શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?

શું છે જીકાસ પોર્ટલ ?

ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ પ્રક્રિયા માટે શરૂ કરાયેલા જીકાસ પોર્ટલને લઈને સતત વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે...GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ....તે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું એક સિંગલ ઓનલાઈન પોર્ટલ છે....જેના માધ્યમથી વિદ્યાર્થીઓ રાજ્યની વિવિધ સરકારી અને અન્ય કોલેજોમાં પ્રવેશ માટે એક જ સામાન્ય ફોર્મ ભરીને અરજી કરી શકે છે...વિદ્યાર્થીઓએ અલગ-અલગ યુનિવર્સિટીઓ કે કોલેજોમાં જઈને ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી...આ એક જ પોર્ટલ દ્વારા ઘણી બધી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી શકાય છે...તેની સાથે રાજ્યની અગ્રણી સરકારી યુનિવર્સિટીઓ, સરકારી કોલેજો, ગ્રાન્ટેડ  કોલેજો જોડાયેલી છ...GCAS એ માત્ર એક અરજી કરવાનું પ્લેટફોર્મ છે....વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની પ્રક્રિયા જે-તે યુનિવર્સિટી કે કોલેજના નિયમો અનુસાર જ કરવામાં આવે છે...વિદ્યાર્થીઓ GCAS પોર્ટલ પર જઈને પોતાની માહિતી અને ચોઇસ (પસંદગી) ભરી શકે છે...વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા, ડોક્યુમેન્ટ અપલોડ કરવા અથવા કોઈ સુધારા-વધારા કરવા માટે GCAS પોર્ટલની મદદ લઈ શકે છે....

----------------------------

અમદાવાદ ગઈકાલે વિરોધ

ગુજરાત કોમન એડમિશન પોર્ટલની એડમિશન પ્રક્રિયામાં આવેલી વિવિધ ટેકનિકલ ખામીઓ અને વિસંગતતાઓના વિરોધમાં ABVPએ બુધવારે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું ....અમદાવાદમાં આવેલી નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતની કચેરી ખાતે વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા અને સૂત્રોચ્ચાર કર્યા.... આ દરમિયાન વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરતાં કાર્યકરોએ GCASની ઓફિસનો મુખ્ય દરવાજો તોડી પાડ્યો હતો, જેને પગલે ભારે અફરાતફરી મચી ગઈ.....GCAS પોર્ટલ દ્વારા કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમાં અનેક ખામીઓ સામે આવી રહી છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે....

કિરીટ પટેલે સીએમ,શિક્ષણ વિભાગને પત્ર

કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ડો. કિરીટ પટેલે મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગને પત્ર લખીને આ પોર્ટલની મુદત વધારવા માટે ઉગ્ર માંગ કરી.... તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન એડમિશન પ્રક્રિયા અને પોર્ટલની ખામીઓને કારણે વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને તેમનો રકાસ થઈ રહ્યો છે....જેથી GCAS પોર્ટલમાં તમામ સરકારી યુનિવર્સિટીઓનો સંપૂર્ણ સમાવેશ કરવો અત્યંત જરૂરી છે. હાલની વ્યવસ્થામાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોનો જ સમાવેશ થવાથી પરોક્ષ રીતે ખાનગી યુનિવર્સિટીઓને મોટો ફાયદો થઈ રહ્યો છે..... આ ખામીયુક્ત નીતિના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સરકારી શિક્ષણથી વંચિત રહી જાય તેવી સ્થિતિ છે....ઘણી ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ મનસ્વી રીતે વર્તીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાથી વંચિત રાખી રહી છે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ ઓનલાઈન પોર્ટલની જટિલ પ્રક્રિયા સમજી શકતા નથી, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવી શક્યા નથી. જો પોર્ટલની મુદત લંબાવવામાં નહીં આવે, તો અનેક તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાશે. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar:  CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Gandhinagar:  CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી
Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM Modi New Record: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલ કરી સિદ્ધિ, દેશ-દુનિયામાંથી મળ્યા અભિનંદન
PM Modi New Record: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલ કરી સિદ્ધિ, દેશ-દુનિયામાંથી મળ્યા અભિનંદન
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar:  CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Gandhinagar:  CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી
Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM Modi New Record: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલ કરી સિદ્ધિ, દેશ-દુનિયામાંથી મળ્યા અભિનંદન
PM Modi New Record: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલ કરી સિદ્ધિ, દેશ-દુનિયામાંથી મળ્યા અભિનંદન
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
ફીફા વર્લ્ડકપમાં FIFAનો અર્થ શું થાય છે? 99 ટકા લોકો નહીં જાણતા હોય તેનો જવાબ
ફીફા વર્લ્ડકપમાં FIFAનો અર્થ શું થાય છે? 99 ટકા લોકો નહીં જાણતા હોય તેનો જવાબ
SSC CGL 2026: ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરના પદ પર ભરતી, 1.51 લાખ રૂપિયા સુધીનો મળશે પગાર
SSC CGL 2026: ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરના પદ પર ભરતી, 1.51 લાખ રૂપિયા સુધીનો મળશે પગાર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
Embed widget