Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
ગુજરાતમાં એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા આગામી ચાર દિવસભારે પવન સાથે અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી.. ડીપ ડિપ્રેશન, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઓફશોર ટ્રફ સક્રિય થતા રાજ્યમાં અસાધારણ વરસાદ વરસી શકે છે.. આવતી કાલે એટલે કે 31-7-2026એ અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અત્યંત ભારેથી અસાધારણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે...તો ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ઠ આપવામાં આવ્યુ છે...તો બાકીના તમામ જિલ્લા એટલે કે કચ્છ, વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંછા, અરવલ્લી, મહીસાગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથમાં ભારે વરસાદાનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે...
તો 1 ઓગષ્ટે સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે...તો કચ્છ, વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, બોટાદ, ભાવનગર, ભરૂચમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે..તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ખેડા, પંચમહાલ, મહિસાગર, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવમાં આવ્યુ છે