Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
ગયા અઠવાડીયાના અંતમાં વરસેલા વરસાદ બાદ હજુપણ પાટણના હારીજના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જ્યારે નાગરિકોની સમસ્યા હોય તેમજ પાણીનો નિકાલ ન થતો હોય ત્યારે નગરપાલિકાના સત્તાધિશોને સવાલ પૂછે તે સ્વભાવિક છે.
નાગરિકો સવાલ સત્તાધિશોને પૂછવા માગતા હોય અને હારીજ નગરપાલિકામાં સાશન ભાજપનું છે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન અહીં મહિલા છે અને સ્વભાવિક રીતે નાગરિકો તેમને સવાલ પૂછવા માગતા હોય પણ નાગરિકોની વચ્ચે તેમના સ્થાને ઉપસ્થિત હતા નગરપાલિકાના પ્રમુખશ્રીના પતિદેવ ધર્મેશભાઈ અને ઉપપ્રમુખશ્રીના પતિ ચક્ષુભાઈ મહેતા. બસ પછી તો જે થયુ તે જોઈ લો પ્રમુખશ્રી અને તેમના પતિદેવ પર લોકોએ સવાલોનો મારો ચલાવ્યો.
નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના પતિદેવો સ્થાનિક નેતા તરીકે જનતાનું દુખદર્દ સમજી તેને દૂર કરવાનો પ્રયાસ કરે તે આવકારદાયક છે પરંતુ આરોપ લાગે છે કે આ બંને પતિદેવો જ નગરપાલિકાના વહીવટમાં ચંચુપાત કરે છે. પુરાવો અમારી પાસે પણ છે અગાઉ જાન્યુઆરીમાં અમારી ટીમ પહોંચી ત્યારે જુઓ પ્રમુખ ઉપપ્રમુખની બાજુમાં બેસેલા તેમના પતિદેવો.