Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન

દેશમાં ચોમાસાના સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે.. ચોમાસાએ કેરલમમાં પ્રવેશ કરી લીધો છે. તેની અસરથી કેરલમ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ મુજબ ચોમાસુ સાનુકુળ સ્થિતિમાં આગળ વધી રહ્યું છે.. જેથી આગામી દિવસોમાં તેની અસર દેશના અન્ય વિસ્તારોમાં જોવા મળશે.. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.. તો કાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. સાથે જ સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે..  હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.. દક્ષિણથી પશ્ચિમ દિશાના પવનો ફુંકાવાની શક્યતાને લીધે વાતાવરણમાં પણ ભેજનું પ્રમાણ રહેશે.. આ વખતે ચોમાસું 3 દિવસ મોડું છે. સામાન્ય રીતે તે 1 જૂને કેરલમ પહોંચે છે. ત્યારબાદ દોઢ મહિનામાં આખા દેશને આવરી લે છે. 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનના રસ્તે પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જાય છે.... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola