Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સુમુલ ડેરીએ હોળી-ધૂળેટીના તહેવારો પૂર્વે જ પશુપાલકોને ભેટ આપી છે. સુમુલ મેનેજમેન્ટે ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે વધારો કરવાની જાહેરાત કરી. ગાયના દૂધના ભાવમાં કિલો પેટે 20 રૂપિયાનો વધારો કર્યો... ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો... આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકોની આવકમાં વાર્ષિક કરોડો રૂપિયાનો વધારો થશે. દૂધના ભાવમાં થયેલા આ વધારાથી પશુપાલકોને વર્ષે અંદાજે 50 કરોડથી વધુની વધારાની આવક પ્રાપ્ત થશે. જો માસિક ધોરણે વાત કરીએ તો, પશુપાલકોના ખિસ્સામાં દર મહિને અંદાજે 4 કરોડની રકમ વધારે જશે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરશે. ખાસ કરીને મોંઘા ઘાસચારા અને માવઠાના માર વચ્ચે પશુપાલકોને આર્થિક ટેકો આપવા માટે ડેરી દ્વારા આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.























