શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ચારેકોર ડીજેનો વિરોધ

Hun To Bolish : હું તો બોલીશ : ચારેકોર ડીજેનો વિરોધ 

ઉત્તર અને મધ્ય ગુજરાત બાદ હવે ડીજેનો વિરોધ દક્ષિણ ગુજરાતમાં પણ થઈ રહ્યો છે.. ભરૂચના નેત્રંગમાં આદિવાસી સમાજે રેલી કાઢીને ડીજેનો વિરોધ કર્યો. લગ્ન પ્રસંગમાં ડીજે મોટી રકમ વસુલતા હોવાથી અહીંના આદિવાસી સમાજના લોકો ત્રસ્ત છે. તેમનો આરોપ છે કે બેન્ડ પાર્ટી એક થી દોઢ લાખ સુધીની રકમ વસુલે છે. સમાજના લોકો દેખાદેખીમાં ખોટો ખર્ચ કરે છે. વળી ડીજે પાર્ટીવાળાના ભાવ પણ નક્કી નથી. મન ફાવે તેવા ભાવ વસૂલે છે. તેમણે રેલી કાઢી મામલતદારને આવેદન આપ્યું અને વિરોધ વ્યક્ત કર્યો.. ડીજેના ભાવ નક્કી કરવા તેમને માગ કરી.. આ સાથે અપીલ કરી કે જો પહેલાની જેમ ઢોલનો જ ઉપયોગ કરવામાં આવે છે તો ઘણાં પ્રશ્નોનું સમાધાન થઈ જાય.. આવો સાંભળીએ સમાજના આગેવાનનું શું કહેવું છે.. 

------------------------------
આપ નેતા ચૈતર વસાવાએ પણ એકવાર જાહેર મંચ પરથી ડીજેવાળાઓને ભાવ માપમાં રાખવાની વાત કરી હતી. અને જો વધારે ભાવ રાખશે તો ડીજે બંધ કરાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. 

આ પહેલા પણ અનેકવાર અલગ-અલગ કારણોથી ડીજેનો વિરોધ કે ડીજે પર બેન લગાવવામાં આવ્યો છે. યાત્રાધામ ડાકોરમાં હોળીના મેળામાં જતા પદયાત્રીઓ હવેથી રસ્તા પર ડીજે કે લાઉડ સ્પીકર વગાડી શકશે નહીં તેવો નિર્ણય પ્રશાસન અને ટેમ્પલ કમિટીએ લીધો છે. રસ્તા પર ઘોંઘાટ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પદયાત્રી રૂટ ઉપર સ્ટેજ કે મંચ બનાવીને કે કોઈપણ સંસ્થા કે ટ્રસ્ટ લાઉડ સ્પીકર મૂકી પ્રોગ્રામ નહીં કરી શકે.

-------------------------------
તો રાધનપુરમાં આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજની બંધારણ માટેની સભાં યોજાઈ હતી.. જેમાં સમાજના હીત માટે કેટલાંક નિર્ણયો લેવાયા.. અહીં પણ લગ્નમાં ખોટા ખર્ચ ઓછા કરવા રાસ-ગરબામાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.. સમાજના કુરિવાજો અને આર્થિક ભાર ઓછો કરવા સમાજે બંધારણ ઘડ્યું અને તેમાં ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો..આ સાથે પ્રિવેડિંગ શૂટ, ફટાકડા, બેબી શાવર,આ પ્રકારના ખોટા ખર્ચ બંધ કરવાની વાત કરવામાં આવી. બંધારણ તોડે તેને 10 હજાર થી 50  હજાર સુધીનો દંડ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. 
--------------------------
ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવેલા નવા 'બંધારણ' અને ડીજે પરના પ્રતિબંધને લઈને પણ ઘણો વિવાદ . સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વરઘોડામાં ડીજેના તાલે ગવાતા ગીતમાં "બંધારણવાળાઓને બંદૂકની ગોળી મારો" તેવા ઉશ્કેરણીજનક શબ્દો પ્રયોજવામાં આવ્યા હતા. આ વિડિયો પાટણના ઉંદરા ગામનો હતો. ગેનીબેને કલાકારોને પણ કડક ચેતવણી આપતા કહ્યું હતું કે, "સંસ્કૃતિ અને મર્યાદામાં રહીને ગીતો ગાઓ, ઉશ્કેરણીજનક વર્તન ચલાવી લેવાશે નહીં." આ ઘટના બાદ ખેડા ઠાકોર સેનાના પ્રમુખ ઈશ્વરસિંહ પરમારે ગીત ગાનારા સામે 'કાયદેસરની કાર્યવાહી' ની માંગ કરી હતી અને સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
------------------------------
નડિયાદમાં ટૂંડેલ ગામે ડીજે પર ચઢી એક યુવકે બિભત્સ પ્રદર્શન કર્યું હતું. આ ઘટના 12મી તારીખની છે. જાહેરમાં અશ્લીલ ચેનચાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખેડા જિલ્લામાં ભારે રોષ ફેલાયો.. સ્થાનિકોએ આવી હરકત કરનાર યુવક અને ડીજે સંચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી.. 
------------------------
મહીસાગરના કડાણામાં બેદરકારીપૂર્વક ડીજે ચલાવતા હોય તેવો વિડિયો સામે આવ્યો હતો.. લોકો અને ડીજે ચાલક વચ્ચે બબાલ થતા ચાલકે એક વ્યક્તિને અડફેટે લીધો હતો.. કડાણા પોલીસે આ ઘટના પર કાર્યવાહી શરૂ કરી હતી. ઘટના ડિસેમ્બર 2025ની છે. 

----------------------

વિસનગરમાં પૂર્વ પાલિકા પ્રમુખ પર જીવલેણ હુમલો થયો હતો. શહેરમાં મોડી રાત્રે ડીજે વાગતું બંધ કરાવવા ગયા તો તેની અદાવત રાખી ગોવિંદભાઈ ગાંધી અને તેમના પત્નિ પર હુમલો થયો.. ગોવિંદભાઈને ગંભીર ઈજાઓ થતા માથામાં ટાંકા આવ્યા હતા.. 
----------------------------

અમદાવાદમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાના લઇ શહેર પોલીસ સજ્જ થઈ.. શહેરના ઝોન 3 પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ડીજે સંચાલકો સાથે બેઠક કરી..
અને નિર્ણય લેવાયો કે શહેરમાં પરીક્ષા દરમિયાન જો ઉંચા અવાજે ડીજે વગાડવામાં આવશે તો કાર્યવાહી થશે. 30થી વધુ ડીજે સંચાલકો આ બેઠકમાં હાજર હતા..રાત્રે 10 વાગ્યા બાદ DJ બંધ રાખી પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે પાલન કરવા કડક સૂચના આપવામાં આવી.. વિદ્યાર્થીઓને હેરાનગતિ થશે અને કોઈ ફરિયાદ કરશે તો ડીજે જપ્ત કરવામાં આવશે તેવી સૂચના પણ આ બેઠકમાં આપવામાં આવી.. 

------------------------------------
ડીજેના વિરોધના કારણો 

- લગ્ન અને બીજા પ્રસંગોમાં ખર્ચા વધી જતા ડીજેનો વિરોધ

- મોડી રાત સુધી ડીજે ચાલુ રહેતા ઝગડાના વધતા બનાવોને કારણે વિરોધ

- ઘોંઘાટ અને ધ્વનિ પ્રદૂષણ થતુ હોવાથી ડીજેનો વિરોધ

- પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ ડિસ્ટર્બ થતા હોવાથી ડીજેનો વિરોધ

- ઢોલીઓની રોજગારી છીનવાતા વિરોધ

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
Embed widget