉપપ્રમુખની છે...વીડિયોમાં તમને ક્યાંય મહિલા પ્રમુખ ધરતીબેન નજરે નહીં પડતા હોય કે ઉપપ્રમુખ કીંજલ બેન અહીં દ્રશ્યમાન થઈ રહ્યા છે...નગરપાલિકાના પ્રમુખ ધરતી બેનના પતિદેવ ધર્મેશભાઈ અને મહિલા કારોબારી ચેરમેન હેતલબેન ઠાકોરના પતિ રમેશ ઠાકોર..તેનો મતલબ સ્પશ્ટ છે કે વહીવટ પતિદેવો ચલાવે છે માત્ર વહીવટ ચલાવે છે એટલું જ નહીં અહી તો આવેદન પત્ર અને નિર્ણય પણ પ્રમુખ ધરતીબેન વતી તેમના પતિ ધર્મેશભાઈ સ્વીકારે છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola