Hun To Bolish: હું તો બોલીશ : કેમ છોડ્યું આપ?
Hun To Bolish: હું તો બોલીશ : કેમ છોડ્યું આપ?
રાજ્યની રાજનીતિમાં મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો. ગઈ કાલે આમ આદમી પાર્ટી (AAP)ના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું..
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપવાનો સિલસિલો યથાવત છે.. પાર્ટીમાં મહેશ સવાણીએ શરૂઆત કરી.. અને ત્યારબાદ ભૂપત ભાયાણી, ઉમેશ મકવાણા, કરશનબાપુ ભાદરકા, અલ્પેશ કથિરીયા, ઘાર્મિક માલવીયાએ રાજીનામા આપી દીધા.. અને હવે છેલ્લું રાજીનામું રાજુ કરપડાએ આપ્યું. ગઈ કાલે રાજીનામુ આપ્યા બાદ રાજુ કરપડા મૌન હતા.. આજે રાજકોટમા પત્રકાર પરિષદ કરીને તેમણે સ્પષ્ટતા કરી.
================================================
1 - કરપડાએ સવાલ ઉઠાવ્યા કે ખેડૂતોની ધરપકડ સમયે જાણી જોઈને કાનૂની સહાય ન અપાઈ.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ વકીલોની આખી ફોજ ઉભી કરી..
2 - ગોપાલ ઇટાલિયા જાણી જોઈને આંદલોનના દિવાસે હડદડમાં ઉપસ્થિત ન રહ્યા.
ઇટાલિયાએ કહ્યું પહેલેથી નિર્ધારિત કાર્યક્રમના કારણે તે રાજકોટમાં હતા.
3 - ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા કે કેસના ડરથી કે જેલમાં જવાના ડરથી ભાજપના ઇશારે કરપડાએ રાજીનામુ આપ્યું અને બયાનબાજી કરી રહ્યા છે..
રાજુ કરપડાએ જવાબ આપ્યો કે હું ડરપોર છું એવું ખોટી રીતે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
4 - ગોપાલ ઇટાલિયાએ કરપડા પર આરોપ લગાવ્યા કે રાજકોટની જેલમાં આઈપીએસ સાથે મુલાકાત બાદ કરપડાની થઈ જેલલમુક્તિ.
ઇટાલિયાએ એ પણ આપોપ લગાવ્યા કે જેલમાંથી છૂટ્યા બાદ કરપડા હર્ષ સંધવી સાથે બેઠકો કરવા લાગ્યા
================================================
તો આ અંગે મેં ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા સાથે વાત કરી.. આવો સાંભળીએ શું આરોપ લગાવ્યા રાજુ કરપડાએ પક્ષ અને ગોપાલ ઇટાલિયા પર.. અને ગોપાલ ઈટાલિયાએ શું આપ્યા વળતા જવાબ...
================================================
આ બન્નેની વાત તો આપણે સાંભળી... ઈટાલિયાનું કહેવું છે કે રાજુભાઈ ભાજપે આપેલી સ્ક્રિપ્ટ વાંચે છે.. અને રાજુભાઈનું કહેવું છે કે કયા પક્ષમાં જોડાવું અને જોડાવું કે ન જોડાવું તે અંગે હજુ કોઈ નિર્ણય લીધો નથી.. આ તમામની વચ્ચે કૉંગ્રેસ શું વિચારી રહ્યું છે.. એ પણ જાણવાનો પ્રયાસ કર્યો અમિતભાઈ ચાવડા પાસેથી..























