Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
શિક્ષકોને શિક્ષણ કાર્ય સિવાય અન્ય કામગીરી સોંપવામાં આવતા વિવાદ અનેક વખત સર્જાયા છે... રાજકોટમાં પણ DDOએ જાહેર કરેલા પરિપત્રને લઈ વિવાદ થયો.... પરિપત્ર મુજબ શિક્ષકોને હવે શાળાની આસપાસ 100 મીટરની અંદર આવતા પાનના દુકાનદારોને દંડ કરવાની કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.. ગ્રામ્ય વિસ્તારોમાં પણ શાળાઓ આસપાસ તમાકુનું વેચાણ થતુ હોય તો પાનની દુકાન ધારકને શિક્ષકે દંડ કરવાનો રહેશે.. આટલુ જ નહીં.. જો આ દુકાનદાર દંડ ન આપે તો પોલીસ ફરિયાદ કરવાના પણ આદેશ કરાયા છે.. પાનની દુકાનમાં તમાકુ વેચાતુ હોય તો નજીકીની શાળાના આચાર્યને કાર્યવાહી કરવા આદેશ કરાયા છે..
DDOએ કરેલા આ જ પરિપત્રનો રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જોરદાર વિરોધ કર્યો છે.. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો આરોપ છે કે આગામી 20 એપ્રિલથી શિક્ષકોને વસતી ગણતરી પણ કરવાની છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈને પણ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવશે.. જો શિક્ષકો આ જ પ્રકારની કામગીરીમાં વ્યસ્ત રહેશે તો પછી બાળકોને ભણાવશે કોણ.. આવી કામગીરીથી લોકો સાથે ઘર્ષણ થાય તો તેની જવાબદારી કોની રહેશે.. જો પરિપત્ર રદ ન કરાય તો 4 હજાર શિક્ષકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે...
----
એક મહિના પહેલા શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓની ગણતરી માટે આદેશ કરાતા વિવાદ થયો છે. શિક્ષણ નિયામકે પરિપત્ર કરી શિક્ષકોને કૂતરા ગણવાની જવાબદારી સોંપાતા વિરોધ થયો. ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની સોંપાતી કામગીરીના કારણે શિક્ષણ પર અસર થતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે. તેની વચ્ચે જ હવે રખડતા કૂતરાની ગણતરીના થયેલા આદેશથી નવો વિવાદ છેડાયો હતો.વિવાદ બાદ શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી...
---
માધ્યમિક નાયબ શિક્ષણ નિયામકે એક પરિપત્ર જાહેર કર્યો.. જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની હોસ્પિટલ, દવાખાના, શૈક્ષણિક સંસ્થા, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં શ્વાનની સંખ્યા અંગે સોટ માહિતી રાખવી અનિવાર્ય છે.. ત્યારે રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં રખડતા શ્વાનનો સર્વે કરવા આદેશ કરાયો છે.. આ પરિપત્રના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીએ ઉચ્ચતર માધ્યમિક શાળઆને પત્ર લખી કેમ્પસ અને શાળાની આસપાસ રખડતા શ્વાનની સંખ્યા સહિત ચાર કોલમમાં વિગતો ભરી રિપોર્ટ રજુ કરવાની સૂચના આપી.. જો કે મારી ચેનલે જ અહેવાલ પ્રસારિત કરતા તેમાં પણ સુધારો કરવામાં આવ્યો... ફક્ત શાળા કેમ્પસમાં સર્વે કરી માહિતી મોકલવાની સૂચના આપવામાં આવી છે..
-----
તીડના આક્રમણને અટકાવવા માટે શિક્ષકોનો સહારો લેવાયો હતો... 2019ના અંતમાં બનાસકાંઠામાં તીડના આક્રમણને અટકાવવા માટે શિક્ષકોનો ભોગ લેવાયો... તીડની સમસ્યાને પહોંચી વળવા તંત્ર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. થરાદમાં શિક્ષકો તેમજ આચાર્યોને તીડ આવવાના હોવાથી ઢોલ અને નગારા સાથે તૈયાર રહેવાની સૂચના પણ અપાઈ હતી....
----
2011માં જ શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી કર્યો હતો... જેમાં સ્પષ્ટ પણ કહેવાયું હતુ કે, શિક્ષકોને દસ વર્ષીય વસ્તી ગણતરીની, આપત્તિ રાહત ફરજ, સ્થાનિક સત્તા તંત્ર, રાજય વિધાનસભા અથવા સંસદની ચૂંટણીને લગતી ફરજો સિવાયની કોઇ પણ બિન શૈક્ષણિક કામગીરી સોંપવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે...






















