Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
ભરઉનાળે ફરી વરસશે વરસાદ.....બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી....એક તરફ કાળઝાળ ગરમીથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. તો બીજી તરફ હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે.. હવામાન વિભાગ મુજબ 22 અને 23 મેના રોજ કેટલા જિલ્લા અને સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.. જેમાં 22 મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ, તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.. તો 23 મેના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથની સાથે ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે.. તો દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળોએ પણ વરસાદ વરસી શકે છે.. જો કે 23 મે બાદ 27 મે સુધી રાજ્યમાં વરસાદની કોઈ આગાહી કરાઈ નથી.. હવામાન વિભાગ મુજબ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.. અને એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.....





















