શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

Hun To Bolish : હું તો બોલીશ :  લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

લગ્ન નોંધણીના નિયમોમાં મોટા બદલાવ થશે....સૂત્રોના હવાલેથી મળેલી માહિતી મુજબ સરકાર કાનૂન વિદો સાથેની બેઠકો બાદ નવા નિયમોનો ડ્રાફ્ટ નક્કી કરશે....આવતીકાલે કેબિનેટની બેઠકમાં ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવશે.....લગ્ન નોંધણી પહેલા માતાપિતાને નોટિસથી જાણ કરવાની જોગવાઈ કરાશે.. 30 દિવસમાં માતાપિતાને જવાબ આપવો પડશે.. આ સમયગાળા દરમિયાન કોઈ વાંધો રજૂ ન થાય તો જ લગ્ન નોંધણીની પ્રક્રિયા આગળ વધશે....યુવતીના આધારકાર્ડમાં નોંધાયેલા સરનામા મુજબની કચેરીમાં જ નોંધણી કરવામાં આવશે....ભાગીને કરેલા લગ્નની નોંધણીમાં થતી ગેરરીતિઓ અનેકવાર સામે આવી ચૂકી છે...ફર્જીવાડો કરવા માટે કેટલાક તલાટીઓ, નોટરી અને લગ્ન કરાવનારા પંડિતોની કાર્ટેલ બની હતી.... 
---------------------
લગ્નની નોંધણીમાં ચાલતી ગોબાચારીનો પર્દાફાશ વર્ષ 2023થી હું તો બોલીશ કાર્યક્રમમાં કરતો રહ્યો છું....લગ્ન નોંધણી કરાવવા ફરજી ડોક્યુમેન્ટ, ફરજી સાક્ષી, ફરજી લગ્ન કરાવનાર અને ફરજી લગ્ન સ્થળનો અમે પર્દાફાશ કરતાં રહ્યાં છીએ....કેમકે, અમે સ્પષ્ટ માનીએ છીએ કે જીવનની મહત્વની સરકારી ચોપડે થયેલી નોંધણીમાં ક્યારેય કોઇ પણ પ્રકારની ગરબડી ન હોવી જોઇએ....અને ગરબડી કરનારને ખુલ્લા પાડવા જોઇએ....

બનાસકાંઠા AV

બનાસકાંઠાના ડિસા તાલુકાની સમૌનાના ગ્રામપંચાયત કે જ્યાં લગ્નની ખોટી નોંધણી કરવામાં આવતી હતી...પંચાયતના લગ્ન નોંધણી રજિસ્ટરમાં 2020થી 2021માં 159 લગ્ન નોંધાયા...જે પૈકી 133 લગ્ન માત્ર 2021માં થયા...જ્યારે તલાટીની બદલી થઈ તો તે પછીના વર્ષ 2022માં માત્ર 3 અને 2023માં માત્ર 2 લગ્ન નોંધાયા....મોટાભાગના એફિડેવિટમાં લગ્નનું સ્થળ ભગવાનપુરા જોગમાયા માતા મંદિર લખવામાં આવ્યું હતું...મોટાભાગના એફિડેવિટમા સાક્ષીઓ કોમન તો ક્યાંક એક જ સાક્ષીની નોંધણી કરવામાં આવી હતી...=========
અમરેલી AV

આવો જ બીજો ફર્જિવાડો અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં ચાલતો હતો....વડીયા શહેરના સ્મશાન રોડ પર પ્રેમી પંખીડાઓના લગ્ન રજિસ્ટ્રેશન માટે ગણેશ મંદિર બનાવ્યું છે....અમરેલી જિલ્લા સહિત ગુજરાત બહારના લોકો પણ અહીં લગ્ન કરવા પહોંચતા હતા...એટલું જ નહીં અહીં લગ્ન કરવા પહોંચતા છોકરા છોકરીઓની સાથે ગુંડાઓ પણ આવતા...અહીં ગ્રામ પંચાયતમાં અધધ લગ્ન નોંધણી થઈ ચૂકી છે...વર્ષ 2020માં 589 લગ્ન નોંધાયા...2021માં 324 લગ્ન નોંધાયા...2022માં 439 લગ્ન નોંધાયા...તો 2023ના ઓગસ્ટ સુધી 287 લગ્ન નોંધાઈ ચૂક્યા હતા...અહીં કોઈ ઢોલ નગારા સાથે કે મંડપમાં લગ્ન કરાવવામાં નહતો આવતા....મંદિર આગળ હારતોળા કરી ફોટો પડાવી મંદિરની પહોંચ મેળવી લગ્ન નોંધણી કરી લેવામાં આવતી હતી....  
============
ખેડા 

ખેડા જિલ્લામાં તો આ ફર્જિવાડો જબરદસ્ત ચોંકાવનારો હતો...ખેડાના કઠલાલથી 25 કિલોમીટર દૂર આવેલા લસુન્દ્રા ગામમાં આ પ્રકારનું રેકેટ ચાલતું....11 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં વર્ષ 2023ના ઓગષ્ટ મહિના સુધીમાં 400થી વધુ લગ્ન નોંધણી થઇ હતી...લસુન્દ્રા ગ્રામ પંચાયતમાં લગ્નની નોંધણીના દસ્તાવેજ અમે જોયા તો જબરદસ્ત ગોટાળો સામે આવ્યો...લગ્ન નોંધણીના દસ્તાવેજમાં એક લગ્નની નોંધણી 7 જુલાઈ 2023ના રોજ થઈ હતી...અને લગ્નની તારીખ 30 જૂન 2023 બતાવાઇ હતી...જેમાં લગ્નનું સ્થળ લસુન્દ્રાનું બહુચરાજી માતાનું મંદિર બતાવાયું હતું....અને લગ્ન કરાવનાર મહારાજ નડિયાદના જોશી મૌલેશભાઈ લખાયું હતું....પરંતુ પંડિતજીની સહી જ નહોતી....પંડિતની સહી ન હોવા છતાં ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રીએ નોંધણી કરી મેરેજ સર્ટિફિકેટ આપ્યું હતું....જો કે, જે મંદિરનો ઉલ્લેખ હતો તે મંદિરના પુજારીને અમે પૂછ્યું તો તેમનું કહેવું હતું કે, અહીં કોઈ લગ્ન જ નથી થતા....એટલું જ નહીં, લગ્નની નોંધણીમાં બે સાક્ષીની જરૂર હોય છે...અહીં બે પૈકીના એક સાક્ષી અનેક કિસ્સામાં જીતુભાઈ તળપદા હતા...અમે તેમનો સંપર્ક કર્યો તેઓનું કહેવું હતું કે, તેમણે તો લસુન્દ્રા ગામ જ નથી જોયું....
============
પંચમહાલ 

આવું જ પંચમહાલમાં બોગસ દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણીનું કૌભાંડ વર્ષ 2024માં ઝડપાયું હતું...શહેરા તાલુકાના ભદ્રલા ગામનો તત્કાલિન તલાટી કૌભાંડ ચલાવતો હોવાનો આરોપ હતો...તત્કાલિન તલાટી એમ.પી.પરમાર ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરલ અને ઉત્તરપ્રદેશના દંપતીના અધુરા દસ્તાવેજોના આધારે લગ્ન નોંધણી કરી સર્ટિફિકેટ આપતો...ચોંકાવનારી વાત એ હતી કે, લગ્ન વિધિ માટે ગામમાં એક પણ પંડિત નથી....તેમ છતાં વર્ષ 2022માં 6 મહિનામાં 571 લગ્ન સરકારી ચોપડે નોંધાયા....
-----------
તાજેતરમાં પંચમહાલમાં કણજીપાણી ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણી કૌભાંડ ઝડપાયું હતું...જેમાં જાંબુઘોડા પોલીસે તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલ, લગ્ન કરનાર યુવક કૌશિક ગોસ્વામી અને યુવતી જયશ્રી પટેલ વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી....યુવતીના પિતાએ જ્યારે દસ્તાવેજોની તપાસ કરી તો જાણવા મળ્યુ કે સોગંદનામામાં છેડછાડ કરી તેમજ બોગસ લગ્નનું સ્થળ બતાવીને લગ્ન નોંધણી કરવામાં આવી હતી....જાંબુઘોડા તાલુકા પંચાયતની ખાસ ટીમે તપાસ કરતા વર્ષ 2024માં કરવામાં આવેલ 600 લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 
કેરલના આ મંત્રીને મળી Tata Sierra ની પ્રથમ ડિલીવરી, VIDEO આવ્યો સામે 
Embed widget