Hun To Bolish : હું તો બોલીશ : પાર્ટનર બનાવતા રાખજો ધ્યાન
Hun To Bolish : હું તો બોલીશ : પાર્ટનર બનાવતા રાખજો ધ્યાન
ધંધામાં ભાગીદાર બનાવતા પહેલા હવે ચેતી જજો... મામા ફોઈના પોયરા હોવ તો પણ ભરોસો ન કરવો... કારણ કે સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો... ભાગીદારને ફસાવવા માટે તેની જ કારમાં એમ.ડી. ડ્રગ્સ મુકવામાં આવ્યું... આ કેસમાં ફરાર આરોપી ચિરાગ ગોટી જે ગત રાત્રે પોલીસ સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરવામાં આવી.... સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો 18 માર્ચ 2025ના રોજ સુરત પોલીસને બાતમી મળી હતી કે, વરિયાવ બ્રિજ પરથી આ ગાડી પસાર થવાની છે... જેમાં એમડી ડ્રગ્સ છે.... પોલીસે તપાસ કરતા ગાડીમાંથી ડ્રગ્સ મળી આવ્યું... આ કાર ઓઇલ વેપારી અલ્પેશ મિયાણીની હતી. શરૂઆતમાં અલ્પેશ મિયાણી સામે ડ્રગ્સ કેસ નોંધાયો... તેમને પાંચ મહિનાથી વધુ જેલમાં પણ રહેવું પડ્યું.... પરિવારની પોલીસને રજૂઆતને પગલે ઉલટ તપાસ કરવામાં આવી.. જેમાં ખુલાસો થયો કે, અલ્પેશ મિયાણીને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે... પોલીસ તપાસમાં ખુલ્યું કે, ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ઉર્ફે લાલુ ગોટીએ પૂર્વ આયોજનબદ્ધ કાવતરું રચી અલ્પેશ મિયાણીને ડ્રગ્સ કેસમાં ફસાવ્યો.... ચિરાગ ગોટીએ બદલો લેવા માટે સાહેદ સમીર બલ્લર અને સફી અમદાવાદી મારફતે એમ.ડી. ડ્રગ્સ મગાવ્યું... નિરાંત ગોટીએ ભોગ બનનારની કારમાં આ ડ્રગ્સ રાખ્યું... ભોગ બનનાર અલ્પેશ મિયાણીના ભાઇ કિશોર મિયાણી સાથે આરોપી ચિરાગ ગોટીનો વિખવાદ થયેલો.. તેના કારણે અલ્પેશ મિયાણી ચિરાગ સાથે ભાગીદારી છૂટી કરવા માગતો હતો... પરંતુ આરોપી ચિરાગ ગોટી સાથે ભાગીદારી તોડવા ન માગતો હોવાથી ષટયંત્ર રચ્યું... ચિરાગ ગોટીને વોન્ટેડ જાહેર કરાતા જ નિરાંતે જામીન માટે અરજી કરી... સુરતની સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે જામીન ના મંજૂર કર્યા... આખેર સુપ્રીમમાં જામીન માંગ્યા... સુપ્રીમ કોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં ચિરાગ મુખ્ય સૂત્રધાર હોવાનું તેમજ ચિરાગ આઠ મહિનાથી વોન્ટેડ હોવાની પણ દલીલો થઈ... બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે નિરાંતની જામીન અરજીમાં મુદત આપી હતી... જયારે ચિરાગને બે અઠવાડિયાનો સમય આપીને સરેન્ડર થવા માટેની ટકોર કરાઈ હતી.... જે બાદ આરોપી ચિરાગ ગઈકાલે હાજર થયો...
---
ચિરાગ ગોટીના આગળના કારનામાં પણ સામે આવ્યા છે.... વ્યાજે રૂપિયા આપી લોકોને હેરાન કરતો હોય અને ફડાકા ઝીંકતા હોય તે વીડિયો પણ સામે આવ્યો... જીગ્નેશ વ્યાસ હાથ જોડી આજીજી કરે છે... પણ આ નફ્ફટ ચિરાગ તેને ફડાકા ઝીંકે છે... ચિરાગ કિશોર મિયાણીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂક્યો છે.... સોશ્યલ મીડિયામાં સરેઆમ દાદાગીરી કરતો દેખાય છે..
---
ચિરાગ ગોટી પોતે દાદો હોય તેમ ગન રાખતો... એક કાર્યક્રમમાં તે ફાયરિંગ કરતો પણ દેખાય છે..
પોલીસ હવે આ દાદો બની બેઠેલા ચિરાગની શાન ઠેકાણે લાવશે....























