Hun To Bolish : હું તો બોલીશ : આમ બન્યા ખાસ?
Hun To Bolish : હું તો બોલીશ : આમ બન્યા ખાસ?
ગુજરાતની રાજનીતિમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ ચર્ચામાં હોય,તો એ છે આમ આદમી પાર્ટી.....ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો આમ આદમી પાર્ટીના પાંચ મુખ્ય ચહેરાઓ....(5 વિન્ડો)ઈસુદાન ગઢવી જેઓ પ્રદેશ પ્રમુખ છે AAPના.....ગોપાલ ઈટાલિયા જે આપના વિસાવદરથી ધારાસભ્ય છે....ચૈતર વસાવા જેઓ આમ આદમી પાર્ટીના ડેડિાપાડાથી ધારાસભ્ય છે....મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રી છે AAPના...અને પ્રવીણ રામ જે આપ ફ્રંટલ ગુજરાતના સ્ટેટ પ્રેસિડેન્ટ છે.....આ તમામ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા પહેલા પણ કોઈને કોઈ રીચચે લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે.....પરંતુ દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ...જેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા.... શનિવારે અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરેન્સમાં કેજરીવાલે દાવો કર્યો કે સામાન્ય પત્રકાર એવા ઈસુદાન ગઢવીને સાંભળવા માટે મોટી સંખ્યામાં જનતા ઉમટી રહી છે.. નાના પોલીસકર્મીમાંથી ગોપાલ ઈટાલિયા રાજ્યના ક્રાઉડપુલર નેતા બન્યા.. એટલુ જ નહીં.. ચૈતર વસાવા, પ્રવીણ રામ જેવા સામાન્ય નાગરિકો આમ આદમી પાર્ટીમાં જોડાતા ગુજરાતના નાગરિકોમાં નવી આશા જાગી છે.. આમ આદમી પાર્ટીના આ જ નેતાઓમાં ગુજરાતની જનતાને આશા દેખાતી હોવાનો પણ કેજરીવાલે દાવો કર્યો..શું કહ્યું તેમણે એ સાંભળીએ....
જે ઈસુદાન ગઢવીને અરવિંદ કેજરીવાલ સામાન્ય પત્રકાર ગણાવી રહ્યા છે...એ જ ઈસુદાન જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે આ જ અરવિંદ કેજરીવાલે તેમને પત્રકારત્વની સર્વોચ્ચ ટોચ પર હોવાનું કહ્યું હતું....14 જૂન 2021ના રોજ જ્યારે ઈસુદાન આપમાં જોડાયા ત્યારે કેજરીવાલે શું કહ્યું હતું એ સાંભળો....























