Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ
ગુજરાત ગૃહ વિભાગે રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરતા 37 IPS અધિકારીઓની સામુહિક બદલીના આદેશ કર્યા.. જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. આ ફેરબદલમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMCના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ IG તરીકે નવી જવાબદારી સોંપાઈ છે...નિર્લિપ્ત રાય 2010ની બેચના IPS અધિકારી છે.. સૌ પ્રથમ અમદાવાદ (ઝોન-7)માં DCP તરીકે ફરજ બજાવી.. ત્યાર બાદ સુરત ગ્રામ્ય SP, અમરેલી જિલ્લા પોલીસ અધીક્ષક તરીકે 3 વર્ષ 9 મહિના અને 28 દિવસ સુધી કાર્યરત રહ્યા... બાદમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના વડા અને હાલમાં રાજકોટ રેન્જ IG તરીકે નિયુક્તિ થઈ...
તેમની આ નિમણૂકથી સોરાષ્ટ્રના રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું.... આ જ દરમિયાન ગુજસીટોકના ગુનામાં સામેલ હિસ્ટ્રી શીટર નિખિલ દોંગાની એક પોસ્ટથી રાજકારણ ગરમાયું... તેની આ પોસ્ટ જોજો... જેમાં લખ્યુ છે કે, એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતા પણ જાંબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબની રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી રોકી શક્યા નહીં.. આ બનાવ દર્શાવે છે કે, વ્યક્તિગત પ્રભાવ હોવ છતા અંતિમ નિર્ણય વ્યવસ્થાની નીતિઓ અને વહીવટી પ્રક્રિયાઓ મુજબ જ લેવામાં આવે છે.. નિર્લિપ્ત રાય સાહેબને ખુબ ખુબ શુભકાનાઓ અને આશા તે રાજકોટ ગોંડલમાંથી ગુંડા રાજ ખતમ કરે...
નિખિલ દોંગાની પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં વોર ચાલુ થઈ છે. જયરાજસિંહ જાડેજાએ પણ એક નિવેદન આપ્યું હતું કે, મેં પોતે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કડક અને નિષ્પક્ષ અધિકારીની માંગણી કરી હતી. ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ઘણા આક્ષેપો-પ્રતિઆક્ષેપો થતા હોય છે. તેવા સમયે રાજકોટ રેન્જ ડીઆઇજી તરીકે નિર્લિપ્ત રાય જેવા કડક અને પ્રામાણિક અધિકારીની નિમણૂકને હું આવકારું છું.






















