Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પ્રોટીન યુક્ત પનીરના સ્થાને પનીર જેવા જ દેખાતા એનાલોગ કૃત્રિમ પનીર અને કૃત્રિમ ચીઝ સહિતના ઉત્પાદનો પર પ્રતિબંધની જાહેરાત બાદ રાજ્ય સરકારે અસાધારણ રાજપત્ર પણ જાહેર કરી દીધુ છે. 3 પેજના આ ગેઝેટમાં ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમન 2006ની કલમ 30(2)(અ) હેઠળ ગુજરાત રાજ્ય કમિશનર ઓફ ફૂડ સેફ્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં એનાલોગ ઉત્પાદનો ના સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકાયો છે. ડેરી ઉત્પાદન જેવા જ દેખાતા પરંતુ વાસ્તવમાં વનસ્પતિ ચરબી કે અન્ય બિન ડેરી ઘટકોથી બનેલા ઉત્પાદનો પર પ્રતિબંધ મુકાયો જે પનીર, બટર, ક્રીમ અથવા અન્ય ડેરી ઉત્પાદન હોવાનો ભ્રમ પેદા કરે છે. આ ગેઝેટ ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા અને ભ્રામક વેપાર પ્રથા અટકાવવા લેવામાં આવ્યો છે. 

મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકારે પણ એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે રાજકોટમાં એબીપી અસ્મિતાની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું. લાતી પ્લોટ વિસ્તારમાં ફોર્ચ્યુન પનીર નામે પેઢી ધમધમતી હતી. અસલી પનીરના નામે એનાલોગ પનીર બનાવી વેચાણ કરતા હતા. આરોગ્ય અધિકારી ત્યાં પહોંચ્યા તો અડધો કલાકની મહેનત બાદ દરવાજો ખોલ્યો. રેડ કરી તો એનાલોગ પનીરના મારકાવાળુ પનીર મળી આવ્યું. રોજનું 25 કિલો એનાલોગ પનીરનું વેચાણ કરતા હતા. જેમાં એક્સપાયરી ડેટ પર લખવામાં આવતી નહોતી. જૂનાગઢથી આ નકલી પનીર મંગાવી FSSIના સ્ટીકર સાથે પેકીંગ કરી જથ્થાબંધ વેચાણ કરતા હોવાની કબૂલાત ફેક્ટરી માલિકે કરી. 
રાજકોટમાં શ્રીરામ ડેરી અને શ્યામ ડેરીને પણ સીલ મારવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોનમાં 16 પેઢીની તપાસ કરવામાં આવી, તો વેસ્ટ ઝોનાં 10 પેઢીની અને ઈસ્ટ ઝોનમાં 12 પેઢીની તપાસ કરવામાં આવી. જ્યાંથી એનાલોગ પનીર, ચીઝ અને બટરનો નાશ કરવામાં આવ્યો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola