Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
બાબુઓની બાદશાહત એટલી વધી ગઈ છે કે, તેઓએ માનવતા નેવે મૂકી છે... આ સાથો સાથ તેઓએ શું બોલવું તેનું પણ ભાન નથી... અધિકારીઓ મનફાવે તેવા જવાબ સામાન્ય જનતાને આપે છે.. રૌફ જમાવે છે.... તો આ બીજા દ્રશ્યો પૂરાવો આપે છે કે, નેતાઓને પણ અધિકારીઓ નથી ગણકારતા... બેઠકમાં ધારાસભ્યો રાહ જોઈને થાકે પણ નઘરોળ અધિકારીઓ સમયસર નથી પહોંચતા........
-------
અધિકારીઓની બાદશાહત ક્યારેક માનવીય મૂલ્યોનું હનન સમાન સાબિત થાય છે... આવું તાજેતરમાં સુરતમાં થયું... વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસનને પત્ર લખ્યો... તરત જ બાબુઓ મેદાને ઉતર્યા.... સસ્તા પરના લારી ગલ્લા હટાવ્યા... સ્વાભાવિક છે અટચણરૂપ હોય તો હટાવવા જોઈએ... પણ આ તમામની વચ્ચે વીડિયો વાયરલ થયો છે... વીડિયો મુજબની જ જો સ્થિતિ હોય તો ચોક્કસ કાર્યવાહી થવી જ જોઈએ...
આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો... મહિલાનો સામાન કામગીરીના રૂપમાં જપ્ત કરાયો... મહિલાએ વેદના અધિકારીને જણાવી... તો મહિલાને અધિકારીએ જે સંભળાવ્યું...... તેનું વર્તન આજ રીતનું હોય તો તમે નક્કી કરો કે, આ બાબુશાહી અંગ્રેજો સમયની ગુલામી કરતા પણ ભારે છે...
મહિલાઓ રોષે ભરાઈ ધારાસભ્ય કુમાર કાનાણી પાસે પહોંચ્યા... તેમને ત્યા જગ્યા આપવા માગ કરી... તો ધારાસભ્યએ પણ કહ્યું કે, ખોટી રીતે કોઈને હેરાનગતિ ન થવી જોઈએ....
-----------
સરકારી અધિકારીઓ સામાન્ય જનતાનું નથી સાંભળતા... પણ હવે તો આ જાડી ચામડીના અધિકારીઓ નેતાઓ અને ધારાસભ્યને પણ ગણકારતા નથી.... વાત જૂનાગઢના માંગરોળની છે... જ્યા મામલતદાર કચેરી ખાતે દર શનિવારે બેઠકનું આયોજન થાય... પ્રાંત અધિકારી વંદનાબેનની અધ્યક્ષતામાં ફરિયાદ સંકલન, પુરવઠા અને ATVT અને તમામ પ્રકારની મીટિંગ હતી... 3 વાગ્યાની આ બેઠક હતી... જેમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા અને દેવા માલમ પહોંચી ગયા...તાલુકા પંચાયતના પ્રમુખ પ્રીતીબેન ડાભી અને તાલુકા ભાજપ પ્રમુખ અરજનભાઈ આંત્રોલીયા સહિત અન્ય સભ્યો પહોંચી ગયા... પરંતુ સાંજે 3:45 કલાક સુધી રાહ જોવા છતાં મામલતદાર વૈભવીબેન મોરી અને ડેપ્યુટી કલેક્ટર વંદનાબેન મીણા બેઠકમાં પહોંચ્યા ન હતા. અધિકારીઓ ખુદ મોડા આવતા ધારાસભ્યોએ બેઠકનો બહિષ્કાર કર્યો.... આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે....



















