Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
પાટણના રાધનપુર તાલુકાના સિનાડ ગામના લોકગાયિકા કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન કરતાં વિવાદ સર્જાયો.. પરિવાર અને સમાજે વિરોધ કરતા કિંજલ રબારીએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવી પોલીસ રક્ષણ માગ્યું... બે દિવસ અગાઉ કિંજલ રબારીએ વરસડા ગામના અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા... આ લગ્નને કારણે સોશિયલ મીડિયા પર વિવાદ વકર્યો... વિવાદ બાદ કિંજલ રબારીએ વીડિયો પોસ્ટ કરીને ખુલાસો કર્યો... 56 સેકન્ડના વીડિયોમાં તે જણાવે છે કે લાંબા સમયથી પરિવારજનોને લગ્ન માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પરિવાર લગ્નના વિરોધમાં હતા.. જેથી ગઈકાલે તેમના પતિ અશોકકુમાર ચૌધરી તેને આવીને લઈ ગયા.. સોશલ મીડિયામાં પતિને બદનામ કરવામાં આવી રહ્યા હોવાનો પણ કિંજલ રબારીએ આરોપ લગાવ્યો.. વધુમાં રબારી સમાજને ઉદ્દેશીને કહ્યું મરજીથી લગ્ન કર્યા.. પણ મને બદનામ કરવામાં આવી રહી છે.. અને તેમના પતિને જીવનું જોખમ હોવાની પણ વાત કરી... જો તેમને કોઈપણ નુકસાન પહોંચ્યું.. તો તેના માટે પરિવાર જવાબદાર હોવાની વાત કરી...
જો કે આ પહેલા પણ અન્ય બે ગાયિકાના પ્રેમ લગ્નને લઈ વિવાદ થઈ ચૂક્યો છે... આરતી સાંગાણી અને કિંજલ દવે... જાણીતી ગાયિકા કિંજલ દવે અને ધ્રુવિન શાહની સગાઈને લઈને મોટો વિવાદ થયો....બંને તરફના પરિવારની સહમતિ સાથે થયેલી સગાઈનો ઔદિચ્ય બ્રાહ્મણ સમાજે વિરોધ કરી પરિવારનો આજીવન સામાજિક બહિષ્કારનો નિર્ણય લેવાયો... બીજી તરફ પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીએ પરિવારની ઈચ્છા વિરૂદ્ધ દેવાંગ ગોહેલ નામના તબલાવાદક સાથે લગ્ન કરતા પાટીદાર સમાજે કર્યો વિરોધ....
કિંજલ રબારીના પ્રેમલગ્ન પર સમાજના અગ્રણી ઠાકરશી રબારીએ પરોક્ષરીતે ચીમકી ઉચ્ચારી.. સમાજની પરંપરા નહીં તોડવા અને સમાજની પરંપરા તોડનારા સામે કાયદો તોડવો પડશે તેવી ઠાકરશી રબારીએ ચીમકી ઉચ્ચારી.. એટલુ જ નહીં.. સમાજની દીકરી પર હાથ નાખનારને દાટી દેવાની સમાજ પાસે શક્તિ હોવાની વાત કરી નામ લીધા વગર ઠાકરશી રબારીએ કિંજલ રબારીને સરેન્ડર થવાની ચીમકી આપી દીધી..






















