Hun To Bolish: હું તો બોલીશ : શ્રેષ્ઠ દાન
Hun To Bolish: હું તો બોલીશ : શ્રેષ્ઠ દાન
આજે અખાત્રીજના દિવસે દાનનું ખુબ મહત્વ હોય છે. અને શ્રેષ્ઠ દાન હોય તો તે છે અંગદાન..અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 3 દિવસમાં 3 અંગદાન થયા જેમાં 11 જિંદગીને નવજીવન મળ્યું.
કડીમાં ગાંધીનગરના 50 વર્ષીય બહરાનભાઈ પંડિત જે વ્યવસાયે કડિયાકામ કરતા હતા. અચાનક ચક્કર આતા બ્રેઈન ડેડ જાહેર થયા. તેમના પત્નિએ અંગદાનનો નિર્ણય કર્યો. એક લીવર અને બે કિડનીના દાનથી ત્રણ વ્યક્તિ મોતના મુખમાંથી બચ્યા. તો આઈસીયુમાં સારવાર લઈ રહેલા ૪૨ વર્ષીય દર્દીના પરિવારે પોતાના અંગત સ્વજનના વિરહ વચ્ચે પણ એક લીવર, એક હૃદય અને બે કિડનીનું દાન આપીને ચાર જિંદગીઓને જીવનદાન આપ્યું.નારોલના ૪૫ વર્ષીય રિક્ષાચાલક પૂરણભાઈ દંતાણીને બ્રેઈન હેમરેજ બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયા. પૂરણભાઈના પત્ની અલકાબેન અને તેમના પરિવારે લીવર તેમજ બે કિડનીના દાનની સંમતિ આપીને ઇતિહાસ રચી દીધો. ૧૯ એપ્રિલ 'વિશ્વ લીવર દિવસ'ના રોજ જ સિવિલ હોસ્પિટલે 237માં અંગદાનનો આંકડો પાર કર્યો છે.જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનને ગુમાવ્યાના આઘાતની વચ્ચે અન્યને જીવન આપવાનો નિર્ણય લે છે, ત્યારે તે માત્ર તબીબી પ્રક્રિયા નથી રહેતી, પણ માનવતાનો સર્વોચ્ચ ઉત્સવ બની જાય છે.





















