Hun To Bolish : હું તો બોલીશ : આ વિવાદો કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ વિવાદો કેમ ?
વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસે રાજસ્થાનમાંથી ધરપકડ કરી ...પહેલા જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન હોય કે પોલીસ સાથે ગેરવર્તણૂંક,કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહે છે....જુઓ આ બે દ્રશ્યો....મહાશિવરાત્રીના મેળામાં ભગવા વસ્ત્રો પહેરીને કીર્તિ પટેલ પહોંચી પરંપરા તોડવા...સદીઓની પરંપરા તોડી...
અવારનવાર પોતાની કરતૂતોના કારણે ચર્ચામાં રહેતી કીર્તિ પટેલને પોલીસ રાજસ્થાનથી જૂનાગઢ લાવવામાં આવી....રાજસ્થાનથી પકડી જૂનાગઢ કીર્તિ પટેલેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી....કીર્તિ પટેલ ના પાંચ દિવસના રિમાન્ડની માગ કરી છે....તો કીર્તિ પટેલ સાથેના અન્ય 4 આરોપીઓને ઝડપી લેવા પણ પોલીસે તપાસ કરી તેજ....હાલ 20 લાખની ખંડણી માંગવાના કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે....આગળની કાર્યવાહી ચાલુ છે....
જૂનાગઢમાં સાત દિવસમાં કીર્તિ પટેલની સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે....પહેલી ફરિયાદ 16 ફેબ્રુઆરીએ નોંધાઈ....શિવરાત્રિના મેળામાં પોલીસ અધિકારીને ધમકી, શાંતિ ભંગ અને ફરજમાં રૂકાવટ બાબતે મહિલા PI કે.જે.મોડે ફરિયાદ નોંધાવી.....બીજી ફરિયાદ સદીઓ જૂની ધાર્મિક પરંપરાનો ભંગ કરવા અને મૃગીકુંડની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ નોંધાઈ....જે ભાલકાતીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ નોંધાવી....અને ત્રીજી ફરિયાદ 21 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઈલ પી લેતાં અબજલ સીડા નામના યુવકે નોંધાવી હતી.























