Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
અમિત શાહ
દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહે ઉત્તરાયણ પોતીકા શહેર અને પોતાના લોકો સાથે મનાવવાની પરંપરાને યથાવત રાખી...વહેલી સવારે જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનના દર્શન કરવા અને ત્યારબાદ ગૌમાતાની પૂજા અર્ચના કરવાની પણ અમિતભાઈ શાહે પરંપરા હરહંમેશ યથાવત રાખી છે....શાહ હંમેશા પારિવારિક ભાવના અને કાર્યકર્તાઓને સાથે રાખવા ટેવાયેલા છે....ઠીક એવું જ આજે પણ જોવા મળ્યું....પોતાના જૂના વિધાનસભા મતક્ષેત્ર નારણપુરા પહોંચી અમિતભાઈએ ખૂબ પતંગબાજી કરી...રાજનીતિના ચાણક્ય એવા અમિતભાઈ પતંગબાજી સમયે કોઈ કાર્યકર્તા પણ પતંગ કાપી જાય તો તેને ખુશી ખુશી વધાવતા નજરે પડ્યા...એક પછી એક રાજ્યોમાં ભાજપનો કમળછાપ પતંગ અવકાશી ઉંચાઈએ પહોંચાડનાર અમિતભાઈ પતંગોત્સવને કોઈનો પણ પતંગ કાપવાના સ્થાને પારિવારિક અને એકતાની ભાવનાને વધુ મહત્વ આપતા રહ્યા....પરિવાર સાથે પહોંચેલા અમિતભાઈએ પતંગબાજી કરી સાથે જ ઉત્સવને અનુરૂપ બોર,ચિક્કી, જામફળ પણ આરોગ્યા....
નારણપુરા બાદ નવા વાડજમાં પણ અમિતભાઈના અંદાજે તમામને પ્રભાવિત કર્યા...
==============
ભુપેન્દ્ર પટેલ
દેશના ગૃહમંત્રીએ કરેલી ઉતરાયણની ઉજવણી બાદ હવે વાત કરી લઈએ રાજ્યના મુખ્યમંત્રી એટલે કે દાદાની પતંગબાજીની....સવાર સવારના દાદા ગાંધીનગર સેન્ટલ વિસ્ટા વિસ્તારમાં પહોંચ્યા...જ્યાં ટોપીમાં સજ્જ થયેલા દાદાએ પેચ લડાવવા કરતા ધારાસભ્ય, ભાજપના શહેર પ્રમુખ મેયર અને બાળકોની સાથે બલુન ઉડાડવાની શરૂઆત કરાવી...અહીં તેમણે પતંગ જરૂર ઉડાવ્યો જે અનુકુળ હવામાનની વચ્ચે સ્થાયી થયો....સ્વાભાવિક રીતે જ ધારાસભ્યોનું સંખ્યાબળ દાદા સાથે વધુ છે ત્યારે શરૂઆતમાં પોતાના હાથમાં દોરી રાખી પણ ત્યારબાદ ધારાસભ્ય રીટાબેનને દોરી આપી ગાંધીનગરમાં સ્થિર રાજનીતિ રહે તે માટેનો સંદેશ પણ આપ્યો...જો કે જ્યાં જરૂર પડે ત્યાં પોતે દોરો હાથમાં લઈ લેતા હતા...જો કે, દોરી ધારદાર હતી તો દાદાની આંગળી પર ઘસરકો જરૂર પડ્યો...
મૃદુ અને મક્કમ ગણાતા દાદા જેવા અમદાવાદ પહોંચ્યા...માની લો, ભુપેન્દ્રભાઈનો પતંગબાજીનો અંદાજ જ બદલાય ગયો...પક્ષ, સરકાર અને નાગરિકો સાથે હંમેશા મૃદુ રહેતા દાદા પતંગબાજીમાં કોઈનું રાખે એવા નથી....જુઓ તેમનો અંદાજ...ખેંચી ખેંચીને એક પછી એક અનેકના પતંગ કાપ્યા....સૌમ્ય દેખાતા દાદા રાજનીતિમાં પણ પેચ લડાવવામાં મહારથ ધરાવે છે....જો કે, સામે ચાલીને કોઈનો પતંગ કાપવા નથી જતા પણ કોઈએ લંગરીયું લગાવવાનો પ્રયાસ કર્યો તો દાદા કોઈને બક્ષતા પણ નથી તે પણ નક્કી છે....
==============
હર્ષ સંઘવી
મુખ્યમંત્રી બાદ હવે વાત નાયબ મુખ્યમંત્રીની પતંગબાજીની....મજુરાના દીકરા તરીકેની પોતાની ઓળખ બનાવી ચૂકેલા હર્ષ સંઘવી બાળપણથી જ પતંગબાજીમાં હરીફોના પતંગ કાપવામાં માસ્ટર છે....એમ પણ સુરતી માંજો હોય અને ખેંચી ખેંચી કાપવાની ટેવ હોય તો કંઈ બાકી થોડું રહે....માત્ર પતંગબાજીમાં જ નહીં રાજનીતિમાં પણ સંઘવી હરીફોના પેચ કાપવાના માસ્ટર છે....જો કે, પતંગબાજી માટે હવામાન અનુકુળ હતું અને પવન પણ જોરદાર હતો ત્યારે મુખ્યમંત્રીની જેમ સંઘવી સાહેબની આંગળીએ પણ દોરી ઘસાઈ જરૂર....સમયની સાથે સાથે રાજનીતિમાં કદ વધ્યું સાથે હરીફો પણ વધ્યા...ઠીક એ જ રીતે સુરત જ નહીં પણ રાજ્યભરમાં તેમની સાથે રાજકીય પેચ લડાવવાવાળાની પણ કોઈ કમી નથી....પતંગમાં પેચ લડાવતા બેફીકર રહેનાર સંઘવી રાજનીતિમાં કોઈ પોતાના જ પક્ષનો પેચ ન લડાવી જાય તેનું ખુબ ધ્યાન રાખે છે...રાજનીતિમાં કમાન પોતાની પાસે રાખનાર સંઘવીનો ઉત્તરાયણમાં પેચ ન કપાય તેનું ધ્યાન તેમના શ્રીમતી પ્રાચીબેન અને તેમની દીકરી નિર્વા ખુબ રાખે છે....જો કે, હકીકત એ પણ તો છે કે, સમાજજીવન હોય કે રાજનીતિનું જીવન સંઘવી સાહેબના સ્થિર પતંગ પાછળ સૌથી વધુ કોઈની મહેનત હોય તો પ્રાચીબેનની છે....
સંઘવી સાહેબનો રાજકીય પતંગ સ્થિર પણ છે અને આકાશી ઉંચાઈ પર પણ છે...જો કે, પતંગ પૂરતું તો ચોક્કસથી માને છે કે, ગમે ત્યારે પતંગ કપાય અને ભોંય ભેગો પટકાય...હર્ષ સંઘવીની આજ નિખાલસાએ તો તેમને યુથ આઈકન બનાવ્યા છે.....
==============
કૌશિક વેકરિયા, ભરત સુતરિયા
હવે વાત કરીએ સૌરાષ્ટ્રના રાજનેતાઓની અને તેમા પણ શરૂઆત એ અમરેલી જિલ્લાથી કે જ્યાં ભાજપના જ નેતાઓ ભાજપના નેતાઓ સાથે લાંબા સમયથી રાજકીય પેચ લગાવતા રહ્યા છે....લોકસભાની ચૂંટણી સમયથી જ પોતાના પક્ષના વરિષ્ઠ નેતાઓ જેમનો પતંગ કાપવા માંગે છે તે, કૌશિક વેકરિયાની પતંગબાજી જુઓ....રાજકીય જીવનમાં પક્ષના જ વ્યક્તિએ લખેલા લેટરકાંડના લંગરિયાથી તમામને લાગતું હતું કે, વેકરિયા સાહેબના રાજકીય વટાણા વેરાઈ જશે...પણ કૌશિકભાઈનું કૌશલ્ય પતંગબાજી અને રાજનીતિ બંનેમાં જબરદસ્ત છે....કૌશિકભાઈનો રાજકીય પતંગ તો અમરેલીથી પહેલા વિધાનસભા અને ત્યારબાદ વાયા મુખ્ય દંડક સ્વર્ણીમ સંકુલમાં મંત્રીપદ સુધી પહોંચી ગયા છે....કૌશિકભાઈ પોતાના સમર્થક અને વડીલ એવા સાંસદ ભરતભાઈ સુતરિયાને હરહંમેશ સાથે રાખે છે....પતંગબાજીમાં પણ એવું જ બન્યું વેકરિયા અને સુતરિયાએ એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું ત્યારબાદ સુતરિયાએ ફિરકી પકડી તો કૌશિકભાઈએ જરૂર મુજબ ક્યારેક ખેંચીને તો ક્યારેક ઢીલ છોડીને વિરોધીઓના પતંગ કાપ્યા....જો કે, પતંગને ઉંચાઈ ઉપર લઈ જતા ઢુંમકીઓ બહું મારવી પડી....
==============
નારણ કાછડિયા
સાંસદ સુતરિયા અને ધારાસભ્ય તેમજ મંત્રી એવા વેકરિયા એક અગાશી ઉપરથી પંતગ ઉડાવી રહ્યા હતા...તો અમરેલીની બીજી અગાશીમાંથી નારણભાઈ કાછડિયા પણ પેચ લડાવવાના મૂડમાં નજરે પડ્યા....2024 લોકસભાની ચૂંટણીમાં કાછડિયાનો પતંગ કપાયો પણ સમયાંતરે આ પૂર્વ સાંસદ ઢઢો મરડી ખેંચી ખેંચીને કાપવાના મૂડમાં જરૂર હોય છે...થોડીક હવા અનુકુળ નથી એટલે ઠુમકા જરૂર મારવા પડે પણ કાછડિયા સાહેબ રાજનીતિ હોય કે પતંગબાજી ક્યારેય હાર માને એવા નથી....રાજકીય હવામાન ભલે અનુકુળ ન હોય પણ સમર્થકો અને કાર્યકર્તાઓનો તો સાથ છે જ ને...એટલે આજકાલ પેચ લડાવવાનું ઓછું કરી તેઓ સમર્થકોનું મોઢું વધુ મીઠું કરતા નજરે પડે છે.....
==============
લલિત વસોયા
રાજકીય પેચ લગાવવામાં એકલું ભાજપ જ નહીં કોંગ્રેસ પણ તો પાવરધું છે....એ વાત અલગ છે કે, હવા સાનુકુળ નથી....પણ આ તમામની વચ્ચે ઠીંમકીઓ મારી મારીને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પંજાછાપ પતંગ ગોથા ખાતો બચાવવા મહેનત કરી રહેલા લલિતભાઈ વસોયાની પતંગબાજી જુઓ....ભલે, 17ની વિધાનસભાની ચૂંટણી બાદની તમામ ચૂંટણીમાં તેમનો અને કોંગ્રેસનો પતંગ હંમેશા કપાતો રહ્યો પણ લલિતકાકા તો હાર માને એવા થોડા છે....રાજનીતિની જેમ જ ઉત્તરાયણના દિવસે પણ હવામાન સાનુકુળ ન દેખાયું તો લલિતકાકાને લાગ્યું થોડું નાચગાન કરી લઈએ અને પીપુડું વગાડી અગાશી ઉપર હાજરી તો પુરાવી લઈએ....જે હોય એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પતંગ કમસેકમ સ્થિર રહે તે માટે કાકાએ કિન્યા જબરદસ્ત બાંધી છે.....
==============
કિરીટ પટેલ
લલિતકાકા ભલે હરખાતા હોય પણ 22માં તેમનો પતંગ કપાયો ત્યારે તેમની ત્રિપુટીમાંથી એકમાત્ર પતંગ ચગતો રહ્યો તો તે છે પાટણના આકાશમાં કિરીટ પટેલનો....પવન ભલે અનુકુળ ના હોય પણ કિરિટલાલના સમર્થકો એટલા છે કે, સામેવાળાનો પતંગ કપાય તે પહેલા જ કાપ્યો છેની બૂમ મારી દે અને સામેવાળો ઢીલ છોડવી કે ખેંચવી તે ભૂલી જાય....જો કે, લલિતકાકાની જેમ નાચગાનમાં પણ કિરીટલાલ માસ્ટર તો છે જ....ફાફડા જલેબીના ચટાકા પણ લઈ રહ્યા છે....જો કે, ચારેકોર ચર્ચા છે કે, પાટણનો આ પાટીદાર ગમે ત્યારે ઠેકડો મારી રાજીવગાંધી ભવનથી કમલમ પહોંચી જાય....સહજ પણ છે કારણ કે, સમયાંતરે ઠેકડો મારવાની પરોક્ષ ચિમકી તેઓ ઉચ્ચારતા રહ્યા છે....જો કે, પાછા આ વખતે અગાશી નહીં બદલવાનું ઉત્તરાયણના પવિત્ર દિવસે તેઓએ વચન પણ આપી દીધું....
==============
દુર્લભજી દેથરીયા
ફરી એકવાર સૌરાષ્ટ્રની પતંગબાજીની પણ તો વાત કરી લઈએ....કિરીટ પટેલના સાથીદાર લલિત કગથરાનો પતંગ કાપી 22માં વિધાનસભા પહોંચેલા દુર્લભભાઈ દેથરિયાની પંતગબાજી જુઓ....દુર્લભકાકા સારી રીતે જાણતા હતા કે મોદીછાપ પતંગ અને ભાજપના કેસરી માંજા પતંગ સિવાય લલિતકાકાનો પતંગ કાપવો અશક્ય હતો એટલે જ તો આજે પણ પહેલા મોદીછાપ પતંગ લીધો અને ત્યારબાદ કેસરિયા પતંગથી પતંગબાજી કરી....જો કે, વિધાનસભાની ચૂંટણીના આડે 2 વર્ષ જ બાકી છે ત્યારે પોતાનું જ કોઈ લંગરીયું ના લગાવી જાય તેની ચિંતા દુર્લભજીકાકાને જરૂર છે....
==============
સંજય કોરડિયા
ટંકારા બાદ હવે વાત જુનાગઢની....જેમના શબ્દો ધારદાર છે તેવા ધારાસભ્ય સંજય કોરડિયા જેટલા બિન્દાસ્ત બોલવામાં છે તેટલા જ ખતરનાક ખેંચી ખેંચીને પતંગ કાપવાના માસ્ટર છે....જો કે, પર્વને અનુરૂપ પરિવેશ સાથે જુનાગઢ કમલમની અગાશી પર પતંગબાજી કરી...કદાચ કોરડિયા સાહેબ એ મેક શ્યોર કરતા હશે કે પોતાના જ લોકોનો પતંગ કોઈ કાપી ન જાય...જો કે, ત્યારબાદ ગરીબ બાળકોમાં પતંગનું વિતરણ કરી સમરસતાનો સંદેશ પણ કોરડિયાએ આપ્યો....કેમ કે, મંત્રીમંડળમાં તેમનો સમાવેશ ન થયો ત્યારે તેમણે એમ કહી દીધું કે રાજનીતિની પતંગ ઉંચી જાય કે ન જાય મારા માનવતાનો પતંગ ઉંચો રહેશે....
==============
પ્રશાંત કોરાટ
કોરડિયાનો પતંગ જૂનાગઢ પૂરતો જ રહ્યો પણ કોરટનો પતંગ ભાજપ સંગઠનમાં ઉંચાઈ પર પહોંચી રહ્યો છે....દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ સવજીભાઈના પુત્ર એવા યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટને ભલે 2022 અને 24ની ઉત્તરાયણમાં નિરાશા હાથ લાગી પણ સંગઠનમાં મહામંત્રીનું પદ મળ્યું....જો કે, પુત્ર બિનજરૂરી ખેંચમ ખેંચી ન કરે અને જરૂર હોય ત્યાં દોરી છોડે જ તે માટે ફિરકી તેમના માતૃશ્રી અને પૂર્વમંત્રી એવા જશુમતીબેને પોતાના હાથમાં રાખી....દક્ષિણ ગુજરાતનો જેમને ભાજપે ચાર્જ સોંપ્યો છે તેવા પ્રશાંતભાઈ પાસે ગાંધીનગર કમલમનો પણ ચાર્જ છે...એટલે જ તો તેમની પતંગબાજી આજે ગાંધીનગરમાં છે....
બાઈટ
==============
અનંત પટેલ
હવે આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓની પતંગબાજીની વાત....જેના શબ્દો તેજતરાજ એવા જ માંજા સાથે પતંગબાજી કરવા ઉતરેલા વાંસદાથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ....22ની ચૂંટણીમાં વાતાવરણ અનુકુળ ન હોવા છતાંય જેમનો પતંગ વિધાનસભા પહોંચ્યો...તે અનંતભાઈ એકલા હાથે લડવાવાળા છે....કિન્યા પણ જાતે બાંધવાની....ફિરકી પણ જાતે પકડવાની...ઉત્તરાયણના દિવસે આજે વિસ્તારમાં પવન ઓછો હતો....પણ ઠિમકી મારી મારીને અનંત પટેલે પતંગને સ્થાયી અને ઉંચો જબરદસ્ત રાખ્યો...સાથે પોતે કોઈને ત્યાં લંગરિયું મારવાના મૂડમાં નથી તે પણ સ્પષ્ટ કર્યું
બાઈટ
==============
મનસુખ વસાવા
કોંગ્રેસમાં ધારાસભ્ય અનંતભાઈ તો ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા....સતત 6-7 ચૂંટણીઓથી જેમણે ભરૂચ જિલ્લામાં ભાજપનો પતંગ સ્થિર અને ઉંચો રાખ્યો છે તેવા મનસુખભાઈએ જાતે જ કિન્યા બાંધી...પતંગનો ઢઢો મરડ્યો અને ઠીમકી મારી મારીને પતંગ આકાશી ઉંચાઈએ પહોંચાડ્યો...કેમ કે, પોતાના જ પક્ષના અનેક લોકો લંગરિયા મારવાની ફરિયાદો મનસુખભાઈ કરતા રહ્યા છે...ત્યારે પેચ લગાવવાના સ્થાને કોઈ લંગરિયું ન લગાવી જાય, સાથે જ પોતાની પાસે જ ઉભેલો વ્યક્તિ દોરો તોડી ન જાય તેનું ખુબ ધ્યાન રાખી રહ્યા છે....
બાઈટ
==============
ડૉ. હેમાંગ જોષી
વાત કરી લઈએ યુવાવયે સાંસદ અને યુવાભાજપના તાજેતરમાં જ અધ્યક્ષ બનેલા એવા હેમાંગ જોષીની....વડોદરા શહેર અને ભાજપમાં પેચ લગાવવાવાળાઓની કોઈ કમી નથી ત્યારે કોઈનો પણ પતંગ કાપતા વાર ન લાગે અને આંગળી ન કપાય તેનું આયોજન ડૉ. જોષીએ પહેલીથી જ કર્યું છે....વિશેષ તૈયાર કરેલી ફિરકી અને સમર્થકો સાથે મોઢું મીઠું કરતા જોષી નજરે પડ્યા...જો કે, જે રીતે હવામાન પ્રમાણે પતંગની દિશા અને દશા બદલાય છે તે જ રીતે રાજનીતિમાં પણ બધુ બદલાતું રહેતું હોવાનું સાંસદ મહોદયનો દાવો છે....
બાઈટ
==============
પ્રશાંત કોરાટ
કોરડિયાનો પતંગ જૂનાગઢ પૂરતો જ રહ્યો પણ કોરાટનો પતંગ ભાજપ સંગઠનમાં ઉંચાઈ પર પહોંચી રહ્યો છે....દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ સવજીભાઈના પુત્ર એવા યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટને ભલે 2022 અને 24ની ઉત્તરાયણમાં નિરાશા હાથ લાગી પણ સંગઠનમાં મહામંત્રીનું પદ મળ્યું....જો કે, પુત્ર બિનજરૂરી ખેંચમ ખેંચી ન કરે અને જરૂર હોય ત્યાં દોરી છોડે જ તે માટે ફિરકી તેમના માતૃશ્રી અને પૂર્વમંત્રી એવા જશુમતીબેને પોતાના હાથમાં રાખી....દક્ષિણ ગુજરાતનો જેમને ભાજપે ચાર્જ સોંપ્યો છે તેવા પ્રશાંતભાઈ પાસે ગાંધીનગર કમલમનો પણ ચાર્જ છે...એટલે જ તો તેમની પતંગબાજી આજે ગાંધીનગરમાં છે....
==============
સુરત નેતા
હવે વાત કરી લઈએ સુરતના નેતાઓની પતંગબાજીની....પૂર્વ રેલ રાજ્યમંત્રી એવા દર્શનાબેન જરદોશ રાજનીતિમાં સરળ વ્યક્તિત્વ પણ પતંગબાજીમાં કોઈનું ન રાખે....2024ની ચૂંટણીમાં ટિકીટ ન મેળવનાર દર્શનાબેન માટે ઉત્તરાયણ પહેલા જ પક્ષે આસામમાં કમળ ખીલવવાની સહપ્રભારી તરીકે જવાબદારી આપી....નવી જવાબદારીની વ્યસ્તતા વચ્ચે પણ સુરતમાં દર્શનાબેને ખુબ પતંગ કાપ્યા...દર્શનાબેનની 24માં લોકસભાની ટિકિટ કપાઈ હતી તો 22માં જેમની વિધાનસભાની ટિકિટ કપાઈ એ ઝંખનાબેન પણ ઉત્તરાયણ નીમિતે ખુશખુશાલ જોવા મળ્યા....પ્રદેશ ભાજપના સંગઠનમાં હાલમાં સ્થાન મેળવનાર ઝંખનાબેનની ઝંખના પણ અનેકના પતંગ કાપવાની સ્પષ્ટ દેખાઈ....આ તમામની ઉત્તરાયણની ઉજવણી ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના નિવાસસ્થાને થઈ....પૂર્ણેશભાઈનો 22માં પતંગ તો ન કપાયો પરંતુ મંત્રીમંડળમાંથી પત્તુ જરૂર કપાયું...જો કે, અસલ સુરતી મિજાજમાં પૂર્ણેશભાઈ આજે પતંગબાજી કરતા નજરે પડ્યા...સુરજની દિશા બદલાઈ છે ત્યારે પૂર્ણેશભાઈ મોદીના રૂપમાં આગામી દિવસોમાં વિધાનસભામાં આ સૂરતી પતંગ છવાય તો નવાઈ નહીં....
ઓલપાડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા મુકેશ પટેલનો આ અંદાજ જુઓ...સમર્થકો સાથે મુકેશભાઈનું કહેવું છે કે, રાજ્યમાં વિકાસનો પતંગ આકાશી ઉંચાઈએ છે....
==============
કેતન ઈનામદાર
વાત કરી લઈએ વડોદરા જિલ્લાના ધારાસભ્યની....રાજ્યમાં અધિકારી રાજનો આરોપ લગાવી પત્ર લખનાર પાંચ પૈકીના એક એવા ધારાસભ્ય કેતનભાઈ ઈનામદાર પતંગબાજીના ખુબ શોખીન....જેટલા રાજનીતિમાં ઈમાનદાર એટલા જ સ્પષ્ટ પતંગબાજીમાં પણ....પહેલા અપક્ષના રૂપમાં અને હવે ભાજપ છાપ પતંગ આકાશી ઉંચાઈએ પહોંચડવાના પ્રયાસમાં કોઈ પણ લંગરિયું મારે તો તે લંગરિયાને ઠેકાણે પાડવાની આવડત ધરાવનાર કેતનભાઈએ પરિવાર અને સમર્થકો સાથે પતંગબાજી કરી....જો કે, તેમની સ્પષ્ટ વાત છે કે, મારા વિસ્તારના વિકાસના આડે કોઈએ પણ પેચ લગાવ્યો તો તેનો પતંગ ખેંચીને કાપીશ....
==============
રીટાબેન પટેલ
વડોદરા બાદ ફરી એકવાર ગાંધીનગરની પતંગબાજી જોઈ લઈએ....પહેલા મેયર અને ત્યારબાદ ધારાસભ્ય બનેલા રીટાબેન પટેલ....સૌમ્ય સ્વભાવ ધરાવતા રીટાબેન હવે પતંગબાજીમાં અને રાજનીતિમાં પણ મહારથ હાંસલ કરી ચૂક્યા છે....અગાઉ પક્ષના નેતાઓ તેમના હાથમાંથી પતંગનો દોર ખેંચી લેતા હતા...પણ હવે સમય બદલાયો છે..બેન પતંગની દોર તો ઠીક ફીરકી પણ પોતાની પાસે જ રાખે છે....સાથ તમામનો પણ રાજનીતિ અને પતંગની દોર અન્ય તો ઠીક પતિના હાથમાં પણ નથી જવા દેતા....
==============
ઋષિકેશ પટેલ
સરકારના મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલની પતંગબાજી જોઈ લો....વિસનગરના રાજકીય આકાશ પર જેમનો પતંગ ઉંચાઈ પર છે તેવા ઋષિકેશભાઈએ ઉત્તરાયણમાં પણ પતંગ ઉંચાઈએ રાખવાનો ખુબ પ્રયાસ કર્યો....મહદઅંશે સફળ પણ થયા...ક્યાંક પવન ધીમો પડ્યો તો ઠીમકીઓ પણ મારી....અને જ્યારે જ્યારે મોકો મળ્યો ખેંચી ખેંચીને પતંગો પણ કાપી...જો કે, એમનો પણ પતંગ જરૂર કપાયો...પટેલ સાહેબ થાકે એમ થોડા છે, બીજો પતંગ લીધો અને ફરીથી પેચ લગાવ્યા....પવન ભલે બદલાય પણ ભાજપનો પતંગ હરહંમેશ ઉંચો રહે તેવા પ્રયાસ ઋષિકેશભાઈના હરહંમેશ રહ્યા....
=============
સી.જે ચાવડા
ગાંધીનગરના નેતા જ કેમ વાત મહેસાણાની પણ તો કરી લઈએ...કોંગ્રેસનો પંજા છાપ પતંગને આકાશી ઉંચાઈએ લઈ જનાર સીજે ચાવડાએ કમળછાપ પતંગ પકડી ફરી એકવાર વિધાનસભામાં એન્ટ્રી મેળવી....ભલે બદલાય પતંગ કે પછી માંજો, પ્રેમથી હરીફોના પેચ કાપવામાં ચાવડા સાહેબની મહારથ છે....શાસક પક્ષમાં આવ્યા બાદ ચાવડા સાહેબની મંત્રી બનવાની ચર્ચા બહું થઈ....પરંતુ એવું થયું નહીં ત્યારે આ સવાલનો જવાબ પણ પ્રેમથી પેચ કેવી રીતે કપાય તેવી રીતે ચાવડા સાહેબે આપી દીધો...