Hun To Bolish : હું તો બોલીશ : તાલિબાની સજાનો અંત ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : તાલિબાની સજાનો અંત ક્યારે ?
કચ્છ જિલ્લામાં યુવાનોને તાલીબાની સજા આપતો વીડિયો વાયરલ થયો....યુવકો ખાવડા પંથકના એક ગામમાં બે યુવક યુવતીને મળવા આવ્યા હતા....યુવતીને મળે તે પહેલા જ ગ્રામજનોએ બંન્ને યુવકોને ઝડપી પાડ્યા.....પહેલા તો બંન્ને યુવકોનું મુંડન કરવામાં આવ્યુ.. બાદમાં ઢોર માર મારીને અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો....ઘટના બેથી ત્રણ દિવસ અગાઉની હોવાનું માનવામાં આવી રહ્યું છે....જેનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.. ઘટના અંગે સમાધાન થતા હાલ તો કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી..
આ અંગેની વિગતો એવી છે કે, ખાવડા પંથકમાં 2 યુવકો યુવતીને મળવા આવ્યા હતા. જોકે, યુવતી સાથે મુલાકાત પહેલા જ બંને ઝડપાઈ ગયા હતા. પકડાયેલા યુવકોનું મુંડન કરાયું અને ત્યાર પછી તેમની પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.





















