Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ 

આ વખતે ચોમાસાની સિઝન વિલંબથી શરૂ થઈ. જૂન મહિનો લગભગ સુકો ભઠ્ઠ ગયો પણ જુલાઈ મહિનામાં ક્યાંક વરસાદ એવો વરસ્યો કે માનો આભ ફાટ્યું હોય. તો ક્યાંક હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. વરસાદ વધુ પડે કે ઓછો પડે તેની માનવ સહિત તમામ જીવો પર અસર પડે છે પણ સર્વાધિક અસર ખેતી પર પડે છે. એક તરફ જ્યાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો વરસાદને ખમૈયા કરવાની ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. તો બીજી તરફ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાના ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. 

આજે ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને આ સિઝનમાં કયા પ્રકારનો વરસાદ રહ્યો તેની ચર્ચા કરીએ તે પહેલા સુરતમાં અપાયેલા એલર્ટની વાત કરી લઈએ. 
સુરત શહેર સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે મહાનગરપાલિકા કમિશ્નરે નાગરિકોને એલર્ટ કર્યા છે અને રાત્રે 9 વાગ્યા સુધીમાં પોતાના ઘરે પહોચી જવાની સુચના આપી છે. રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીમાં ભુક્કા કાઢી નાખે તેવા વરસાદની આશંકા છે. સાથે જ નદી નાળા નીચાણવાળા વિસ્તારો અને કંસ્ટ્રક્શન સાઈટ અને લેબર કોલોનીમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના અપાઈ છે. 

બાઈટ - એમ.નાગરાજન, કમિશનર, SMC

આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ..આજે રાજ્યના 129 તાલુકામાં વરસાદ વરસ્યો.. 11 તાલુકામાં 5 થી 11.25 ઈંચ વરસાદ..28 તાલુકામાં 1 થી 5 ઈંચ વરસાદ વરસ્યો..સૌથી વધુ વરસાદ વાળા 10 તાલુકાની વાત કરીએ તો.. 

ઉમરગામ - 11.26 ઈંચ
વલસાડ - 9.84 ઈંચ
ખેરગામ - 8.9 ઈંચ
પારડી - 8.7 ઈંચ
પલસાણા - 6.1 ઈંચ
કાપોદરા - 6 ઈંચ
ગણદેવી - 5.83 ઈંચ
ચિખલી - 5.75 ઈંચ
નાનાપૌઢા - 5.28 ઈંચ
બારડોલી - 5.16 ઈંચ 

સૌથી વધુ વરસાદ વરસેલા 5 જિલ્લા - હેડર

1. વલસાડ - 57.68 ઈંચ(60.56 ટકા)
2. નવસારી - 54.16 ઈંચ (71.23 ટકા)
3. સુરત - 37.72 ઈંચ (62.29 ટકા)
4. ડાંગ - 46.24 ઈંચ (49.95 ટકા)
5. તાપી - 25.44 ઈંચ(43.71 ટકા)


-------------------------
વલસાડ

છેલ્લા 24 કલાકથી વલસાડ શહેર અને જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદથી જળકર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે.. ભારે વરસાદને લીધે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે.. સતત વરસી રહેલા મુશળધાર વરસાદને લીધે તિથલ રોડ, પીચિંગ, કાશ્મીરનગર, છીપવાડ અને પાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે.. તિથલ રોડ પરના જજીસ બંગલો પાસે વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું.. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા અનેક વાહનો બંધ પડ્યા.. ભાગડાવાડામાં આવેલ યોગેશ્વર નગર સોસાયટી પણ આખી જળમગ્ન થતા રહિશોને ઘરમાં જ કેદ થવા મજબુર બનવું પડ્યુ.. શહેરના મુખ્ય માર્ગ એમ.જી. રોડ, દાણા બજાર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. પાણી ભરાતા જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબુર બનવુ પડ્યુ.. તો દાણાબજાર વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓના માલસામાનને પણ નુકસાની થઈ.. 

વાંકી નદીના પાણીથી ડીજીવીસીએસની ઓફિસને બાનમાં લીધી.. મુખ્ય કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર વાંકી નદીના પાણીનું સામ્રાજ્ય સર્જાયુ.. ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાતા કોમ્પ્યુટર અને ફાઈલોને પલળતા બચાવવા માટે કર્મચારીઓ પણ દોડધામ કરતા જોવા મળ્યા.. 

ભારે વરસાદથી હાલર વિસ્તારનું હાલર તળાવ પણ ઓવરફ્લો થયું.. પૂર્ણા નદીનું જળસ્તર વધીને 20 ફુટ પર પહોંચતા નદીના પાણી આસપાસના ખેતરોમાં ઘુસ્યા.. નદીના પાણીથી ખેતરો પણ બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા.. 
ઉપરવાસમાં વરેસલા ધોધમાર વરસાદને પગલે ઔરંગા નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાય.. પિચિંગ વિસ્તારમાંથી ઔરંગા નદીના ડરામણા દ્રશ્યો ABP અસ્મિતાના કેમેરામાં કેદ થયા.. ધરમપુરની તાન અને માન નદી પણ બેકાંઠે વહેતી થઈ.. 

કાશ્મીરાનગરમાંથી 250થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.. તો નાનકવાડા વિસ્તારના ખારીયા ફળિયામાં વરસાદી પાણી ઘુસી જતા રહિશો પાણી વચ્ચે જ જીવન ગુજારવા મજબુર બન્યા.. ઘટનાની જાણ થતા સરપંચ અને NDRFની ટીમે રેસ્ક્યુ બોટ સાથે જળમગ્ન આ વિસ્તારમાં પહોંચીને રહિશોને ફુડ પેકેટનું વિતરણ કર્યુ.. વલસાડ શહેરને હાઈવે સાથે જોડતા ઔરંગા નદીનો પુલ પણ પાણીમાં ગરકાવ થયો.. ઔરંગા નદીના પાણી વેજલપુર ગામમાં ઘુસતા NDRFની ટીમે 20 જેટલા લોકોને સુરક્ષિત સથળે ખસેડ્યા.. તો વાંકી નદીમાં ફસાયેલા અને ડમ્પિંગ સાઈટ પર જેસીબીમાં ફસાયેલા ત્રણ ત્રણ મજૂરોને NDRFની ટીમે સુરક્ષિત સ્થળે ખસેડ્યા..

વલસાડ જિલ્લાના કપરાડા અને વાપીમાં પણ આભ ફાટ્યા જેવી સ્થિતિ.. મુશળધાર વરસાદને લીધે કપરાડાના કરર્ચોન્ડ અને કાવચા રોડ આખો પાણીમાં ગરકાવ થયો.. તુલસી નદી પરનો પુલ પણ પાણીમાં ગરકાવ થયો.. પુલ પર નદીના પાણી ફરી વળ્યા હોવા છતા લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થતા એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા.. તો નેશનલ હાઈવે 48 પર આવેલ કુંડી ગામ નજીક પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. 

-------------------------------------
નવસારી

મુશળધાર વરસાદે નવસારી જિલ્લાના હાલ કર્યા બેહાલ.. ખેરગામમાં આજે પોણા સાત ઈંચ, ગણદેવીમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો.. તો ચીખલીમાં સાડા પાંચ ઈંચ, જલાલપોરમાં સવા ચાર ઈંચ, નવસારી તાલુકામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો.. વાંસદામાં અઢી ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય.. નવસારી શહેરના સ્ટેશન રોડ, એરૂ ચાર રસ્તા, દાંડી રોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય.. ભારે વરસાદની આગાહીને પલે આજે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.. 

શાંતાદેવી રોડ પર ચોમાસાની સિઝનમાં ચોથી વખત જળકર્ફ્યુ જેવો માહોલ સર્જાતા રહિશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘુસી જતા ઘરવખરી સહિતના માલસામાનને ભારે નુકસાન થયું.. જીવન જરૂરિયાતની ચીજવસ્તુ માટે પણ લોકોને ઘુંટણસમા પાણીમાંથી પસાર થવા મજબુર બનવું પડ્યુ.. આવી જ સ્થિતિ વિઠ્ઠલ મંદિર નજીક આવેલ શાકભાજી માર્કેટની જોવામળી.. શાકબાજી માર્કેટમાં પાણી ભરાતા વિક્રેતાઓ પરેશાન બન્યા.. અવિરત વરસતા વરસાદને લીધે માર્ગો પાણી પાણી થતા જનજીવન પ્રભાવિત થયા.. 

નવસારી શહેરની સાથે જિલ્લામાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ.. જલાલપોર તાલુકાના મરોલી ગામે વરસાદના પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા.. રસ્તા પર પાણી ભરાતા મરોલી અને ઉમરાટને જોડતા રસ્તા પરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો.. તો ખરસાડ ગામના મુખ્ય માર્ગો તો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા. ખરસાડ ગામની ચારેય બાજુ વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા ગામમાં જવાનો રસ્તો પણ બંધ થયો.. ખરસાડ ગામમાં પાંચ ગામના પાણી આવતા મુખ્ય રસ્તો બંધ થતા ગ્રામજનો વરસાદી પાણીની વચ્ચે કેદ થયા.. 

નવસારી જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદથી કાવેરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ.. કાવેરી નદીમાં ઘોડાપૂર સર્જાતા બીલીમોરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય.. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જળભરાવની સ્થિતિ ઉભી થઈ.. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અંદાજે 25 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.. તો તકેદારીના ભાગરૂપે SDRFની ટીમોને પણ ડિપ્લોટ કરી દેવામાં આવી છે.. 

કાવેરી નદીનું જળસ્તર વધતા બીલીમોરામાં આવેલ દેસરા વિસ્તાર આખો બેટમાં ફેરવાયો.. દેસરા વિસ્તારમાં આવેલ રાવલ સ્ટ્રીટમાં પાણી ભરાયા.. નદીના સતત વધી રહેલા જળસ્તરને લીધે દેસરા વિસ્તારના લોકો પાણી વચ્ચે જ કેદ થવા મજબુર બન્યા.. ગઈકાલથી જ દેસરા વિસ્તારમાં પાણી ભરાતા પૂર્વ અને પશ્ચિમને જોડતા રેલવે અંડરપાસ સ્વિમિંગ પુલમાં ફેરવાય ગયો.. કાવેરી નદીના પાણી ચંડિકા માતાના મંદિર સુધી પહોંચ્યા.. સ્થિતિ વણસતા જોઈ SDRF અને NDRFની ટીમે પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું.. દેસરામાંથી અત્યાર સુધીમાં 50 લોકોને સ્થળાંતર કરાયું.. 


---------------------------
ડાંગ - તાપી

ડાંગ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ.. આહવા, વઘઈ અને સુબીરમાં એક એક ઈંચ વરસાદ વરસ્યો.. તો પ્રવાસન સ્થળ એવા સાપુતારામાં પણ એક ઈંચ વરસાદ વરસ્યો.. સતત વરસી રહેલા વરસાદને લીધે જિલ્લાની તમામ પૂર્ણા,અંબિકા, ગીરા અને ખાપરી નદીમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી.. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા કેટલાક ગામોને જોડતા લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા.. સુસરદા, ચિખલદા, આંબાપાડા સહિતના ગામોને જોડતા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. કોઝ વે પરથી પાણી સંપૂર્ણપણે ન ઉતરે ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સ્થાનિક પ્રશાસને ગ્રામજનોને અપીલ કરી.. ભારે વરસાદ અને નદીઓમાં ઘોડાપુરને લીધે જિલ્લાના 13 જેટલા રસ્તાઓ પરનો વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે.. 

ધોધમાર વરસાદથી તાપી જિલ્લાનું વ્યારા શહેર થયું જળબંબાકાર.. મુસા ગામમાં આવેલી ઓમ રેસિડેન્સી છેલ્લા ત્રણ દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે.. સોસાયટીના મુખ્ય માર્ગો અને ઘરની આસપાસ ઘુંટણસમા ભાઈ ભરાયા.. જેના કારણે રહિશો પોતાના ઘરોમાં જ કેદ થવા મજબુર બન્યા છે.. ઘરવખરીનો સામાન સાચવવો અને પીવાના પાણી, જીવનજરૂરિયાત ચીજવસ્તુઓ મેળવવામાં પણ રહિશોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.. ભારે વરસાદને લીધે ગ્રામ્ય વિસ્તારના 49 જેટલા રસ્તાઓ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે.. વ્યારા તાલુકાના 13, ડોલવણ તાલુકાના 16 અને વાલોડ તાલુકાના 13 અને સોનગઢ તાલુકાના સાત રસ્તાઓ પરનો વાહન વ્યવહાર હાલ સંપૂર્ણપણે ઠપ્પ છે.. તાપી જિલ્લાની નદીઓ અને ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. 
-----------------------------------

સૌથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લા - હેડર

1. કચ્છ - 0.8 ઈંચ (4 ટકા)
2. દેવભૂમિ દ્વારકા - 0.68 ઈંચ (2.02 ટકા)
3. બનાસકાંઠા - 2.28 ઈંચ (7.89 ટકા)
4. વાવ થરાદ - 2.56 ઈંચ (12.01 ટકા)
5. જામનગર - 3.28 ઈંચ (10.96 ટકા)

વાવેતરના આંકડા

કૂલ 50 લાખ 83 હજાર 79 હેક્ટરમાં વાવેતર
અગાઉની તુલનામાં ખરીફ પાકનું વાવેતર 59.59 ટકા
છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 85 લાખ 30 હજાર 803 હેક્ટરમાં થાય છે વાવેતર

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola