Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!
સૌથી પહેલા વાત કરીએ તાજેતરમાં જ પક્ષ પલટાના સૌથી ચર્ચામાં રહેલા અને હાસ્યાસ્પદ કિસ્સા વિશે....જે બન્યો ભાવનગરમાં...6 એપ્રિલે..12 વાગ્યાને 9 મિનિટે ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસમાં જોડાયેલા વડવા 'બ' વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહેલ માત્ર 3 કલાક એટલે કે, 3 વાગ્યાને 4 મિનિટે પાછા ભાજપમાં જોડાઈ ગયા...કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા સેજલબેન ગોહેલે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા તેમણે કહ્યું ભાજપમાં મહિલાઓ અને સંવિધાન સુરક્ષિત નથી. હું પોતે નગરસેવિકા હોવા છતાં મારા પર બુટલેગરોએ હુમલો કર્યો હતો, પરંતુ પક્ષ તરફથી મને કોઈ રક્ષણ કે પ્રતિસાદ મળ્યો નહોતો. જો એક નગરસેવિકા સુરક્ષિત ન હોય, તો સામાન્ય મહિલાઓનું શું? તેમણે વધુમાં જણાવ્યું કે, તેમના વોર્ડમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ અને બુટલેગરોના ત્રાસ વિરુદ્ધ અવાજ ઉઠાવવા છતાં ભાજપે તેમને સાથ આપ્યો નહોતો...અને જેવા 3 કલાકમાં પાછા ભાજપમાં જોડાયા પછી એવું નિવેદન આપ્યું કે કોંગ્રેસે મને લાલચ આપી હતી મને મારી ભીલ સમજાઈ ગઈ એટલે પાછી આવી ગઈ
આ તો થઈ સૌથી ચર્ચામાં રહેલી ઘટનાની વાત હવે તાજેતરમાં જ અલગ અલગ જિલ્લાઓમાં બનેલી પક્ષ પલટાની ઘટનાઓ પર નજર કરીએ તો
મોરબી જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામીએ 3 વર્ષ બાદ કોંગ્રેસમાં ઘરવાપસી કરી...વર્ષ 2023માં તેઓ ભાજપમાં જોડાયા હતા... કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂત અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નયન અઘારાની હાજરીમાં તેઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
-----------------------------
આજે દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મહેશ મછાર કોંગ્રેસમાં જોડાયા...સરકારના આદિવાસી સમાજને અન્યાયકર્તા નિર્ણયોના કારણે ભાજપ છોડી હોવાનો તેમણે દાવો કર્યો સાથે જ નલ સે જલ અને મનરેગામાં ભાજપના મંત્રી અને ધારાસભ્યોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો
તો પાટણમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ થયું...પાટણ ભાજપના પૂર્વ ડેલિગેટના સસરા જોડાયા કોંગ્રેસમાં...કોલીવાડા બેઠકના ડેલિગેટ ભારતીબેન ચૌધરીના સસરા મધાભાઈ ચૌધરી જોડાયા કોંગ્રેસમાં...મધાભાઈ ચૌધરી રાધનપુર તાલુકા પંચાયતથી રહી ચૂક્યા છે ભાજપના ડેલિગેટ
7 તારીખે પાટણમાં પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દિનેશ પટણીએ ભાજપ સાથે છેડો ફાડીને સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ પકડ્યો...આ પક્ષપલટાનો કાર્યક્રમ હડકમાઈ માતાજીના મંદિરમાં યોજાયો ... દિનેશ પટણી અને તેમના સમર્થકોએ માતાજીના દર્શન કર્યા બાદ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી...દિનેશભાઈ અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટણી જીતીને ઉપપ્રમુખ રહી ચૂક્યા છે
----------------------------------------------
આ તરફ 7 તારીખે દાહોદમાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા..પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પણદાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
-------------------------------------------
તો ગઈકાલે જ જામનગરમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો...શહેર ઉપપ્રમુખ હનીફ હસન જતમલેકે પોતાના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું અને 100થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા... આમ આદમી પાર્ટીએ હનીફ જતમલેકને વોર્ડ નંબર 2માં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતા...પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના સ્થાનિક નેતાઓની હાજરીમાં આપમાંથી રાજીનામું આપી તેઓ કોંગ્રેસમાં જોડાયા
તો ગઈકાલે જ વડોદરા જિલ્લા કોંગ્રેસના ચાર આગેવાનો ભાજપમાં જોડાયા...ભાજપના સ્થાપના દિવસે જ ચાર આગેવાનોને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપ્યો... કોંગ્રેસનો હાથ છોડનાર ચાર આગેવાનોમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર પ્રહલાદ પટેલ, કોંગ્રેસના મહામંત્રી કુલદીપસિંહ રાજ, કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયેશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી નિલેશ રાઠોડનો સમાવેશ થાય છે.
તો 4 એપ્રિલે કઠલાલ APMC ના પૂર્વ ચેરમેન તેમજ ભાટેરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને દૂધ મંડળીના ચેરમેન હસમુખભાઈ પરમાર પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટી સાથેનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા..કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવી કોંગ્રેસમાં જોડ્યા
તો 4 તારીખે જ જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા ભારતીય જનતા પાર્ટી છોડીને ફરીથી કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પહેલાં આ નિર્ણયથી ભરૂચ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો...કિરણસિંહ મકવાણા વર્ષ 2007માં કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ, વર્ષ 2017માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા..તેમણે કહ્યું કે હું મારા ગુરુજી સોખડાના હરિપ્રસાદ સ્વામીજીની સૂચનાથી ભાજપમાં જોડાયો હતો પણ વચનો પૂર્ણ ના થતા અને સતત અવગણનાના કારણે ભાજપ છોડ્યું..અને હવે પ્રેમસ્વરૂપ સ્વામીના આદેશથી હવે કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું
---------------------------------------
4 તારીખે જ ભાજપે જેને સસ્પેન્ડ કર્યા તેવા રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા...આવાસ કૌભાંડમાં પતિનું નામ ઉછળ્યા બાદ ચર્ચામાં આવેલા વોર્ડ નં.6ના પૂર્વ કોર્પોરેટરે કાર્યકરો સાથે પક્ષપલટો કર્યો...સાથે જ પ્રહાર કર્યો કે ભાજુપે મારી પર ખોટા આરોપ લગાવ્યા છે
અમદાવાદના બાપુનગરમાં ભાજપના કાર્યાલય ઉદ્ઘાટન સમયે હત્યા, મારામારી અને છેડતીના આરોપીને ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કરાયું...24 એપ્રિલ 2025 ના રોજ વિશાલ શ્રીમાળી નામના ભાજપ કાર્યકર્તાની હત્યા થઈ હતી...આ હત્યાના આરોપી હર્ષદ સોલંકી અને હિંમત સોલંકીને ધારાસભ્ય દિનેશ કુશવાહએ ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યુ...બાપુનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 માં નોંધાઈ હતી ફરિયાદ...અગાઉ હર્ષદ અને હિંમત સોલંકી કોંગ્રેસના આગેવાન હતા
-------------------------------------
તો જામનગરમાં આજે દોઢ લાખની લાંચ કેસના આરોપી પૂર્વ કોર્પોરેટર અને બસપાના નેતા ફુરકાન શેખ કોંગ્રેસમાં જોડાયા...3 એપ્રિલે જામનગરમાં ગુજસીટોક કેસના આરોપીને કોંગ્રેસે ખેસ પહેરાવ્યો....પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરીની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ...અતુલ ભંડેરી હાલ ગુજસીટોક કેસમાં જમીન પર છે...પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના નેતાઓએ ખેસ પહેરાવી કોંગ્રેસમાં સ્વાગત કર્યુ....






















