Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની મોંઘેરી સાડી
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની મોંઘેરી સાડી
રાજનિતીમાં અત્યાર સુધી અલગ અલગ મુદ્દે શાસક પક્ષ અને વિરોધ પક્ષ સામસામે આવી ચૂક્યા છે.....અનેક એવા મુદ્દા,લોકોના પ્રશ્ન છે જેના વિશે ચર્ચા થવી જોઈએ...પરંતુ ગુજરાતના રાજકારણમાં હાલ ચર્ચાસ્પદ મુદ્દો છે ભાજપના મહિલા ધારાસભ્યોની સાડી....જી હાં......ચર્ચા શરૂ થઈ કોંગ્રેસની જન આક્રોશ સભામાં...જ્યારે કોંગ્રેસના જ મહિલા નેતા જેનીબેન ઠુમ્મરે ભાજપની મહિલા ધારાસભ્યો અને મહિલા મંત્રીઓની સાડીને લઈને સવાલ ઉભો કર્યો....."માત્ર મોંઘી સાડી પહેરવા મંત્રી બને છે!" – જેનીબેન ઠુમ્મરના આ તીખા આરોપે રાજકીય વર્તુળોમાં તોફાન મચાવી દીધું . તેઓએ કહ્યું કે આ મંત્રીઓ રૂ. 20 હજાર કરતા પણ વધુ મોંઘી સાડી પહેરીને ફરે છે, પરંતુ જ્યારે મહિલાઓના પ્રશ્નો – જેમ કે સુરક્ષા, અધિકાર અને સમસ્યાઓ – આવે ત્યારે તેઓ મૌન સેવે છે!...જો કે જેનીબેનના આ આરોપોનો સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપ્યો જવાબ....























