Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?
બટાકામાં ખેડૂતોને નુકસાનનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો... બટાકાના વાવેતર બાદ નુકસાન થત ખેડૂતોને સહાય આપવા રાજ્ય સરકારને રજૂઆત કરાઈ... બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રજૂઆત કરી... સરકારની સહાય બાદ પણ કોલ્ડ સ્ટોરેજ ધારકો પણ ખેડૂતો પાસેથી ઊંચા ભાવો લેતા હોવાની ફરિયાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કરી રજૂઆત
તો આ સાથે જ ધારાસભ્ય માવજી દેસાઈએ પણ બટાકા પકવતા ખેડૂતોને નુકસાન જતા સહાય કરવા ગૃહમાં માંગ કરી...ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષથી નુકસાન થતું હોવાની રજૂઆત કરી.. સાથે જ કોલ્ડ સ્ટોરેજ પર સહાયની માંગ કરી...
બનાસકાંઠા જિલ્લામાં બટાકા નીકાળવાની શરૂઆત થઈ છે જિલ્લામાં 64,948 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું.. ગત વર્ષ કરતા વધુ બમણું થયું.. ડીસા તાલુકાની વાત કરીએ તો 32,832 હેક્ટરમાં વાવેતર થયું.. પરંતુ ખેડૂતોને બટાકાના પૂરતા ભાવ નથી મળી રહ્યા... ચાલુ વર્ષે ભાવ 70થી 100 રૂપિયા મણ દીઠ મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી.. બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા...
બનાસકાંઠા જિલ્લાના વડગામ પંથકમાં આ વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું... ઉત્પાદન પણ સારું થતા ખેડૂતો હરખાયા... પરંતુ જેવા બટાકા નીકાળવાની શરૂઆત કરાઈ કે બટાકાના ભાવ ગગડી ગયા.. પ્રતિ મણે ભાવ 85થી 90 રૂપિયા આસપાસ ખેડૂતોને ભાવ મળી રહ્યો છે.. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે બટાકા વાવેતરનો ખર્ચો પણ નીકળે તેમ નથી.. વિઘે 30થી 35 હજારનો ખર્ચ થાય છે.. તે પણ વસુલ થાય તેમ નથી.. ત્યારે ખેડૂતો સરકાર પાસે બટાકામાં ભાવ વધારાની અથવા સબસીડીની આશા રાખી રહ્યા છે...
બીજી તરફ ભાવ પણ મળતો નથી ત્યારે ખેડૂતો હવે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રહ્યા છે જ્યાં કિલો દીઠ 1.70 રૂપિયા ભાડું પણ ખેડૂતોને ચૂકવવું પડે છે એટલે ખેડૂતોને બટાકા સાચવવા હોય તો પણ પૈસા ચૂકવવા પડે છે ત્યારે હાલમાં ખેડૂતોની હાલત કફોડી બની છે..
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો બટાકાનું વાવેતર કરે છે જોકે બટાકામાં છેલ્લા કેટલાક વર્ષોથી મંદી આવતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા... જોકે કોન્ટ્રાકટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડૂતોનું શોષણ ન કરે તે માટે ખેડૂતોના હિત માટે પોટેટો ફાર્મર એસોસિએશનની રચના કરાઈ... આ કોર ટીમ ખેડુતો અને કોન્ટ્રાકટ ફાર્મિંગ કંપનીઓ વચ્ચે સેતુ બનીને કામ કરી રહી છે... જોકે કેટલાક લોકો ખેડૂતોના હિત માટે કામ કરતી કોર ટીમને તોડવાનો પ્રયાસ કરતા અને કંપનીઓને ગેરમાર્ગે દોરતા ગેરસમજો ઉભી થઈ.. જેને લઈ ઈકબાલગઢના ખાનગી કોલ્ડ સ્ટોરેજ પર ઉત્તર ગુજરાતની કોર કમિટી 700થી વધુ ખેડૂતોની બેઠક મળી... બેઠકમાં કંપનીઓ અને ખેડૂતો કોર કમિટી જોડે જ ભાવતાલ નક્કી કરે, એ જ પ્રમાણે ખેડૂતોને ભાવ મળી રહે તેવો નિર્ણય કરાયો..
અરવલ્લી જિલ્લાના બટાકા પકવતા ખેડૂતોને ચાલુ વર્ષે બટેકાના પુરતા ભાવ ન મળતા મુશ્કેલીમાં મુકાયા..... ચાલુ વર્ષે પ્રતિ મણ 180 રૂપિયા મળીર હ્યા છે...જેના કારણે ખેડૂતોની રાત-દિવસની મહેનત, બિયારણ, મોંઘુ ખાતર, મજૂરી તમામ પર પાણી ફરી વળ્યું... કારણ કે એક મણ પાછળ ખેડૂતોને થઈ રહ્યું છે 103 રૂપિયાનુ નુકસાન.. જિલ્લામાં શિયાળુ સિઝનમાં ઘઉં બાદ સૌથી વધુ બટેકાનું વાવેતર થાય છે...જેથી ખેડૂતોને હવે સરકાર પાસે આસ છે કે સરકાર આ મામલે ખેડૂતોને કરે સહાય...
વાવ થરાદ જિલ્લામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કૉંગ્રેસ આક્રમક મુડમાં જોવા મળી હતી.. સાંસદ ગેનીબેન ઠાકોર, કિસાન કૉંગ્રેસના નેતા પાલ આંબલીયા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા.. એ સમયે ગેનીબેન ઠાકોર સહિત ખેડૂતોએ બટાકાનો હાર પહેરી વિરોધ કર્યો હતો... બમ્પર ઉત્પાદનના કારણે કંપનીઓ બટાકા ખરીદતી નથી.. તો માર્કેટ યાર્ડમાં બટાકાનો યોગ્ય ભાવ પણ નથી મળ્યો.. જેથી વિરોધ નોંધાવ્યો...
મહેસાણાના વિજાપુર અને કાંઠા વિસ્તારમાં રાત દિવસ એક કરી ખેડૂતોએ પરસેવો પાડીને બટાકાનું વાવેતર તો કર્યુ.. પરંતુ ગયા વર્ષે જે ભાવ 250થી 300 હતા.. તે આ વર્ષે પ્રતિ મણ ભાવ ફક્ત 80થી 120 રૂપિયાનો જ ભાવ મળી રહ્યો છે.. બટાકાની કિંમતો તળિયે બેસી જતા ખેતરમાં બટાકાના પહાડ જેવા ઢગલા ખડકાય ગયા છે.. ઓછા ભાવ મળતા ખેડૂતોને બિયારણ, ખાતર, મજૂરી અને ટ્રાન્સપોર્ટનો ખર્ચો કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. વેપારીઓને ફોન કરીએ તો કોઈ આવતુ નથી.. બટાકા ખરીદનાર કોઈ ન હોવાથી હવે ખેડૂત દિવસેને દિવસે દેવામાં ડુબી રહ્યો છે.. કોલ્ડસ્ટોરેજ હાઉસફુલ થઈ ગયા... ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન અથવા અન્ય રીતે તાત્કાલિક સહાય આપવા માટે સરકારને અપીલ કરવામાં આવી...






















