Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પરિવારની 'હસતી' દીકરી
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પરિવારની 'હસતી' દીકરી
નાગરિકોની સુરક્ષા સાથે સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું સુરત પોલીસે.. તરછોડાયેલી એક દિવસની નવજાત બાળકી માટે સુરત પોલીસ પરિવાર બની.. ડિંડોલીના ડેલાડવા તળાવ નજીક એક દિવસની બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી.. સુરત પોલીસે તાત્કાલિક બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી.. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે માનવીય સંવેદનાનો પરિચય આપતા બાળકીની જવાબદારી જાતે સંભાળી.. જન્મના છ દિવસમાં જ બાળકીનો પરંપરાગત છઠ્ઠી કાર્યક્રમ યોજીને નામાંકન વિધિ કરવામાં આવી.. ત્યજી દેવાયેલી બાળકીનું નામ હસ્તી રાખવામાં આવ્યુ.. નામાંકન વિધિમાં સુરત પોલીસ જ બાળકીનો પરિવાર બની.. ડિંડોલી પોલીસ મથકના પીઆઈ આર.જે.ચુડાસમા બાળકીની દેખરેખ રાખી રહ્યા છે.. જ્યારે 24 કલાક મહિલા પોલીસ કર્મીઓ બાળકીની સારસંભાળ લઈ રહ્યા છે.. બાળકીના નામનું એક બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે.. બાળકીનું દત્તક લેવાની પ્રક્રિયા જ્યારે સંપૂર્ણપણે પૂર્ણ થશે ત્યારે આ જમા થયેલી રકમ બાળકીને દત્તક લેનાર માતાપિતાને આપવામાં આવશે.. જેથી બાળકી હસ્તીનું ભરણપોષણ સુવ્યવસ્થિત રીતે થઈ શકે..






















