શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : વહેલો ન્યાય, 'સત્યમેવ જયતે'

Hun To Bolish : હું તો બોલીશ : વહેલો ન્યાય, 'સત્યમેવ જયતે'

રાજકોટ ફાંસીની સજા

12 દિવસમાં ચાર્જશીટ, 41 દિવસમાં ચુકાદો...અને નરાધમને રાજકોટ કોર્ટે સંભળાવી ફાંસીની સજા....આટકોટ નજીક કાનપર ગામે 4 ડિસેમ્બરે નરાધમ રેમસિંહ ડુડવાએ 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું....બાળકી પોતાના ભાઈ-બહેનો સાથે રમી રહી હતી...ત્યારે આરોપી બાઈક પર આવ્યો અને બાળકીને ઉપાડીને લઈ ગયો....અને દિલ્લીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રુર અને જઘન્ય દુષ્કર્મ આ બાળકી સાથે આચર્યું....4 ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં 8 ડિસેમ્બરે નરાધમની ધરપકડ કરવામાં આવી....રિમાન્ડ દરમિયાન ઘટનાસ્થળ પરથી એક વૃક્ષ નીચેથી લોખંડનો સળીયો, આરોપીના માથાના વાળ સહિતના પૂરાવાને એકઠા કરીને પરીક્ષણ માટે મોકલાયા હતા.. માથાના વાળ આરોપીના હોવાનું DNA પરિક્ષણમાં સામે આવ્યું હતું....તેમજ લોખંડના સળીયા પરથી મળેલી લોહીના નિશાન બાળકીના હોવાનો ખુલાસો થયો હતો...રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન નરાધમે ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો.. જો કે પોલીસે પગમાં ગોળી ધરબીને નરાધમને ઝડપી પાડ્યો હતો....જે બાદ 12 દિવસમાં જ પોલીસ તપાસ પૂર્ણ કરીને કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજુ કરી.. ઘટનાની ગંભીરતાને જોઈ કોર્ટે આ કેસ રોજબરોજ ચલાવવાનો હુકમ કર્યો.. અને 12 જાન્યુઆરીએ આરોપીને દોષિત જાહેર કર્યો...17 જાન્યુઆરીએ ફાંસીની સજા કરવામાં આવી....સાથે જ બાળકીને સાત લાખ રૂપિયાનું વળતર આપવાનો રાજકોટ કોર્ટે આદેશ કર્યો....નરાધમને સંભળાવવામાં આવેલ ફાંસીની સજા પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આવકારી.. સાથે જ આ એક કેસ નહીં પણ કડક સંદેશ હોવાનું જણાવ્યું...આવો સાંભળી લઈએ...

===========
અગાઉ 13 માર્ચ, 2023માં નરાધમને સગીરા પર દુષ્કર્મના કેસમાં ફાંસીની સજા મળી હતી...રાજકોટ જિલ્લાના જેતલસરની સગીરા સૃષ્ટિ રૈયાણીના હત્યાકેસમાં જેતપુર સેશન્સ કોર્ટે આરોપી જયેશ સરવૈયાને 13 માર્ચ, 2023ના રોજ ફાંસીની સજા સંભળાવી હતી....આ સમયે આરોપી જયેશની ઉંમર 25 વર્ષ હતી અને સૌથી નાની ઉંમરે ફાંસીની સજા થયાનો સૌરાષ્ટ્રનો આ પ્રથમ ચુકાદો હતો....એક તરફી પ્રેમમાં પાગલ જયેશે છરીના 36 ઘા ઝીંકી સૃષ્ટિ રૈયાણીની નિર્દયતાથી હત્યા કરી હતી....આ કેસમાં 727 દિવસ બાદ આરોપી જયેશ સરવૈયાને જેતપુર સેશન્સ કોર્ટે મૃત્યુ દંડની સજા ફટકારી હતી...
===========
વાપી ફાંસી 

ઓક્ટોબર 2023માં વાપીના ડુંગરા વિસ્તારમાં છ વર્ષીય માસૂમ ગરીબ પરિવારની દીકરીનુ અપહરણ કરી તેની સાથે દુષ્ક્રમ અને સૃષ્ટિ વિરુદનું કૃત્ય કરનાર રઝાક ખાન સુભાન ખાનને 5 ડિસેમ્બરે ફાંસીની સજા સંભળાવવામાં આવી...માત્ર 26 મહિનાની અંદર જ આ ગુનાના ગુનેગાર વિરુદ્ધ ટ્રાયલ ચાલ્યો અને દોષિત સાબિત થયેલા રઝાક ખાનને વાપી સેશન્સ કોર્ટે સજા સંભળાવી...
===========
ભરૂચ ફાંસીની સજા 

ગયા વર્ષે 3 મેએ એટલે કે અંદાજે 8 મહિના પહેલા ભરૂચના ઝઘડીયામાં બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી.....16 ડિસેમ્બર 2024માં વિજય પાસવાન નામના આરોપીએ લાકડા વિણતી બાળકીનું અપહરણ કરીને પહેલા દુષ્કર્મ આચર્યું...બાદમાં બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી હત્યા કરી હતી....અપહરણ, દુષ્કર્મ અને હત્યાના આરોપમાં પોલીસે આરોપી વિજય પાસવાનની ધરપકડ કરી હતી.. 72 દિવસમાં પોલીસ અને સરકારી વકીલે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને મજબુત દલીલ કરતા કોર્ટે 3 મે 2025માં વિજય પાસવાન નામના આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.....આ એ જ ઝારખંડથી આવેલા ગરીબ શ્રમિક પરિવારની દીકરીનો કેસ હતો....ત્યારે હેમંત સોરેન સરકારના મંત્રી દીપિકા પાંડે સિંઘ વડોદરા પહોંચી કીધું હતું કે, અન્ય રાજ્યમાં સારવારની જરૂર પડી તો બાળકીને એરલિફ્ટ પણ કરીશું....જો કે, દીકરીને તો બચાવી ન શક્યા પણ....આ કેસને 'રેરેસ્ટ ઓફ રેર' શ્રેણીમાં ગણીને દીકરીને ઝડપી ન્યાય અપાવવામાં આવ્યો...
===========
ગ્રીષ્મા હત્યાકાંડ 

12 ફેબ્રુઆરી 2022માં સુરતના પાસોદરામાં ગ્રીષ્મા નામની યુવતીનું જાહેરમાં ગળું કાપવામાં આવ્યું હતું....આરોપી ફેનિલે ગ્રીષ્મા સાથેના તેના સંબંધોના અંત અને તેની સગાઈના નિર્ણયથી નારાજ થઈને તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો....આ કેસમાં આરોપીને 70 દિવસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી....
===========
કેટલા ચૂકાદા આવ્યા 

વર્ષ 2022માં પોક્સો કેસના કુલ 194 ચુકાદા આવ્યા....જેમાંથી આજીવન કેદની સજાના 107 ચુકાદા અપાયા....115 આરોપીઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે....વર્ષ 2022માં 5 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી....વર્ષ 2023ની વાત કરીએ તો, કોર્ટે પોક્સો કેસના 311 ચૂકાદા આપ્યા....165 આજીવન કેદની સજાના ચૂકાદા આપવામાં આવ્યા...165 આરોપી આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે....અને 5 આરોપીઓને 2023માં ફાંસીની સજા આપવામાં આવી હતી....વર્ષ 2024માં 435 ચૂકાદા આપવામાં આવ્યા...295 કેસમાં આજીવન કેદની સજાનો ચૂકાદો અપાયો...301 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી....1 આરોપીને વર્ષ 2024માં ફાંસીની સજા સંભળાવવામાં આવી....31 માર્ચ 2025 સુધીમાં કોર્ટે 130 પોક્સો કેસમાં ચૂકાદા આપ્યા...જેમાં 94 કેસમાં આજીવન કેદની સજાના ચુકાદા સંભળાવવામાં આવ્યા...97 આરોપીઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે....
--------------------
25 ફેબ્રુઆરી 2025માં એક જ દિવસમાં 7 દુષ્કર્મીઓને આજીવન કેદની કોર્ટે સજા ફટકારી છે....એક જ દિવસે અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાની 7 પીડિતાઓને ન્યાય મળ્યો....અમરેલીના 2 કેસોમાં આરોપી પકડ્યાના માત્ર 17 દિવસમાં ચાર્જશીટ કરી અને ત્રીજા કેસમાં તે જ દિવસે આરોપીની ધરપકડ કરી હતી....રાજકોટ શહેરમાં રેપ વિથ મર્ડર કેસમાં પોલીસે 40 દિવસમાં જ ચાર્જશીટ કરી હતી....રાજકોટ ગ્રામ્ય પોલીસે પાટણવાવ કેસમાં બનાવના દિવસે જ આરોપી પકડ્યો અને ભાયાવદર કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ કરી હતી....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish LIVE | 10 પછી DJ બંધ
Hun To Bolish LIVE | 10 પછી DJ બંધ
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri 2026: ભવનાથ, સોમનાથ સહિતના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, શિવનાદથી ગૂંજ્યાં શિવાલય
Mahashivratri 2026: ભવનાથ, સોમનાથ સહિતના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, શિવનાદથી ગૂંજ્યાં શિવાલય
22 એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ, બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી
22 એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ, બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી
PM મોદી નહીં, તારિક રહેમાનના શપથ ગ્રહણમાં ભારત તરફથી સામેલ થશે આ નેતા, સામે આવ્યા નામ
PM મોદી નહીં, તારિક રહેમાનના શપથ ગ્રહણમાં ભારત તરફથી સામેલ થશે આ નેતા, સામે આવ્યા નામ
IND vs PAK: શ્રીલંકામાં અત્યારે કેવું છે હવામાન, શું ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે વિલન? જાણો લેટેસ્ટ ન્યૂઝ
IND vs PAK: શ્રીલંકામાં અત્યારે કેવું છે હવામાન, શું ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે વિલન? જાણો લેટેસ્ટ ન્યૂઝ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja: રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોન્ટ્રાકટરને આપી સ્પષ્ટ ચેતવણી
Maha Shivratri 2026: હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો, વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Delhi Police: દિલ્લી પોલીસે આંતરરાષ્ટ્રીય સાઈબર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો
Gujarat Weather Update : રાજ્યમાં લા- નીનો, બે વાવાઝોડાની અસરથી ઉનાળો શરૂ થશે મોડો
Anand News: ડંકી રૂટથી અમેરિકા જતા આણંદના યુવક-યુવતીના અપહરણનો કેસમાં 3 એજન્ટોની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri 2026: ભવનાથ, સોમનાથ સહિતના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, શિવનાદથી ગૂંજ્યાં શિવાલય
Mahashivratri 2026: ભવનાથ, સોમનાથ સહિતના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, શિવનાદથી ગૂંજ્યાં શિવાલય
22 એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ, બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી
22 એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ, બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી
PM મોદી નહીં, તારિક રહેમાનના શપથ ગ્રહણમાં ભારત તરફથી સામેલ થશે આ નેતા, સામે આવ્યા નામ
PM મોદી નહીં, તારિક રહેમાનના શપથ ગ્રહણમાં ભારત તરફથી સામેલ થશે આ નેતા, સામે આવ્યા નામ
IND vs PAK: શ્રીલંકામાં અત્યારે કેવું છે હવામાન, શું ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે વિલન? જાણો લેટેસ્ટ ન્યૂઝ
IND vs PAK: શ્રીલંકામાં અત્યારે કેવું છે હવામાન, શું ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે વિલન? જાણો લેટેસ્ટ ન્યૂઝ
IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
General Knowledge: આ મુસ્લિમ દેશમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું શિવ મંદિર, જાણો કોણે બનાવડાવ્યું હતું?
General Knowledge: આ મુસ્લિમ દેશમાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું શિવ મંદિર, જાણો કોણે બનાવડાવ્યું હતું?
ઓફીસ આવવા-જવા માટે બેસ્ટ છે આ SUV, ફૂલ ટાંકી કર્યા બાદ ચાલે છે 1200 KM,જાણો કિંમત
ઓફીસ આવવા-જવા માટે બેસ્ટ છે આ SUV, ફૂલ ટાંકી કર્યા બાદ ચાલે છે 1200 KM,જાણો કિંમત
Diabetes:: ભારતમાં 10 કરોડ થવાના છે ડાયાબિટીસના દર્દીઓ, ત્વચા પર જોવા મળતા આ 7 સંકેતોને ક્યારેય ન કરો ઈગ્નોર
Diabetes:: ભારતમાં 10 કરોડ થવાના છે ડાયાબિટીસના દર્દીઓ, ત્વચા પર જોવા મળતા આ 7 સંકેતોને ક્યારેય ન કરો ઈગ્નોર
Embed widget