Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કરે છે કટકી?

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કરે છે કટકી?

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા SP ઓફિસે સમર્થકો સાથે રજૂઆત કરવા જઈ રહ્યા હતા...ઓફિસ પહોંચે તે પહેલા ચૈતર વસાવાને પોલીસે રોકતા હોબાળો મચ્યો...ચૈતર વસાવાએ પોલીસ પર હપ્તા લઈને બુટલેગરોને છોડી દેવાના આરોપ લગાવ્યા...અને સ્થળ પર કેવડિયાના DySP સંજય શર્મા સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ......ચૈતર વસાવાએ 'ધારાસભ્ય છું' સીધી રીતે વાત કરવાનું કહી સંજય શર્માને ખખડાવ્યા...જવાબમાં સંજય શર્માએ સભ્યતાથી વાત કરવા કહ્યું....ચેતર વસાવાએ કહ્યું, સવાર-સવારમાં તમારું મોઢું જોવાનો શોખ નથી...સંજય શર્માએ પણ રોકડું પરખાવ્યું અને કહ્યું મને પણ સવારમાં તમારું મોઢું જોવાનો શોખ નથી...

તાપીના સોનગઢ તાલુકાના ચીખલી ભેસરોટ ગામે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતીએ ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા પર ગંભીર આરોપ લગાવ્યા...રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મંત્રી કુંવરજી હળપતીએ વિકાસના કામોને લઈને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનો ચૈતર વસાવા અને અનંત પટેલ પર આરોપ લગાવ્યા.. એટલુ જ નહીં.. ચૈતર વસાવાને તો ચીટર કહીને તાલુકા પંચાયતમાં ગ્રાન્ટમાંથી બે ટકા લેવાનો અને એ જ પ્રકારે અનંત પટેલ દસ ટકાની માગણી કરતા હોવાનો આરોપ લગાવ્યો...તો બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ મંત્રી કુંવરજી હળપતી પર તેમના માણસોની એજન્સીઓએ બિનજરૂરી કામોના બિલ મંજૂર કરાવ્યા હોવાનો આરોપ લગાવ્યો....અને કહ્યું, કુંવરજી હળપતિના માણસોની એજન્સીઓની જો તપાસ કરવામાં આવે તો બે હજારથી 2500 કરોડનું કૌભાંડ બહાર આવી શકે...આવો સાંભળી લઈએ બંનેના આરોપ પ્રત્યારોપ....

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola