Hun To Bolish : હું તો બોલીશ : મહાપર્વના શ્રીગણેશ
Hun To Bolish : હું તો બોલીશ : મહાપર્વના શ્રીગણેશ
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો. આજથી આ મેળાનો આરંભ થયો છે..
ભવનાથ મહાદેવ મંદિરે આજે ધ્વજારોહણ સાથે કરાઈ મેળાની શરુઆત.. અધિકારીઓ અને સાધુ - સંતો ધ્વજારોહણમાં ખાસ ઉપસ્થિત રહ્યા.. મંદિરના ઘુમ્મટ પર સૌપ્રથમવાર ૫૫ કીલો વજનના ધ્વજદંડનું સ્થાપન કરવામાં આવ્યું અને આજે તે ધ્વજદંડ પર ધ્વજારોહણ કરવામાં આવ્યું. આજથી 5 દિવસ ચાલશે આ મહાશિવરાત્રીનો મેળો.. મહાશિવરાત્રિના દિવસે નાગાસાધુઓની રવાડી બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન અને મહાઆરતી સાથે મહાશિવરાત્રી મેળાની થશે પૂર્ણાહુતિ...
આ વર્ષે મેળામાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.. ભરડાવાવથી ભવનાથ તળેટી તરફ વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી રહી છે..























